________________
અહંતદર્શન અને ઈશ્વર,
૩૨૭
ભારતના વેદાંત દર્શનને લગભગ મળતાં વિચારો ધરાવનારા પાશ્ચાત્ય તત્ત્વો માંહેના સ્પિન્ગનો જે આજે યુરોપનાં વિશ્વદેવવાદના મહાન સૃષ્ટા ગણાય છે. શોપનહેર-હિંગોલ પણ તેજ સિદ્ધાંતનાં અનુયાયીઓ છે. આ સર્વ જર્મનના દાર્શનિકે ગણાય છે. આ તત્વોને વાદ તેને તેઓ પાન-થિ-ઇસ્ટ નામે કહેવરાવે છે. તેઓની માન્યતા એવી છે કે ઈશ્વર અને જીવ તેને જુદા માનવાથી ઈશ્વરનું મહત્ત્વ કાંઈક ઓછું થઈ જાય છે. તેથી ઈશ્વર સિવાય બીજી કેઈ એક સત્તા કે તત્વ હોવાનું તેઓ સ્વીકારે છે.
જુના સમયના ગ્રીક અને ઈલિયાટીક સંપ્રદાયના માન્ય ગણાતા દર્શનેમાં ઉપરના વાદના જેવા જ તો દેખાય છે. તેને સિદ્ધાંત આજે જે નવું સ્વરૂપ ધારણ કરી બહાર આવે તે પણ પાન થી-ઈઝમ જ છે, આ તમામ વાદો ભારતવર્ષનાં અદ્વૈતવાદને લગભગ મળતાં જ છે. આ વાદને ગુજરાતીમાં
વિશ્વદેવવાદ” એ અર્થ નીકળી શકે છે. અને તેને નિર્ણય એ છે કે “જગતમાં જે અજીવ અને જીવે આ બંને પદાર્થો એકાંત સત છે, આ સત્ તે કઈ બીજી વસ્તુ કે પદાર્થ નથી, પણ ઈશ્વરના વિકાસનું એક મૂર્ત સ્વરૂપ છે. પણ વસ્તુતઃ ઈશ્વરના વિના અન્ય દ્રવ્ય કોઈ નથી અને આજે જો ભિન્ન ભિન્નપણે જે દેખાય છે, તે પણ મૂળમાં ઈશ્વર તત્વ જ છે. જગત જે કઈ જુદે પદાર્થ જ નથી.
આ પાશ્ચાત્ય વાદ તે કેવલાદ્વૈત સિદ્ધાંત જ માની શકાય તેમ છે. તે આપણે પ્રથમ કેવલાદ્વૈતવાદીઓને સમાધાન આપીયે કે –તમે આ જગત, આ એકાંત અસત, ને એક માત્ર કલ્પનાને આભાર માને છે? તેમજ જગત જે દષ્ટિએ પડે છે તેથી સત્ જેવું માત્ર દેખાય છે, પણ વસ્તુત: સત્ નથી માત્ર બ્રહ્મ જ સત્ય છે. અને આ જગતને તમારે ઉપરને ખુલાસે તેમજ તમારી દષ્ટિએ માનેલ ઈશ્વર એ વિષે અમે કહીયે છીયે કે, જે તમે દલીલ કરી તે સિદ્ધ કરવાના શાસ્ત્રીય તેમજ બુદ્ધિગ્રાહ્ય પ્રમાણે તમારી પાસે નથી. જ્યારે જગતને એક માત્ર કલ્પનાને આભાસ માનશે તે તમે પોતે પણ જગમાં છે, છતાં તમારી પણ કોઈ પ્રકારની સત્તા રહેશે નહી.
આ જગત અને જગતના વિધવિધ પદાર્થો તેની અનેકવિધ પ્રવૃત્તિમાં આપણુથી જોઈ શકાય છે છતાં ક્યાં પ્રમાણ કે આધારથી જગત કલ્પના માત્ર છે એમ કહી શકાશે? જગત પૂર્વ હતું, આજે વર્તમાનમાં છે, અને ભવિષ્યમાં પણ હશે. તેમજ બ્રહારૂપ આત્માને જ્યારે તમે સત્ માને છે તે પછી સત્ રૂપે દૃષ્ટિએ પડતા આ જગતને અસત કેમ માની શકશે.
(અપૂર્ણ)