________________
અનેકાંતવાદ.
૩૨૩
કર
અનેકાંત–વાદ. લેખક –બાપુલાલ કાળીદાસ સધાણી.
(ગતાંક પૃષ્ઠ ૨૯૭ થી અનુસંધાન.) આટલી સ્પષ્ટતામાં આપણે એ જોયું કે અનેકાંતવાદને ઉપયોગ કરનાર વ્યક્તિ વિકાસમાર્ગની મુસાફિર હવા ઉપરાંત એ વિકાસમાર્ગને સત્યપણે સમજી શકેલી હોવી જોઈએ, આમાં જે વ્યક્તિઓ અમુક વિધિ નિષેધ અને અમુક યંત્રવત્ ધર્મક્રિયાઓમાં જ પ્રગતિ જીવનની પરાકાષ્ટા માને છે, તેમને સ્થાન નથી કારણ કે જીવન અને ધર્મ જુદાં છે. એવી માન્યતાને સાચા અધ્યાત્મક્ષેત્રમાં મુદલે જગ્યા નથી. ધર્મ તે જીવનના એકેએક કૃત્યની, વિચારની અને પળેપળની દિવાદાંડી છે. જ્યારે આવી વ્યક્તિઓ આવી દિવાદાંડી સામે પૂંઠ ફેરવી ક્રિયાઓ અને નિષેધને વળગી રહે છે. એક માણસ એક ચીજ વાપરતે હોય અને બીજે એ ના વાપરતો હોય તે માત્ર એટલાજ ભેદ ખાતર ગમે એટલું અન્ય સત્ય છતાં બંને પરસ્પર “ધર્મભ્રષ્ટ’ ‘મિથ્યાત્વી” શબ્દની માંડણનીતિનો ઉપયોગ કર્યા સિવાય રહી શકતા નથી. આવા ગૌણ મતભેદ કે આચારેને ખાતર પાસે ના ઉભી શકનાર ઉપાસકેને અનેકાંતવાદને શો ઉપ
ગ? તેઓ પોતાના આગ્રહને કેરે રાખી અન્યના હૃદયને–સત્યને કઈ રીતે ન્યાય આપી શકે? વિશાળતામાં રાચનારે અનેકાંતવાદ આવાં સંકુચિત હદમાં પિતાને સમાસ કેમ કરે?
અનેકાંતવાદને ઉપયોગ આમ છે પરસ્પરના દિલને સમજવાને ! ઉપાસકે, ઉપાસકે વચ્ચે જામતા ઝગડા સમાવવાને! ઉપાસક સમાગમમાં આવતા અનેક ઉપાસકેની જુદી જુદી રસમ નિહાળી ઘણા રાખવાને બદલે તેની સાથે શાંતિથી વાત કરે, સામેના માણસને સ્થિતિ અંગે જાણી લે, હેતુ અને વિચારે માપી લે, શક્તિ મર્યાદા પિછાણી લે તો પછી એને રસ પ્રત્યે છોછ ના રહે, ઉલટું નિજ હૃદય વિશાળ બને, જીવન જીવન વચ્ચેના ઝીણુ ભેદ સમજી શકાય, પિતાના માર્ગમાં વધુ પ્રકાશ સાંપડે. અને એટલા નિરીક્ષણ પછી કોઈને કાંઈ કહેવા જેવું લાગે ને તે કહેવામાં આવે તે પરસ્પરને ઉપયોગી થઈ શકે, આવી રીતે અનેકાંતવાદને નહિ સમજનારો-એને ઉપગ નહિ કરનારો ગુરૂ થવાને તે લાયકજ નથી ! ગુરૂ અનેક ઉપાસકેના જીવનને દરક છે. તે જે આ સૂક્ષ્મ ભેદે નહિ સમજતાં બધાઓને એક લાકડીએ હાંકે તે એ એમના જીવનને કરમાવી નાંખે છે. અનેકાંતવાદને રસી ઉપાસકજ આગળ વધતાં ગુરૂ થવાની લાયકાત પ્રાપ્ત કરી શકે.
ઉપાસક, ઉપાસક વચ્ચે તેવી રીતે ધર્મ, ધર્મ વચ્ચે, સંપ્રદાય, સંપ્રદાય