________________
ફ૨૪
જનધર્મ વિકાસ.
વચ્ચેના ટંટાઓ મીટાવવાને અનેકાંતવાદને ઉદેશ છે. ઉપર જે વિવેચન થયું તે લગભગ સરખી જ રીતે ધર્મ, ધર્મ વચ્ચેના સંપ્રદાય, સંપ્રદાય વચ્ચેના ઝગડાઓને લાગુ પડે છે, છતાં આમાં કાંઈ વિશેષ રીતે વિચારવાનું રહે છે તે જોઈએ.
વ્યામોહને એક બાજુ રાખી જોઈ શકીએ તે જુદા જુદા ધર્મ, જુદા જુદા સંપ્રદાય એ પ્રાકૃત પ્રલાપ જ હોઈ શકે, જેને જુદા ધર્મો કહેવામાં આવે છે તે જુદા ધર્મો નથી, પણ જુદા જુદા સ્થિતિ સંગેમાં માનવ પ્રગતિના ગુંચવાઈ ગયેલા પ્રશ્નોના તે તે યુગના યુગ પુરૂષોએ બાહોશીથી કાઢેલા ઉકેલ છે. તે આગળ પાછળ થયેલા ઉકેલોને આપણે સામસામા ઉભા રાખી જુદા જુદા નામ આપી આપણું કલેશ વૃતિના ભોગ બનાવ્યા છે. આપણને તો એ જુદી જુદી પરિસ્થીતિઓમાંથી માર્ગ કાઢવા માનવ કલ્યાણને એક માત્ર ઉદ્દેશથી થયેલા ઉકેલે ચિંતન, મનન માટે વારસા તરીકે મલે છે, કે જેથી આપણે પ્રેરણા મેળવી જીવનમાં અને સમાજમાં ડગલે પગલે ઉઠતા પ્રશ્નોને નિકાલ લાવી શકીએ. સત્ય આ હોવા છતાં અમુક ઉકેલ લાવનારને ઉપાસક હું અને અમુક ઉકેલ લાવનારને ઉપાસક તું આવી ખેંચતાણ શીદને? આપણે સૌ એક જ માનવ ધર્મનાં ઉપાસક છીએ, જુદા જુદા ધર્મનાં ઉપાસક તરીકેનું ઓળખાણ એ સંકુચિત વૃતિનું દર્શન છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર આદિએ અપેલા ઉકેલો સૌને પ્રેરણા મેળવી આગળ વધવા માટેનું અણમોલ વારસો છે. આટલી વિશાળ ભાવનાથી આપણે જ્યારે આગળ વધશું. ત્યારે જ ધર્મને સાચો મર્મ સમજ્યા ગણાઈએ, અને જ્યાં સત્ય હોય ત્યાં પહોંચી જવા હુર્તિ અનુભવવી એજ અનેકાંતવાદની ઉત્કટતા છે. કદાચ આ વિશાળ ભાવના સમાજ સહન ના પણ કરી શકે તે ખેર ! જુદા જુદા નામથી ઓળખાતા પરસ્પરને પીછાણતાં શીખે અને નિંદતાં અટકે તેયે અનેકાંતવાદ કૃતાર્થતા અનુભવશે.
જુદા જુદા નામે ઓળખાઈ સામસામા લડી મરનાર ધમિણોએ આ સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે સમાજમાં જ્યારે અંધાધુંધી પ્રવર્તે છે, સિદ્ધાંતના આઠે વિકૃત અર્થો ઉપજાવી પતનને બચાવ કરવામાં આવે–અધ:પતનના રસ્તે જવાય છે. ત્યારે એજ સમાજમાંથી કેટલાક યુવાને નીકળી પડે છે, કે જેઓ એ અનાચારો સાંખી શક્તા નથી. તેઓની જ શાણિતનું ટીપું ટીપું નવી આપી પ્રગતિમાંથી અટકી પડેલા સમાજને ફરીથી પ્રગતિ પંથ ચડાવતાં ખાતર બની જાય છે. એ ખાતર બની જનારા યુવાનને જે પરિસ્થીતિમાંથી માગ કાઢ પડ હોય છે, તે અનુસાર તેમને ઉકેલ હોય છે. ત્યાગની ઘેલછામાં ગૃહસ્થાશ્રમ રેળા હોય ત્યાં ગૃહસ્થાશ્રમને પ્રાધાન્ય આપવું પડે, ઈશ્વરના નામે જનતા પારકી આશા ઉપર પુરૂષાર્થહિન બનતી હોય ત્યારે ઈશ્વરવાદને આત્મવાદમાં પલટ પડે, અહિંસાને એઠે સમાજ અશક્તિ છુપાવત