________________
૩૨૨
જૈન ધર્મ વિકાસ.
રજનીશીનું પાનું. લેખક-બાપુલાલ કાલિદાસ સધાણી “વીરબાલ” સત્ય આપણે ઉચ્ચારી કે આચરી શકતા નથી એનું કારણ આપણે નિર્બળ છીએ, વધુમાં આપણને સત્ય ઉપર વિશ્વાસ નથી અને વિશ્વાસ નથી એટલે પ્રેમ પણ નથી.
સત્ય આચરતાં માનવી ભિખારી થઈ જાય છે, હડધુત થઈ જાય છે, અને કદાચ મૃત્યુ પણ પામે છે, અને એને આપણે સત્યની હાર દૂર દૂર બેઠા લેખીએ છીએ, પણ આપણને ક્યાં ખબર છે કે મૃત્યુ વગેરે તે સત્યને કરેલી નજીવી ભેટે છે, સત્યને વિજયે જીવન મૃત્યુથી પર છે.
સત્યને વિજય મૃત્યુમાં હોય, સતી શીયળને ખાતર જીભ કચરીને મરે એ સત્યને વિજય મૃત્યુમાંજ છે ને? સત્યને વિજય નળ દમયંતિના વનવાસ રઝળવામાં છે. સત્યને વિજય નરસિંહ મહેતાના હડધુતપણામાં નથી શું? સત્યને વિજય એટલે પુનઃ લેગ વિલાસનાં સાધનની પ્રાપ્તિ જ નહિ. પણ સત્ય આચરનારના હૃદયનું ખડખડાટ હાસ્ય! સત્યની કિંમત પારખી એને પિતાનું કરનારને એની એટલી બધી કિમત છે કે સુખ, પિસા ને માન ભેગ આપ એ એને મન નજીવી બાબત છે. એને મન સત્ય એ સર્વસ્વ છે. અને સુખ, પિસે, માન એ પરિગ્રહ છે, ત્યાગવા લાગ્યા છે. સત્ય એ બધુ તેજાવે છે, એમ કહીએ તે પણ કશું ખોટું નથી જ! આચરણ વખતે સત્યને, ઉપાસક એટલા એક થઈ જાય છે કે એ બધું કેણ કરે છે એમ જુદુ નામ પાડવું એ મુખોઈ ભર્યું લાગે. - સત્યને સીમાડા નથી. એટલું એ વિશાળ છે, છતાં એને એક અપેક્ષાએ મર્યાદા છે. અને તે મર્યાદા સત્યના ઉપાસકના વ્યક્તિગત વિકાસને અનુલક્ષીનેજ છે. સત્ય ગમે એટલું વિશાળ છતાં એના ઉપાસકને પોતાના વિકાસકમ પ્રમાણે એની મર્યાદા બાંધવી પડે છે. જાણે અજાણે બંધાઈ જાય છે. એટલું ખરું કે સત્યને સાચો ઉપાસક એ મર્યાદાઓને સાધન માની જરૂરિયાતે ઉભાં કરેલાં
ડાં માની એને નાશ કરવામાં, પિતાને માટે અસત્ય લેખવામાં પાપ માનતે નથી. અને આગળને આગળ દોડયે જાય છે, તેમજ નવી નવી મર્યાદાઓ બાંધતે, તડતે વિશાળ વિકાસને સાધી વિશાળ સત્યમાં સમાઈ જાય છે. સત્યના ઉપાસકને આજનું સેવવા ગ્ય, આવતી કાલે ત્યાગવા ગ્ય, આજનું અવ્યવહાર આવતી કાલે આચરવા યોગ્ય આમ એના આચરણમાં, મંથનમાં સદા કાળ ચાલ્યા કરે!