________________
મનસાગરનાં મજા.
એનાયત કરે છે. આથી જ “બેલે એનાં બાર વેચાય અને ન બોલે એની કેરીયે ન વેચાય”ની કહેવત અત્રે લાગુ પડે છે. પણ ખરી રીતે તે માટે વર્ગ ખુટલાઈથી જ ખુટે છે. અને વળી એને બચાવ કરે છે. એટલે એ ખરેખર ખુટલ, લુચ્ચે અને દાંભિક છે. ત્યારે નાને વર્ગ ઘણેભાગે પિતાની કંગાલીયતથી જ ખુટે છે. અને ઢાંકપીછોડો કરતું નથી. એટલે તે ખરેખર નિર્દોષ અને માણસાઈ ભર્યો છે. પણ તે કેટલીકવાર ઘણે અન્યાય ગુલામી માનસને લીધે જ સહન કરે છે, એટલે તેને ગુલામ કહેવું પડે છે. છતાંય તે લુચ્ચાઈ અને દાંભિકતાથી બહેતર સારૂ છે. .
વ્યવહાર સાચવે એ ઘણી મુશ્કેલ બાબતોમાંની એક છે. કેટલીકવાર તેનું કેકડું એવું ગુંચવાઈ જાય છે કે તેને ઉકેલવાને ભલાભલા મુસદ્દી થાપ ખાઈ બેસે છે. અને “તું ન સમજે” એવા શબ્દો તેને સાંભળવા પડે છે.
વ્યવહાર સાચવવામાં કેટલીકવાર છડેચેક પ્રમાણિકતા, નીતિને સત્યને ભંગ કરે પડે છે. કેટલીકવાર દેખીતું નુકશાન વેઠી લેવું પડે છે.
વ્યવહાર સાચવવા ઈચ્છનારે જીભ ઉપર ખાસ કાબુ મેળવો જ જોઈએ, જીભથી અવિચાર્યો બોલાઈ ગયેલે એકાદ શબ્દ જ કલેશની હેળી સળગાવી મુકે છે. એક બીજાને ખાવાપીવાને ઠીક પણ બેલવાનેય સંબંધ રહેતું નથી. ભલે કઈ પ્રમાણિકતા, નીતિ સાચવીને જ વ્યવહાર સાચવવાની ટેકવાળો હોય તે પણ તેણે કદી પિતાનું મનધાર્યું કરવા છતાં જીભમાં કડવાસ ન આવવા દેવી. મધુરભાષીજ વ્યવહાર સાચવવામાં સફળ નીવડે છે. પ્રમાણિક અને સત્યવાદી વ્યવહાર સાચવી શકશે, પણ વગર વિચાર્યું બોલનાર વ્યવહારમાં ઝેર ભેળવશે. આપણા કૃત્ય–પગલા કરતાં આપણે બેલ વ્યવહારમાં વધુ કડવાસ ઉભી કરે છે, અને એ બોલ કરતાંયે વધુ ઝેર ઉત્પન્ન કરે છે કાગળ ઉપર લખેલા શબ્દ, માટે વ્યવહાર સાચવવા ઈચ્છનારે કદી પણ કાગળ ઉપર રણક્ષેત્ર ન માંડવું. બેલાતા શબ્દની અસર કરવામાં મુખચેષ્ટા અગત્યનો ભાગ ભજવે છે. પણ કાંઈ ભાવ ન બતાવી શકતા કાગળ ઉપરના શબ્દો વધુ અસર કરે છે. માટે કાગળ ઉપર શબ્દ ઉતારતાં ખાસ વિચાર કરવો.
વ્યવહારમાં વધુ તાણવાથી તુટી જાય છે. એ સમજી લેવું–અરે એક બીજાની ગોળીનાં પાણી હરામ થાય છે. અને એને બદલો બનેને ખાસ કરીને તાણનારને ભેગવવો પડે છે. સત્તાને મદ કેટલીકવાર વ્યવહારને ભુલી જાય છે. તે તેને એટલે સત્તાશાલીને પણ વ્યવહારમાં તેનું પરિણામ બરાબર જોગવવું પડે છે. લીંબડીના નગરશેઠે વ્યવહારની અવગણના સત્તા મદમાં કરી તે તેના ઘરની ઉતરી કન્યા તેના નગરમાં જ ઘેલાશાના મેરૂભા સાથે પરણ, અને બીજીવાર ઘણું તાણવાથી ઘેલાશાએ તેની લીંબડીમાંથી જ જાન જોડી અને ભરબજારમાં ગોખ મુકાવી તે કન્યાને દાતણ કરવા બેસાડતે. [અપૂર્ણ