________________
૩૧૨:
કોનધર્મ વિકાસ,
ઉત્તર–૧. સૂત્ર-૨. નિતિ –૩. ભાષ્ય-૪. ચણિ-૫. ટીકા-આ રીતે સુત્રાદિ પાંચે અંગે પંચાંગી શબ્દથી જણાવ્યા છે.
૧૦. પ્રશ્ન–સૂત્રાદિ પાંચેનું સ્વરૂપ શું સમજવું?
ઉત્તર–૧–સૂત્ર સ્યાદ્વાદશિલીએ થેડા અક્ષરોમાં ઘણો અર્થ જણાવે, તે સૂત્ર કહેવાય. કહ્યું છે કે “બક્ષે જૂગતીતિ ” તેના-ઉત્સર્ગાદિ પ્રકારે શાસ્ત્રોમાં જણાવ્યા છે. ૨. નિર્યુક્તિ-અર્થ સંકલનાની અપેક્ષાએ કયુપદ ક્યાપદની સાથે સંબંધ ધરાવે છે, આ જણાવવાનું કામ નિર્યુક્તિ કરે છે. એટલે નિયુક્તિ સૂત્રને અર્થની સાથે સંબંધ જોડી આપે છે. તે જણાવે છે કે-આ સૂત્રને આ અર્થની સાથે સંબંધ છે. (૧) શ્રી દશવૈકાલિક ૨. ઉત્તરાધ્યયન. ૩. દશાશ્રુત સ્કંધ ૪. બૃહત્કલ્પ. પ. વ્યવહાર સૂત્ર. ૬. આવશ્યકસૂત્ર ૭. સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર ૮. આચારાંગ સૂત્ર. ૯. સૂત્રકૃતાંગ સૂત્ર. ૧૦. કષિભાષિત સૂત્ર, આ દશ સૂત્રોની ઉપર ચૌદ પૂર્વેના જ્ઞાનને ધારણ કરનાર શ્રી ભદ્રબાહ સ્વામિ મહારાજે નિકિતઓ રચી છે. તથા તેમણે મૂલ સૂત્ર બે બનાવ્યા છે. ૧. કલ્પસૂત્ર. ૨. વ્યવહારસૂત્ર. નિર્યુક્તિની રચના કરવાને અધિકાર ચૌદ પૂર્વધરેને જ હોય છે. તે ગાથાબદ્ધ હોય છે. ૩. ભાગ્ય-નિર્યુક્તિનું સ્પષ્ટીકરણ ભાષ્યમાં હોય છે. એટલે ભાષ્ય-નિયક્તિના અર્થને કંઈક સમજાવે છે. જેમ કે-નિશીથ ભાષ્યબહત્કલ્પ ભાષ્ય-વ્યવહાર ભાષ્ય-પંચકલ્પ ભાષ્ય-વિગેરે તેના રચનારા આચાર્ય ભગવંતે મહા જ્ઞાની હોય છે. ભાષ્ય-પ્રાકૃત ગાથાબદ્ધ હોય છે. અપવાદ તરીકે તત્વાર્થ ભાષ્ય-ગદ્ય સંસ્કૃતમાં પણ છે કમિતે સૂત્રનું નામ સામાયિક સૂત્ર છે. તે છ (૬) આવશ્યકને ભેદ હેવાથી વિશેષાવશ્યક કહેવાય છે. તેની ઉપર શ્રી જિનભદ્ર ગણિ ક્ષમા શ્રમણે ભાષ્યની રચના કરી છે.
૪. ચૂણિ–ભાષ્યની બીનાને કંઈક વિસ્તારથી સમજાવનાર ચૂર્ણિ ગ્રંથછે. આવશ્યક-નંદી–અનુયોગ દ્વાર–ઉત્તરાધ્યયન-ભગવતી-દશવૈકાલિક-જતકલ્પ વગેરે સૂત્રોની ચણિ મળી શકે છે–તે ચૂર્ણિએના રચનાર પ્રાયે કરીને જિનદાસ ગણિ મહતર વિગેરે પૂર્વાચાર્ય ભગવંત છે. ચૂણિમાં-પ્રાકૃત ભાષાની અધિકતા હોય છે. આ ગદ્ય રચનામાં કઈ કઈ સ્થલે સંસ્કૃત ભાષાને પણ પ્રયોગ થયેલે જણાય છે.
પ. ટીકા–ટીકા ગ્રંથ નિર્યુક્તિ આદિને સંપૂર્ણ વિસ્તારથી સમજાવે છે.
પ્રભુદેવ શ્રી તીર્થકર ભગવંતના મુખ્ય શિષ્ય-ગણધર મહારાજા-પિતે અર્થ સ્વરૂપ મેળવેલી ત્રિપદીને વિસ્તારથી સમજાવવાનું સૂત્રની રચના કરે છે. એટલે બાર અંગ સૂત્રની રચના કરે છે. જેવી રીતે તીર્થકર દેવ–કેવલ જ્ઞાન પામે, ત્યારે પિતાને કલ્પ જાણીને પ્રથમ દેશના આપે છે, તેવી રીતે દરેક ગણધર મહારાજા–પિતાને કલ્પ(આચાર) સમજીને સૂત્રની રચના કરે છે. તેનું યથાર્થ રહસ્ય સમજવાને માટે વિધિપૂર્વક નિર્યુક્તિ વગેરેને અભ્યાસ કરે જોઈએ.
(અપૂર્ણ)