________________
સંસાર સીતાર. સંસાર ચીતાર અને મુક્તિનાં સુખ
પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરના પ્રશિષ્ય. લેખક-મુનિશ્રી શામવિજયજી. ખંભાત.
( પુ. ૨ અંક ૨ ના પૃષ્ઠ પ૧ થી અનુસંધાન. ) સપ્ત નયને ચાર નિક્ષેપા, સપ્તભંગી દ્વિવિધ પ્રમાણ. ભાવથી વ્યંજન મધુર રસથી, તૃપ્તિ પામે કેવળનાણ. ગુણસ્થાને મુખ વાસે સારા, દ્રવ્ય ભાવ અન્નપાક જ સાથ. ગુણ શ્રેણી પાને ચાવતા, મુક્તિ સુંદરીને પકડે હાથ. (૧૫) મિથ્યાત્વ જવરથી સુંદર ભેજન, જીન્હા અમીરસ ન ધરે અગ. સ્વાદ અનુભવ ન લહે આતમ, કર્મવશથી ચિતડા વ્યગ્ર. મૃગ કસ્તુરિયા નાભિ સ્થાને, કસ્તુરીને વૃદ અનુપ. હુંઢત ઢંઢત પર્વત ખીણ, મુરખ ન લહે સત્ય સ્વરૂપ. (૧૬) એક દિને કર્મ પરિણામી રાજા, જાએ સાર્વભોમ મંદિર. શાસન સમ્રાટ શાસન ધારી, ધર્મ મહારાજા મહા વડવીર. સુણે મહારાજા કરૂં નિવેદન, જગમાં આશ્ચર્યોની વાત. ખોટાં સુખો ભ્રમ ભ્રાંતિથી, માને છે તે દિન ને રાત. (૧૭) સુંદર ખાનપાન વળી આખ્યા, આપ્યા તબેલ મન ધરી ખંત. આવાસ શય્યા નાટક ના, સુખને દુઃખજ ગણે છે સંત. કાચ કામળા રેગી લેકે, દેખે વેતને પીળે વર્ણ. મન ક્રાંતિથી ભ્રમણા પ્રગટે, સુણે સજીને એકજ કર્ણ. સાંભળી અરજી ઉરમાં ધરતા, આજ્ઞા કરે છે. ધર્મ ભૂપાળ. સાંભળે મંડલિક રાજા પ્રેમ, વાત તણે તમે કરજો ખ્યાલ. અલ્પ પણ તમે તાત્વિક ભેજન, આપો પકડી મુખ મોઝાર. સ્વાદ જ લેતાં લહેજત પામે, માગશે ભેજન હર્ષ અપાર. (૧) ધર્મ રાયની આણું માની, સર્વ પ્રપંચે કરે છે ભૂપ. બ્રાંતિજાતાં સાચા સુખડા, પાંચે લે છે ભાવ અનૂપ. મિથ્યાત્વ જવર દેશવટાને, પામ્યા ભયથી દૂર જાય. અન્ન અરૂચી જાય ત્વરાથી, રૂચી પ્રગટે સત્ય સ્વરૂપ. (૨૦) યથા પ્રવૃત્તિકરણે, ભોજન આપ્યું, પ્રથમ જ વધતે ભાવ. અપૂર્વકરણ, અનિવૃત્તિકરણે, ભેજન આપ્યા પામી પ્રસ્તાવ