________________
પ્રશ્નોત્તર કપલેતા.
૩૧૧
મિયા માત્ર કાતર જ
શ્રી જૈનાગમ પ્રશ્નમાલા યાને પ્રોત્તર કલ્પલતા
લેખક-આચાર્યશ્રી વિજયપઘસૂરિજી.
(ગતાંક પૃષ્ઠ ૨૬૩ થી અનુસંધાન) ૭. પ્રશ્ન-આગમ એટલે શું?
ઉત્તર–જેનાથી પદાર્થ તત્વ સ્યાદ્વાદશૈલી પ્રમાણે જાણી શકાય, તે આગમ કહેવાય. કહ્યું છે કે “ભારે રિઝિયરે વડુતરા ને વાવામ” જેનાગમ શિવાયના આગમો એકાંત માર્ગની પ્રરૂપણ કરે છે, તેથી તે અપ્રમાણ છે. શ્રી જનાગમના (૧) આત્માગમ (૨) અનંતરાગમ. (૩) પરંપરા ગમ. આ મુખ્ય ત્રણ ભેદ છે. તે ત્રણે ભેદે અર્થ પ્રરૂપણામાં અને સૂત્ર વાચનામાં આ પ્રમાણે ઘટાવવા-(૧) અર્થની અપેક્ષાએ શ્રી તીર્થંકર દેવને આત્માગમ હોય. કારણકે પ્રભુદેવ પિતે કેવલજ્ઞાન પામીને અર્થની દેશના આપે છે. અને (૨) શ્રી ગૌતમાદિ ગણધર દેવેને અનંતરાગમ કહેવાય. કારણકે શ્રી તીર્થંકરદેવની પાસેથી વ્યવધાન રહિતપણે તેમણે ત્રિપદીને અર્થ ગ્રહણ કર્યો છે. (૩) પ્રભુ શ્રી મહાવીર દેવથી ત્રીજી પાટે થયેલા શ્રી અંબૂ સ્વામિ વિગેરેને પરંપરાગમ કહેવાય. કારણકે પ્રભુ શ્રી મહાવીરદેવની અને શ્રી જંબૂસ્વામીની વચમાં ગણધરોએ અર્થને ગ્રહણ કર્યો છે. આ રીતે આગમના ત્રણ ભેદે અર્થ દેશનામાં ઘટાવ્યા છે. હવે સૂત્રની અપેક્ષાએ ત્રણ ભેદ આ પ્રમાણે ઘટાવવા. ૧. ગણધરે બીજ બુદ્ધિના પ્રતાપે પોતે જ સૂત્રની રચના કરે છે, તેથી તેમને આત્માગમ કહેવાય. ૨. શ્રી ગણધરના જંબુસ્વામી વિગેરે શિષ્યોને અનંતરાગમ અને પ્રશિષ્યાદિને પરંપરાગમ કહેવાય. વિશેષ બીના શ્રી અનુગદ્વાર સૂત્ર તથા દેશનાચિંતામણિ અને શ્રી સિદ્ધચક્ર તેત્ર સદોહાદિમાં જણાવેલ છે.
૮. પ્રશ્ન–શ્રી જૈનાગમના પર્યાય વાચક શબ્દ કયા કયા સમજવા? - ઉત્તર–વ્યવહારમાં જેમ-ઇંદ્રપદના-શક્ર-હરિ–શચીપતિ વગેરે શબ્દો પર્યાય વાચક છે. એટલે એક અર્થને જણાવે છે, તેવી રીતે શ્રી જૈનાગમના નિર્ગથ પ્રવચન-જિનશાસન-જૈન શાસ્ત્ર-જિનપ્રવચન-જિનશ્રુત-અનેકાંતાગમસ્યાદ્વાદાગમ-અનેકાંતકૃત–સ્યાદ્વાદશ્રુત-અનેકાંતશાસ્ત્ર-સ્યાદ્વાદશાસ્ત્ર વગેરે એક સરખા અર્થને જણાવનારા પર્યાયવાચક શબ્દો છે. સૂત્રનું વ્યાખ્યાન કરવાની પદ્ધતિમાં જેવી રીતે તત્વ (દરેક પદાર્થનું સ્વરૂપ) અને ભેદ (પદાર્થના પ્રકાર) ને ગણ્યા છે, તેવી રીતે પર્યાયવાચક શબ્દને પણ ગણ્યા છે. આ મુદ્દાથી પર્યાય શબ્દોને પણ જરૂર જાણવા જોઈએ.
૯ પ્રશ્ન–સૂત્રની પંચાંગીના પાંચ અંગે ક્યા ક્યા સમજવા?