SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ' જેને ધર્મ વિકાસ પ્રમાણ સમવસરણની ભૂમિમાં સાધુઓ કેવી રીતે બેસી શકે? તેમજ જવા આવવાની ક્રિયા પણ કેમ કરી શકે? કારણ તેઓ નિમલ દયાને પાલતા હોવાથી છ છવ નિકામાંના કેઈ પણ જીવને હણવાને સંકલ્પ પણ કરતા નથી. અને આવવું, બેસવું, તથા જવું વિગેરે ક્રિયા કરવાથી તે ફલેના ને જરૂર પીડા વગેરે થાય. ઉત્તર-ઉપર જણાવેલા પ્રશ્નને કેટલાએક ઠંદ્રક મતને અનુસરનારા લકે એ જવાબ આપે છે કે તે ફૂલે દેએ વિકવેલા હોવાથી સચિત્ત હોતા નથી એટલે અચિત્ત હોય છે. માટે સાધુઓને ગમનાદિ કરતા જીવેને વિઘાત કેવી રીતે લાગુ પડે ?” પરંતુ એ જવાબ વ્યાજબી હોય એમ સંભવતું નથી, કારણકે જમીન ઉપર પાથરેલા બધા ફલો દેએ વિફર્વેલા એટલે વૈક્રિય શક્તિથી બનાવેલા જ છે. એમ ન કહી શકાય અને જે તેમજ હેય તે આગમના વચનને બાધ આવે છે. આગમ એટલે અરિહંતનું પ્રવચન એમ કહે છે કે દેવે જલમાં ઉપજેલા ફની અને સ્થલમાં ઉપજેલા ફૂલની પણ વૃષ્ટિ કરે છે. જુઓ તે પાઠ આ પ્રમાણે छ. बिटट्ठाईवि सुरभि, जलथलयं दिव्व कुसुम नीहारिं ॥ पकिरति समंतेण, જાદવજી હુકુમારૂં શા ભાવાર્થ-દેવો-સમવસરણમાં-સર્વપ્રદેશમાં નીચા ડિટીયાવાળાં-સુગંધવાળાં અને જલ તથા સ્થલમાં નીપજેલા એવા પંચવણી” મનહર પુપની અને દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરે છે. આ બાબતમાં કેટલાએક એવી કલ્પના કરે છે કે- જે સ્થલે સાધુઓ બેસે છે, તે સ્થલે દે ફેલેની વૃષ્ટિ કરતા નથી.” પણ આ કલ્પના વ્યાજબી નથી. કારણકે-સાધુઓ જે જગ્યાએ બેઠા હોય, ત્યાં જ કાષ્ટની માફક તેઓએ સ્થિર બેસી જ રહેવું જોઈએ, એ કાંઈ નિયમ નથી. પરંતુ કારણ પડયે તેઓનું જવું આવવું પણ સંભવે છે. માટે આ બાબતમાં આવશ્યક નિર્યક્તિની મલયગિરિજીની બનાવેલી ટીકા કે જેમાં આ પ્રસ્તુત બાબતને ચૂણિનો પાઠ આપી સ્પષ્ટ કરેલ છે. તે ટીકામાં દશાવેલ સર્વ ગીતાર્થોને માન્ય ઉત્તર એ છે કે જેમ મહા મહિમાશાલિ અરિહંત પ્રભુના જ અતિશય, પુણ્યના પસાયથી જ એક જન જેટલી સમવસરણની ભૂમિમાં પણ અપરિમિત (ન ગણી શકાય એટલા) ચારે નિકાયના દે, મનુષ્ય અને તિર્યંને પરસ્પર સંકડાશ છતાં પણ કેઈ પણ જાતની ઈજા થતી નથી, તેવી જ રીતે ઉપર જણાવેલા કારણથી ઢીંચણ પ્રમાણ પથરાયેલા ની ઉપર અનેક જી ચાલે છે, બેસે છે છતાં પણ ફૂલોના જીવને કાંઈ પણ ઈજા થતી નથી. પરંતુ જાણે અમૃત રસથી સિંચાયા (છંટાયા) ન હોય, તેમ તે કલો અત્યંત પ્રકૃલિત દેખાય છે. અહીં કેટલાએક કહે છે કે-સમવરણમાં કોઈ સ્થલે જાલિબંધ હોય છે. અને કેટલાએક કહે છે કે-ક્યારારૂપે ફલે પાથરે છે. પણ સિદ્ધાન્તોમાં કોઈ પણ ઠેકાણે એ ઉલ્લેખ નહિ હેવાથી વ્યાજબી
SR No.522522
Book TitleJain Dharm Vikas Book 02 Ank 10
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy