________________
સિદ્ધચક્રની તાત્વિક ભાવના
૨૯.
વાણી અમૃત અને ગાળ વિગેરે સુખકારિ પદાર્થો કરતાં પણ વધારે સુખને ઉપજાવનારી હોય છે ૨૦ અપર મર્મવેધીપણું–પ્રભુજીની વાણી બીજાના મર્મને (ગુપ્ત વાતને, રહસ્યને) નહિ પ્રકટ કરનારી હોય છે ૨૧ અર્થ અને ધર્મથી સહિતપણું પ્રભુની વાણી વસ્તુના અર્થ અને ધર્મને અનુસરતી હોય છે. ૨૨ ઉદારપણું-પ્રભુની વાણું ઉત્તમ અર્થને કહેનારી, અથવા શબ્દની ઉત્તમ રચનાથી મનોહર હોય છે. ૨૩ પરનિંદા અને આ કર્ષથી રહિતપણું–પ્રભુની વાણું એવી છે કે જેમાં બીજાની નિંદા અને પિતાના વખાણ આવતાં નથી ૨૪ ગ્લાઘાને પામવાપણું–જે જે જે પ્રભુની વાણી સાંભળે છે, તે તે સર્વે જીવે પ્રભુજીની વાણીને વખાણે છે. કારણકે ઉપર જણાવેલા તમામ ગુણો તેમાં રહેલા છે. ૨૫ દેષ રહિતપણું પ્રભુની વાણું એવી છે કે જેમાં કારક કાલ વચન વિગેરેના ફેરફાર થવા રૂપ વચનના દે બીલકુલ હતાં નથી ર૬ અછિન્ન કૌતૂહલને ઉપજાવવાપણું–વાણુને સાંભળનારા તમામ જીવો આશ્ચર્ય પામી પ્રભુજીની પ્રશંસા કરે છે. ૨૭ અદ્ભતપણું–પ્રભુજી ઘણું ઉતાવળથી અર્થને સમજાવતા નથી ૨૮ વિલમ્બ રહિતપણું–બહુ ધીમે પણ અર્થને સમજાવતા નથી એટલે ઘણી ઉતાવળ અને ધીમાશ વિના શ્રોતાઓને બંધ થાય તેવી રીતે અર્થને સમજાવે છે. ૨૯ વિભ્રમ વિગેરેથી રહિતપણું–પ્રભુજી ભાંતિ ભય ક્રોધ વિગેરે મનના તેનો ત્યાગ કરીને અથવા બીજાના તે દે દૂર થાય તેવી રીતે અર્થને સમજાવે છે. ૩૦ વિચિત્રપણું–પ્રભુજીની વાણી પદાર્થોના વિવિધ
સ્વરૂપને સમજાવનારી અથવા અનેક જાતિના છાને (દેવાદિને) બંધ પમાડનારી છે. ૩૧ અહિત વિશેષપણું–ગણુધરાદિની વાણું કરતાં પ્રભુજીની વાણી અલૌકિક અને ઘણીજ ઉત્તમ છે ૩૨ સાકારપણું-પ્રભુની વાણી એવી હોય છે. કે જેમાં ગોઠવાયેલા પદે તથા વાકયો જુદા જુદા સ્પષ્ટ અર્થને સમજાવનારા હોય છે. ૩૩ સત્વ પરિગૃહીતપણું–પ્રભુજીની વાણી શ્રોતાઓની કાયરતાને નાશ કરનારી હોય છે. એટલે કર્મ શત્રુને હણવા શૂરવીર બનાવે છે ૩૪ પરિશ્રમ રહિતપણું—અખ્ખલિત ધારા બદ્ધ ઘણા ટાઈમ સુધી દેશના આપવા છતાં પણ પ્રભુને લગાર પણ થાક લાગતું નથી ૩પ વ્યવછંદ રહિતપણું–કહેવાનું શરૂ કરેલું પદાર્થ સ્વરૂપ પૂરું થાય ત્યાં સુધી અવિચ્છિન્ન ધારાએ પ્રભુજી સમજાવે છે. એ પ્રમાણે સત્ય વચનના પાંત્રીશ ગુણે સમવાયાંગ સૂત્રને અનુસારે જણાવ્યા અહીં બીજા અતિશયનું સ્વરૂપ પૂરું થાય છે ૩ અરિહંત પ્રભુના મસ્તકની પાછળ બાર સૂર્યના બિબાની જેટલી કાંતિ હોય, તેના કરતાં પણ અધિક દે દીપ્યમાન અને મનુષ્યને સુંદર લાગે તેવું ભામંડલ એટલે કાંતિના સમૂહને ઉદ્યોત (પ્રકાશ) પ્રસરેલો હોય છે. શ્રી વર્ધમાન દેશનામાં આ બાબત સ્પષ્ટ કહ્યું છે કે ભગવંતનું રૂપ જેનારા ભવ્ય અને પ્રભુદેવનું અતિશય તેજસ્વીપણું હોવાથી