SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ રહ જન ધર્મ વિકાસ, સામું જોવું અત્યન્ત દુર્લભ થઈ પડે છે. તેમ ન થવા માટે તે સર્વ તેજને એકત્ર પિંડ થઈને ભામંડલરૂપે ભગવંતના મસ્તકની પાછળ રહે છે, કે જેથી પ્રભુનું દર્શન કરનારાઓ આનન્દથી પ્રભુને દેખી શકે છે. એટલે તે ન હોય તે પ્રભુજીની સામું જોઈ શકાય નહિ ૪ ભાવ દયાના અપૂર્વ ભંડાર એવા શ્રી અરિહંત મહારાજા જે જે સ્થળે વિહાર કરે, તે તે સ્થળે ૧૨૫ પેજન એટલે પાંચસે ગાઉ સુધીમાં ફેલાયેલામાં તાવ વિગેરે રોગ નાશ પામે, અને નવા રે ન ઉપજે. તેમાં ૧૨૫ જેને આ પ્રમાણે સમજવા. પૂર્વ દિશામાં ૨૫ પેજને સુધી રેગાદિ નાશ પામે. એમ ચારે દિશાના મલી ૧૦૦ અને ઉચે ૧રા સાડાબાર યેજને સુધી રેગો નાશ પામે. એ પ્રમાણે નીચે પણ તેટલા જ સુધીમાં રેગાદિને અભાવ સમજો. ૫ શ્રી અરિહંત પ્રભુના પસાયથી ઉપર જણાવેલા પાંચસો ગાઉ સુધીમાં રહેલા ર છે પણ પૂર્વભવનું વેર, અને વર્તમાન ભવનું વેર એ બંને પ્રકારનું વેર ભૂલી જઈને શાંત ચિતે અરિહંત પ્રભુની દેશના સાંભળે છે. ૬ ઉપર જણાવેલા તેટલાજ જન સુધીમાં સાત પ્રકારના ઉપદ્રવરૂપ ઇતીઓ, તથા ધાન્ય વિગેરેને બગાડી નાંખનાર તીડે સૂડા ઉંદર વિગેરે ઉપજતા નથી છ તેટલાજ જન સુધીમાં મારી મરકીને ઉપદ્રવ, તથા દુષ્ટ દેવાદિકે કરેલે પણ ઉપદ્રવ અને અકાલે મરણ, આ ત્રણ વાનાં હતાં નથી. ૮ તેટલી જ ભૂમિમાં અતિવૃષ્ટિ પણ ન હોય અતિ વૃષ્ટિ એટલે ધાન્યને કહી નાંખનાર જે નિરન્તર વરસાદ પડે, તે અતિવૃષ્ટિ કહેવાય. ૯ તેટલાજ ક્ષેત્રમાં અનાવૃષ્ટિ પણ ન હોય. પ્રશ્ન-અનાવૃષ્ટિ કેને કહીએ? ઉત્તર-સર્વથા વરસાદ ન પડે, કે જેથી ધાન્યાદિકની નીપજ ન થાય એનું નામ અનાવૃષ્ટિ કહેવાય. ૧૦ પ્રભુજીના પસાયથી તેટલાજ ક્ષેત્રમાં દુકાળ પણું પડતું નથી. ૧૧ સ્વચક અને પરચકને પણ ભય બીલકુલ હાત નથી. સ્વચક્ર ભય એટલે પિતાના રાજ્યના લશ્કરને ભય જેમકે તેફાન વિગેરે થાય. અને પરચક ભય એટલે બીજા રાજ્યની સાથે યુદ્ધ લડાઈ વિગેરેને ભય એ પ્રમાણે ઘાતિ કર્મના ક્ષયથી થયેલા ૧૧ અતિશનું સ્વરૂપ જણાવી હવે દેવએ કરેલા ૧૯ અતિસાનું સ્વરૂપ જણાવવામાં આવે છે ? અરિહંત પ્રભુ જે સ્થળે વિહાર કરે, ત્યાં આકાશમાં દેદીપ્યમાન ધમને પ્રકાશ કરનાર ધમચક આગળ ચાલે છે. ૨ આકાશમાં સફેદ ચામરે ચાલે છે. (દેવે ચામર વીંઝે છે એમ પણ અન્યત્ર કહ્યું છે) આ ચામરે તેજસ્વી રત્નજડિત સેનાની દાંડીવાલા હોય છે. અને દરેક દિશામાં પ્રભુની બંને બાજુ એકેક, એમ ચાર દિશામાં થઈને ચાર જેડી હોય છે. કેઈની પ્રેરણા વિના જ બંને બાજુ ચાલે અને પ્રભુને વિષે રૂ વિહારના ટાઈમમાં પાદપીઠ સહિત રત્નજડિત સેનાનું સિંહાસન આકાશમાં ચાલે આની રચના સિંહના આકારે હેવાથી સિંહાસન કહેવાય છે. તે
SR No.522520
Book TitleJain Dharm Vikas Book 02 Ank 08 09
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages52
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy