________________
જૈનધર્મ વિકાસ
શ્રીસિદ્ધચક્રની તાત્વિક ભાવના.
લેખક. જૈનાચાર્ય શ્રી વિજયપધરિ.
(ગતાંક પૃષ્ઠ ૨૧૧ થી અનુસંધાન) જે અતિશય વાળી વાણીથી પ્રભુજી અનેક જીવોને બેધ પમાડે છે તે વાણીના પાંત્રીશ ગુણે આ પ્રમાણે જાણવા ૧ સંસ્કાર–પ્રભુજી જે ભાષામાં દેશના આપે છે, તેમાં સર્વ ભાષાઓના સંપૂર્ણ લક્ષણે ઘટી શકે છે જે ઉદાત્તપણું-પ્રભુજી ઉંચે સ્વરે દેશના આપે છે. નહિ તે સમવસરણમાં બેઠેલા સર્વ જી કેવી રીતે સાંભળી શકે? ૩ ગંભીર શબ્દ-પ્રભુની વાણી મેઘના જેવી ગંભીર હોય છે. ૪ ઉપચારે પેતપણું–પ્રભુની વાણી ગામડીયાની ભાષા જેવી ન હોય. ૫ અનુનાદિપણું પ્રભુની વાણી પડછદા સહિત છે. ૬ દક્ષિણપણું–પ્રભુવાણી સરલ હેય છે ૭ ઉપનીત રાગપણું–પ્રભુની વાણી માલકેશ વિગેરે રાગ સહિત હોય છે અથવા સર્વે શ્રોતાઓ એમ માને છે કે આ ભગવાન મને ઉદ્દેશીનેજ ઉપદેશ આપે છે શબ્દને અનુસરતા આ સાત ગુણો બતાવ્યા હવે અર્થની અપેક્ષાએ બાકીના ૨૮ ગુણો છે તે આ પ્રમાણે ૮ મહાર્થપણું–પ્રભુજી સમર્થવાદી પણ જેમાંથી દૂષણ ન કાઢી શકે એવા મજબૂત અર્થને કહે છે ૯ અવ્યાહત પૂર્વપરપણું–-પ્રભુજી આજુબાજુના વાકયની સાથે વિરોધ ન આવે તેવી રીતે અર્થ સમજાવે છે ૧૦ શિષ્ટપણું-સર્વે શ્રોતાઓ એમ સમજે છે કે આ અપૂર્વ અર્થ શિષ્ટ પુરૂષ શિવાય બીજો પુરૂષ સમજાવી શકે જ નહિ. ૧૧ સંદેહ રહિતપણું-પ્રભુજી એ સ્પષ્ટ અર્થ સમજાવે છે કે જેથી શ્રોતાઓને તે ચાલુ વાત સંબંધી કાંઈ પણ પૂછવાનું બાકી રહેજ નહિ ૧૨ બીજાના ઉત્તરને દૂર કરવુંપ્રભુજી અર્થની વ્યાખ્યા એવી સ્પષ્ટ કરે છે કે, જે સુણીને પ્રખરવાદી પણ દૂષણ તે કયાંથીજ કાઢે, પણ આનન્દથી મસ્તકને ધુણાવે છે. ૧૩ હૃદયગ્રાહિમણુંપ્રભુજીની વાણી શ્રોતાઓના મનને આનન્દ ઉપજાવે છે. તેના સાંભળનારા સૂક્ષ્મ પદાર્થોના પણ સ્વરૂપને હર્ષથી સમજી શકે છે. ૧૪ દેશ કાલને અનુસરવાપણુંપ્રભુજીની વાણી દેશ તથા કાલને અનુસરતી હોય છે ૧૫ તત્ત્વને અનુસરવાપણું-પ્રભુની વાણી ચાલતી વાતને અનુસરતી હોય છે. ૧૬ અપ્રકીર્ણ પ્રસુતપણું–પ્રભુજી વાણી ચાલુ વાતના સંબંધને અનુસરતી અને અગ્ય વિસ્તાર વિનાની એટલે ઉચિત પ્રમાણુવાલી હોય છે ૧૭ અન્ય પ્રગૃહીતપણું–પ્રભુજીની વાણી આજુબાજુના પદની સાથે અને વાક્યોની સાથે સંબંધ રાખનારી હોય છે. ૧૮ અભિજાતપણું-પ્રભુજીની વાણી જે અર્થ જેવી રીતે જણાવવું જોઈએ તે અર્થને તેવી રીતે જણાવનારી હોય છે. ૧૯ અતિ સ્નિગ્ધ મધુરપણું-પ્રભુની