________________
૩૦૦
જૈન ધર્મ વિકાસ
આસરે ત્રણ ઉપરાંતની રકમ થઈ ગયેલ છે. હજુ રકમ વધશે અને પ્રાય શ્રાવણ સુદ ૩ થી અષ્ટાદ્વીકા મહોત્સવને પ્રારંભ થશે.
માત-પૂજ્ય તપેનિધિ મુનિશ્રી વિવેકવિજયજી મહારાજ તથા આચાર્ય શ્રીવિજયઉમંગસૂરિજીના શુભ હસ્તે મુનિશ્રી ચિદાનંદવિજયજી અને મુનિશ્રી હેમવિજયજીને સં. ૧૯૮ ના અષાઢ સુદિ ૧૦ ગુરૂવારના બ્રાહતદીક્ષા આપી બને મુનિપંગને પં. શ્રીઉદયવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યો હતા, તેમજ આઠ બહેનેએ તે નાણુની કયા સમયે વિશસ્થાનક તપની આરાધના કરવાનું વ્રત લીધુ હતું. કયા સમાસના અંતે શ્રીફળની પ્રભાવના કરવામાં આવવા સાથે બપોરે પંચતીર્થની પૂજા રાગ રાગણી સાથે ઘણાજ ઠાઠમાઠથી ભણાવવામાં આવી હતી.
– અંજલી – પૂજ્ય પ્રવર્તકજી મહારાજશ્રી ૬૩ વર્ષને ચારિત્રસંયમ પાળીને ૯૨ વર્ષની વયેવૃદ્ધ ઉંમરે અષાઢ સુદિ ૧૦ ની રાત્રે સમાધિપૂર્વક પાટણ મુકામે સ્વર્ગગમન થયાના સમાચાર વિજળીવેગે હિંદભરની જૈનઆલમમાં ફરી વળતાં હિદભરને જન માનવસમૂહ અને તેમના અન્ય દર્શનિ ભક્તજનોનાં જાણે કે “આભ તુટ્યો” તેમ સમજી હૃદય ભગ્ન બની જાય એ સ્વભાવીક છે. આ સમાચાર સાંભળતાં જ અમારા હૃદયમાં તે અનહદ આઘાત થવા સાથે જન આલમના આવા કપરા કાળ, અને વિતડાવાદના સમયમાં આવી મહાન વિભૂતિને લોપ થવાથી દુસહ ખોટ પડી છે તેમ વિના સંકોચે કહેવું પડે તેમ છે. મહુમ એક પુખ્ત ઉમ્મરના, સમાજની નાડી પારખનારા, સાહિત્યના રક્ષક, જન આલમના અભ્યદય ઈચ્છક અને શુદ્ધ માર્ગ પ્રરૂપક હતા. આવી એક મહાન વિભૂતિ આપણા વચ્ચેથી અલોપ થાય તે ખરેખર જૈનજનતાની કમનસીબી નહિ તે બીજું શું? મમના આત્માની શાન્તિ ઈચ્છવા સાથે તેઓશ્રીના અધુરા કાર્યો પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયવલ્લેભસૂરીશ્વરજી, સાહિત્યવિલાસી મુનિશ્રી પૂણ્યવિજયજી અને આચાર્યદેવ તથા પ્રર્વતકજી મહારાજના મુનિવર્યો, તેમજ તેઓશ્રીના ભક્તજને પિતાને ઉદારતા રૂપી ઝરો વહેત મૂકી લાખેક રૂપીઆ એકઠા કરી સ્મારક રૂપે પૂરા કરશે, એવી અમારી અભ્યર્થના અસ્થાને નહિ ગણાય.
તંત્રી.
મુદ્રક –હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાભજીદ સામે–અમદાવાદ પ્રકાશકઃ | ભેગીલાલ સાંકળચંદ શેઠ, “જૈનધર્મ વિકાસ ઓફિસ જનાચાર્ય
| વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. ૨૬/૧ ગાંધીરોડ-અમદાવા,