________________
४०
જૈનધર્મ વિકાસ,
શ્રયેથી ઝાંપડાની પિળમાં પધાર્યા હતા. તે વખતે તે પિળને ધ્વજાપતાકાથી શણગારવામાં આવી હતી. ત્યાં તેઓશ્રીએ “માનવ જીવનમાં ધર્મની ઉપગિતા” ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. જે સાડા આઠથી સરૂ થઈ સાડા અગીયારે સમાપ્ત થયું હતું. તે વખતે શહેરના પ્રતિષ્ઠિત આગેવાને દૂર દૂરની પિળમાંથી સારા પ્રમાણમાં આવ્યા હતાં. આ વખતે ઝાંપડાની પિળના વિશાળ ચોકઠામાં અઢીથી ત્રણ હજાર માણસોની મેદની જામી હતી. વ્યાખ્યાનની સમાપ્તી બાદ શ્રીયુત શેઠ મોહનલાલ છોટાલાલભાઈ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી.
પૂજ્ય મહારાજજીને વ્યાખ્યાનથી આકર્ષાઈ તેજ પિળના રહીશ શેઠશ્રી ઉમેદચંદ વીરચંદને વ્યાખ્યાન વંચાવવાની ઉમેદ જાગતાં. મહારાજજીને પુન: વિનંતી કરી કે સ્વીકારવાથી બીજે દિવસે આશરે અઢી હજારની મેદની વચ્ચે વ્યાખ્યાન આપ્યું. અંતમાં લાડવાની પ્રભાવના થઈ હતી.
પૂ. પાપાઠકપ્રવર શ્રીક્ષમાસાગરજી મ. સાના સ્વર્ગારોહણ નિમિત્તે શ્રીમુલેવા પાર્શ્વનાથજીનાં દહેરાસરે કાર્તિક સુદ છઠથી અષ્ટાનીકા મહોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. તે નિમિત્તે પળ ધ્વજાઓથી શણગારવામાં આવી હતી.
અમારા ડહેલાના ઉપાશ્રયવાળા પં. શાન્તિવિજયજી મહારાજનાં ઉપદેશથી ભગુભાઈના વડે થયેલા ઉપધાનની માળને વરઘોડે માગસર સુદિ પના ઘણાજ આડંબરપૂર્વક ચઢાવી, ઉપધાનની માળા પરિધાન કરવાનું મુહૂર્ત માગસર સુદિ ૬ નું રાખવામાં આવેલ છે.
વાયાવર. ઉપાધ્યાય શ્રીદ્યાવિજયજી મહારાજના સદુપદેશથી થયેલા ઉપધાનની માળને વરઘોડે માગસર સુદિ ૪ ના ઠાઠમાઠથી ચઢાવી, ઉપધાન તપની માળાપરિધાન કરવાનું મુહૂર્ત માગસર સુદ ૫ નું રાખવામાં આવેલ છે.
તવતા. આચાર્ય શ્રીવિજ્યહર્વસુરીજી મહારાજ આદિ મહર્ષિ ગણને શાહ કસ્તુરચંદ વનાજી તરફથી ધર્મશાળામાં આગ્રહભરી વિજ્ઞપ્તિથી બેન્ડ સાથે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં વ્યાખ્યાન વંચાયા બાદ જવાનજી કસ્તુરચંદ તરફથી પ્રભાવના કરવામાં આવી હતી જ્યાં અત્યંત આગ્રહ હોવાથી અઠવાડીયુ રોકાયા હતાં. સુમેરપુરની બોડીંગના વિદ્યાર્થીઓ વંદન અર્થે આવેલ તેને રૂ. ૫૦) સંઘવી રામજી પરખાજી તરફથી ભેટ આપવામાં આવ્યા હતાં, વળી નવપદની ઓળી એક વ્યક્તિ તરફથી કરાવવામાં આવી હતી. તેમજ તે નિમિત્તે અષ્ટાહનીકા મહોત્સવ પણ તેજ ગૃહસ્થ તરફથી કરવામાં આવ્યું હતું. અને શ્રીપાલચરિત્ર તથા રામાયણ મુનિ શ્રી રામવિજયજીએ ઘણી જ છટાદાર સિલીથી સભારંજન થાય તેવી રીતે વાંચ્યું હતું.. મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ, “શારદા મુદ્રણાલય.” જુમાનજીદ સામે-અમદાવાદ પ્રકાશક –ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જેનધર્મ વિકાસ ઓફિસ જૈનાચાર્યજી
. વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. પ૬/૧ ગાંધીરેડ-અમદાવાદ