________________
વર્તમાન-સમાચાર.
૩૯
તરફથી ઉપધાન તપની આરાધના કરાવવાનું નક્કી કરી કાર્તિક વદિ ૬ અને કાર્તિક વદિ ૯ એમ બે મુહૂર્તો એ નાણુ માંડી પ્રવેશ કરાવેલ છે.
અમાઘ મુનિ શ્રીમતકવિજયજીના નેત્રત્વ નીચે શાહપુર મંગળ પારેખના ખાંચાના ઉપાશ્રયની પેઢી મારફત ઉપધાન તપની આરાધના કરાવવામાં આવશે. જેના મુહૂર્તો માગશર સુદિ ૧૫ અને માગશર વદિ ૨ રાખવામાં આવેલ છે.
. આચાર્ય શ્રી રામચંદ્રસૂરીજીના અધ્યક્ષતા નીચે શેઠ માણેકલાલ ચુનીલાલ નભુભાઈ તરફથી અંધેરીમાં કરમચંદ હોલ પાસે પોતાના બંધાવેલા મંડપમાં ઉપધાન તપની આરાધના કરાવવાનો નિશ્ચય કરી પ્રવેશના મુહર્તી ભાગશર સુદિ ૯ ગુરૂવાર અને માગશર સુદિ ૧૩ સોમવારના રાખવામાં આવેલ છે.
વર્તમાન સમાચાર,
કામવાવાર આસો વદ ૧૪ ના રોજ પાંજળાપળના ઉપાશ્રયે મુનિરાજ ચંદ્રોદયસાગરજી મહારાજે “શ્રી વિર પ્રભુની અંતીમ દેશના” ઉપર વાંચેલા વ્યાખ્યાનમાં શહેરનાં અગ્રગણ્ય શ્રેષ્ઠીઓએ લાભ લીધેલે,ને ઉપાશ્રયને હાલ વિશાળ હોવા છતા કેટલાક લોકોને પગથીઆમાં ઉભા રહેવું પડતું હતું. અને કેટલાકને સ્થાનના અભાવે નિરાશ વદને પાછા ફરવું પડયું હતું. આ વખતે એક વ્યક્તી તરફથી લાડવાની પ્રભાવના કરવામાં આવી હતી. તેમાં આશ્ચર્યતા એ હતી કે દિવાળી પ્રવૃતિમય પર્વ હોવા છતા પણ ઉપાશ્રયે શ્રોતાજનોની મેદની વધુ પ્રમાણમાં હતી. અને વ્યાખ્યાનની સમાસી સાડા અગીયાર વાગ્યા પછી થએલ હતી. આ પર્વ નિમિત્તે થતી કેટલીક મિથ્યા પ્રવૃતિઓને પણ ત્યાગ ઘણા લેકેએ કર્યો હતો. જેના પરિણામે છઠ્ઠ અઠ્ઠમાદિ તપશ્ચર્યા અને પૌષધાદિ સારા પ્રમાણમાં થયા હતા. દિવાળી (આસો વદ અમાસ)ના રોજ પ્રભુ મહાવીર નિર્વાણ કલ્યાણક હોવાથી તેજ દિવસ સવારના સાડા નવ વાગે પાંજરાપોળના ઉપાશ્રયથી કલ્યાણકને વરઘોડે ચઢયા હતા. જેમાં શહેરના પ્રતિષ્ઠિત ગૃહસ્થાએ સારા પ્રમાણમાં હાજરી આપી હતી, વળી વિશિષ્ટતા એ હતી કે દરેક કલ્યાણકના વરઘોડા કરતા આજના વરઘોડામાં પૂજ્ય આચાર્ય અને મુનિરાજેની ઘણા મોટા પ્રમાણમાં હાજરી હતી.
કારતક સુદ ૩ ને ગુરૂવારે ઝાંપડાની પોળના પ્રતિષ્ઠિત ગૃહસ્થની અતિ આગ્રહ ભરેલી વિનંતીથી મુનિરાજ શ્રી ચંદ્રોદયસાગરજી પાંજરાપોળના ઉપા