________________
જૈન ધર્મ વિકાસ.
લક્ષમી હારી સાથે આવશે ખરી? તું રખે એમ માનતો કે એ બધું હારી સાથે આવશે. મહાન સમ્રાટ સીકંદરનું વિલ પણ એની પછીના સમ્રાટે કબુલા ન રાખ્યું તો તારું શું ગજું ! શા માટે તું મેહ રાખી રહ્યો છે? એટલે મેહ તેટલું તું દુઃખ માનજે. મેહ છોડને એ મેહના બંધનમાં દુઃખી થતા સર્વને તું છુટા કર. અને તું દુઃખને આવ્યા પહેલાં જ અટકાવ. પણ પહેલાં પાળ બાંધ. ભલે હું કે તું જગતને આપણું કલ્પના મુજબ બનાવવા ચાહીએ પણ એ આપણે પ્રયત નકામે છે, વ્યર્થ ફાંફાં છે. જગતના પ્રવાહને રોકવા કઈ સમર્થ નથી. તે આપણે નકામી મહેનત શીદને કરવી? એના કરતાં આપણી સર્વ શક્તિ એના પ્રવાહને વધારે કરવામાં શા માટે ન ખર્ચવી? કદાચ તે. ન બની શકે તે બીજાને આડખીલી રૂપ તે નજ બનવું.
એકને સિદ્ધાંત બીજાને માન્ય હોય યા ન હૈય, એકની હાલી ચીજ બીજાને અપ્રિય પણ હોય, રીંગણાં કેઈને ગરમ પડે ને કેઈને ઠંડાંયે પડે. જે એકનો સિદ્ધાંત સર્વને લાગુ પડતે હેત, એકની બહાલી ચીજ સર્વને વહાલી હાત, રીંગણાં સર્વને ગરમ કે ઠંડાં પડતાં હતા તે જગતમાં ચાલી રહેલા ધાર્મિક મતભેદ, પ્રિય અપ્રિયતા, રેગેની વિવિધતા નજ હેત. પણ એ ભિન્નતા તે દુનિયામાં પગલે પગલે નજરે પડે છે. પણ જે એ સર્વ મતભેદને સાંખી લે છે, કલેશ થવા દેતા નથી, તે ખરે ચતુર છે, તે જ ખરે વિચાર સહિષ્ણુ છે.
પ્રમાદ ન કરો, આળસ ન કરે, આળસથી આગળ પાછળનું કામ વધી જાય છે, પછી તારાથી બની શકતું નથી, તું કંટાળે છે અને દુઃખી થાય છે. તારા જીવનમાં આળસ ઘર ઘાલે છે. ને તારું જીવન મુડદાલ એટલે જીવતા મનુષ્યની કબર જેવું બને છે. આળસ છેડીને કર્તવ્યમાં જોડાઓ. આળસ અધ રેગને મેં તરે છે એ યાદ રાખે. આળસને ખંખેરવી એ ખરી વીરતા છે. અને પુરૂષાર્થ એ જ ખરૂં જૈનત્વ છે. આપણે જ્યારે ખરા વીર-જૈન બનીશું? એ ધન્ય દિવસ કયારે આવશે?
પારકી નકલ ન કરે. લખવામાં કે બોલવામાં, ચાલવામાં કે બેસવામાં, ખાવા કે પહેરવામાં પારકી રીત ના પકડે. તમારે માર્ગ તમેજ સ્વતંત્ર પસંદ કરે. તમારી સ્વતંત્ર પસંદગીમાં જ બુદ્ધિની કિંમત છે. આપણાથી વધુ બુદ્ધિવાળાની આપણે નકલ કરીએ તે પણ આપણું મુખઈ તેમાં દેખાયા વગર રહેજ નહિ. આપણું કી બુદ્ધિને માર્ગ ભલે કે હોય તે પણ તે માર્ગજ આપણે માટે હિતકારી છે. બીજાની રીત તે આપણી મૌલિક્તાની માત્ર વિટંબના છે.
અપૂર્ણ