________________
રાધનપુરની વરખડીની પ્રાચીનતા.
૨૯
સાલમાં કાજળશાએ પ્રતિષ્ઠા અને મિયા તથા મેરાજે શિખર, ધ્વજદંડ આદિ ચઢાવ્યા બાદ લાંબા અંતરે યવનના કાબુ તળે થલપારકર પ્રદેશ આવતા ગેડીપુરના સેઢા ઠાકોરને રક્ષણ માટે ગુપ્તપણે સેંયરામાં રાખી સંઘે સોંપ્યા જેમણે વિ, સ. ૧૮૮૮ ની સાલ સુધિ સંઘને દર્શન કરાવ્યાં દરમિયાન એકદા પંજાજી સોઢા સિંધ હૈદ્રાબાદ કેર્ટના કામે જતાં ત્યાં અચાનક દેવ થતા, અને બીજા કઈ જાણતા ન હોવાથી તે દિનથી મુર્તિ અલેપ થયાની દંતકથા છે. આ કથન પરથી સ્પષ્ટ માનવાનું કારણ છે, કે રાધનપુરના ભીલેટી દરવાજા બહારની આજે જે વરખડી નામથી ઓળખાતું ગેડી-પાર્શ્વનાથ પ્રભુના પાદુકાની દહેરીવાળુ સ્થળ છે, તેજ સ્થળે પાટણથી મુતિ લઈને મેઘાશા વિ. સં. ૧૯૨૦માં તઘલખ વંશના ત્રીજા નૃપતિ રાજશાહના અમલ કાળમાં નગર પારકર ગયા ત્યારે પ્રસ્થાન કરેલ, અને દાણુને બતાવેલ ચમત્કારથી સંઘે દર્શન કરી તેજ સ્થળે તેજ સાલમાં પાદુકાની સ્થાપના કરાવી, સ્તૂપ (દહેરી) બનાવેલ સંભવે છે. આ રીતે આ ધાર્મિક સ્થાન રાધનપુરમાં પણ છસો વર્ષ પૂર્વનુ આવેલું સંભવે છે.
જ્યારે રાધનપુર બાબી વંશના વહિવટ નીચે સત્તરમી સદીમાં આવેલ છે. એટલે બાબી રાજ્યના પૂર્વે આ ધાર્મિક સ્થાન રાધનપુરમાં સ્થાપન થયેલ માની શકાય એમ છે.
અપૂર્ણ.
:
મન સાગરનાં મેજ”..... લેખકઃ–બાપુલાલ કાળીદાસ સવાણી “વીરબલ”
(અંક ૯ પૃ. ૨૫૩ થી અનુસંધાન) મહાવીર માનવી! તારા પગ પર ઉભે થા! પુરૂષાર્થ અને પ્રેમ ખીલવિશ તેટલે તું મહાન!
શીવરમણ પિતાનો પ્રેમ દશાવવા હસ્તમાં કેવળજ્ઞાન કેવળદનરૂપ પુષ્પમાળ કંઠમાં આપવા તૈયાર થઈને ઉભી છે. પણ એ કંઠમાં આપી શક્તી નથી. કારણ? કારણ એને લાડીલે કંથ રાગમાં–મેહમાં રમણ કરી રહ્યો છે.
સ્ત્રી શેયને સહન કરે ખરી કે? વરના પ્રેમને યાદ કરી રડતા ગૌતમને વિવેક વિચાર ઉદ્દભવે છે. શાને છેડી એકત્વ ભાવના ઉપર ચડે છે, ને શીવરમણી કંઠમાં માળા આપે છે. રાગને જીત મુશ્કેલ છે. તેથીજ રાગદ્વેષ રહિત અરિહંતને “વીતરાગ” એવું નામ અપાયું છે.
એ મારું મારું કરનાર માનવી! વિચાર કર. તારું શું છે? પુત્ર, શ્રી,