SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ વિકાસ. રાધનપુરની વરખડીની પ્રા ચી ન તા. લેખક-લક્ષ્મીચંદ પ્રેમચંદ. આ પ્રતિષ્ઠા થઈ ગયાને કેટલેક કાળ વ્યતિત થયા ભાદ થરપારકરને પ્રદેશ યવનના કાબુ તળે આવતા કદાચ યવને જિન બીંબ પર પ્રહાર કરે તેવી દહેસ્તથી પ્રભાવિક પ્રતિમાને ગુપ્તપણે ભેંયરામાં રાખી, તેને ગેડીપુરના સોઢા ઠાકરેના રક્ષણમાં સેપી આપતાં ઠાકરે ચમત્કારિ પ્રભુનું શુરક્ષિત રીતે રક્ષણ કરવા સાથે અનીશ પૂજન ભક્તિ ગુપ્તતા જાળવી કરતા હતા. તેમજ યાત્રા દર્શન નિમીતે આવતા યાત્રાળુ વૃદેને પૈસા લઈ દર્શન કરાવતા હતાં. કમાંતરે વિકમ ઓગણીસમી સદીના અડધા શતક પછીના કાળમાં સદર પડિમા તે વખતના સેઢા ઠાકર પુંજાજીના રક્ષપણ નીચે ડીપૂરમાં હતાં. તેમણે મૂર્તિને એવી ગુપ્તપણે રાખેલ કે જેની કેઈને જાણ નહોતી. આથી એવું બન્યુ કે વિ. સં. ઓગણીસમી સદીના નવમા દશકાના આઠમા વર્ષ (સં ૧૮૮૮)માં એકદા ઠાકર પુંજાજીને પરદેશ જવુ પડયું, અને અચાનક ત્યાંજ દેવ થતાં, અજાણપણાના લીધે તે દિનથી મહા મંગળકારી મૂર્તિ અલેપ થઈ ગયા, તેમ કહેવાય છે. સબબ કે સ્થાનિક સંઘે અનેક સ્થળોએ ખેડકામ કરાવી ખૂબ ખૂબ શોધ ખોળ કરી પરંતુ મુદલ પત્તો લાગેલ નથી. આ શક્તિવર્ધક પ્રતિમા માટે દંતકથા છે કે ગેડીપુરમાંથી મુર્તિ અલેપ થયા પછી અત્યંત શ્રદ્ધાવંત વ્યક્તિઓને સ્વપ્રમાં દર્શન આપેલ અને અમુક સંઘને મેરવાડામાં સેઢા ઠાકરેએ માડકા આદિ સ્થળોએથી બીજી પાર્શ્વનાથની મુર્તિ લાવી અસલ મનાવી દર્શન કરાવ્યાના દાખલાઓ બનેલ પ્રચલિત અને સપ્રમાણ છે. " ઉપરોક્ત કથન સ્પષ્ટ પ્રકાશ પાડે છે કે, પાટણથી ગાડી-પાર્શ્વનાથની મુતિને ખરીદી, રાધનપુર પાદુકાની સ્થાપના કરાવી, ભુદેધરપુર વિ. સં. ૧૪૨ની સાલમાં પહોચ્યાં. જ્યાં બાર વર્ષ પૂજન ભક્તિ કરી ચક્ષના સ્વપથી ભુદેધરપુરથી વિ. સં. ૧૪૩ર ના ફાગણ સુદિ ૨ ના બાંડાથલ તરફ પ્રભુ સાથેની વેલમાં પ્રયાણ કરી, વેરાન વગડામાં જ્યાં વેલ થંભી, ત્યાં ગોડીપુર વસાવી. મેઘાશાએ રહેઠાણ કરી ભવ્ય બાવન ગીરનારી જિનાલય બંધાવી. તેમાં વિ. સં. ૧૪૪૪ ની
SR No.522513
Book TitleJain Dharm Vikas Book 02 Ank 01
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages44
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy