________________
૩૧.
ગુજરાત વિદ્યાસભાને અહેવાલ
શ્રી મણિલાલ ઈશ્વરલાલ ટ્રસ્ટ ફંડ શ્રી જે. જે. વિદ્યાભવન દ્વારા (૧) ભારતીય પુરાતન સંસ્કૃતિ, (૨) સંસ્કૃત ભાષા અને સાહિત્ય, (૩) ગુજરાતી ભાષા અને સાહિત્ય અને (૪) મહાગુજરાતનાં પુરાતન સંસ્કૃતિ અને ઇતિહાસ-એ વિષયોના સંશોધન માટે એક આસન સ્થાપવા અને/અથવા સામયિક વ્યાખ્યાનમાળાઓ ગોઠવવા તથા એ વ્યાખ્યાનમાળા અને સંશોધનનું પ્રકાશન કરવા શ્રી. મણિલાલ ઈશ્વરલાલ ટ્રસ્ટ તરફથી સન ૧૯પરમાં રૂ. ૮૫,૮૯૬–૧૩-૧૦નું દાન મળેલું.
આ દાનના વ્યાજની રકમ સંસ્કૃત ભાષા અને સાહિત્યને લગતા એક આસનના ખર્ચ પેટે વાપરવામાં આવે છે. હાલ આ આસનનું કામકાજ પ્રો નાગરદાસ કા.
બાંભણિયા કરે છે..
કંડ ખાતે વાર્ષિક વ્યાજની આવક રૂ. ૨૯૦૬-૦૦ થાય છે અને એ સદરહુ આસનના ખર્ચ પેટે શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટમાં જમા લેવામાં આવે છે. સન ૧૯૬૮-૬૯ આખરે આ ફંડમાં કુલ રૂ. ૯૦,૦૦૦-૯૮ પૈસા જમા છે.
શ્રી. અમૃતલાલ દામોદરદાસ સ્મારક ફંડ સન ૧૯૫૬માં શ્રી અમૃતલાલ દામોદરદાસના સ્મારક તરીકે ગુજરાત વિદ્યાસભા હરતકનાં સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યો માટે વિદ્યાસભાને યોગ્ય લાગે તે રીતે વ્યાજ તથા મુદત ખર્ચવા માટે રૂ. ૪૬,૪૨૫–૫૦ની રકમનું દાન મળેલું.
ફંડ ખાતે વર્ષે વ્યાજના રૂ. ૧,૩૮૦ ની આવક થાય છે અને એ રકમ વિદ્યાસભા હસ્તકના મ્યુઝિયમના ખર્ચ પેટે શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટમાં જમા કરવા આપવામાં આવે છે. સન ૧૯૬૮-૬૯ આખરે આ ફંડમાં કુલ રૂ. જમા રહે છે.
ભારતીય સંસ્કૃતિ વાર્ષિક વ્યાખ્યાનમાળા ૧૯૬૪-૬૫ માં ધી અરુણ મિલ્સ ચેરિટી ટ્રસ્ટ તરફથી જે. જે. વિદ્યાભવન દ્વારા ભારતીય સંસ્કૃતિ વિશે વાર્ષિક વ્યાખ્યાનમાળા યોજવા માટે રૂ. ૨ ૫,૨૦૯-૧૫ પૈસાનું દાન મળેલું.
આ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે પ્રથમ વ્યાખ્યાન આપવા માટે ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી ડો. આર. સી. મજુમદારને નિમં રણ આપવામાં આવ્યું હતું. તદનુસાર આ વ્યાખ્યાનમાળાને પ્રારંભ ગુજ. યુનિ. ના કુલ પતિ ડો. ઉમાશંકર જોશીના પ્રમુખપદે ડે. આર. સી. મજુમદારે કરેલું. તેમણે તા. ૨૧, ૨૨ તથા ૨૩ ફેબ્રુ. '૬૯ ના રોજ “ અગ્નિ એશિયામાં ભારતીય સંસ્કૃતિની અસર” વિશે વણ વ્યાખ્યાનો નીચે મુજબના આપેલાં :–
1. Beginnings of Hindu Colonisation in Southeast Asia and the Rise and Fall of Hinda Empires in Indo-China and Indc- Asia.
2. Hindu Social and Religious institutions in South-east Asia. 3. Influence of Indian Art and Literature in South-east Asia, ત્રીજું વ્યાખ્યાન સચિત્ર સ્લાઈડ-ફિલ્મ સાથે આપ્યું હતું.