SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાત વિદ્યાસભાને અહેવાલ પ્રસંગે આચાર્ય શ્રી યશવન્ત શુકલ તથા લેફ. કર્નલ શ્રી બળવંતરાય છે. ભદ્દે શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટનો પરિચય આપતાં પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ કોલેજની સાથે સાથે બીજી આઠ કોલેજોને વાણિજ્યનું શિક્ષણ આપવાની પરવાનગી મળી હતી એટલે અમદાવાદ શહેરમાં વાણિજ્યનું શિક્ષણ આપતી કોલેજોની સંખ્યા જે માર્ચ ૧૯૬૮માં આઠ હતી તે વધીને જૂન ૧૯૬૮માં સત્તર થઈ. કોલેજના પ્રથમ વર્ષમાં પ્રી.યુનિવર્સિટી કોમસને વગ શરૂ ક વામાં આવ્યું છે. પછીનાં ત્રણ વર્ષમાં દર વર્ષે ત્રિવાર્ષિક ડિગ્રી અભ્યાસક્રમનું એક એક વર્ષ ઉમેરતાં જતાં ચોથા વર્ષની શરૂઆતમાં જૂન ૧૯૭૧માં કોલેજ ત્રિવાર્ષિક ડીગ્રી અભ્ય સક્રમ પૂરી પાડતી સંપૂર્ણ કોલેજ બનશે. ' - આચાર્યશ્રી કાકાસાહેબ કાલેલકરે કોલેજનાં વિદ્યાર્થી ભાઈ બહેનને આપેલા આશીવંદાત્મક ઉદ્દબોધનમાં વાણિજ્યના શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને આધુનિક સમયમાં વાણિજ્યના વિદ્યાર્થીઓએ જે અટપટા પ્રશ્નોની વિચારણા કરવાની છે તેનો પરિચય કરાવ્યા હતા. અમદાવાદ શહેર વિભાગની આંતરકોલેજ રમતગમત હરીફાઈઓ તથા એલિસબ્રિજ વિસ્તાર યુવક કલ્યાણ સમિતિ સંચાલિત અતિરેકૅલેજ હરીફાઈઓમાં કાલે ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાત યુનિવર્સિટી સંચાલિત યુવક નેતા તાલીમ શિબિર તથા પર્વતારોહણ તાલીમ શિબિર કોલેજના અધ્યાપક તથાવિદ્યાથી ભાઈ-બ એ ભાગ લીધો હતું. વર્ષ દરમ્યાન દક્ષિણ ગુજરાત રેલ સંકટમાં રાહત પૂરી પાડવા માટે વિદ્યાથીઓએ રૂ. ૫૦૧) ને કાળો ઉઘરાવ્યો હતો. શિક્ષકદિન, યુનિવર્સિટી-દિન, સનિ દિનની ઉજવણી માટે પણ ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો. વર્ષ દરમ્યાન વિવિધ વિષયના નિષ્ણાતનાં પ્રવચને, વાર્તાલાપ, વગેરે ગોઠવવામાં આવ્યાં હતાં. ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે યે જાયેલ યુનિવર્સિટી વ્યાખ્યાનમાળામાં “ જોઈન્ટ સ્ટોક કંપનીઓ અને રાજકીય પક્ષો વચ્ચેના નાણકીય સંબ ” વિશે સંસદસભ્ય . આર. કે. અમીનનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. કૈલેજનો પ્રથમ વાર્ષિકોત્સવ ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને નાણામંત્રી શ્રી જશવંત મહેતાના પ્રમુખપદે ઉજવવામાં આવ્યો હતો. પ્રમુખસ્થાનેથી એઓશ્રી એ જરાતના વેપારઉદ્યોગના ગુલાબી ભાવની રૂપરેખા આપી હતી. વાષિકેસની સા રંજન કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યા હતા, તેમાં કોલેજના જ એક વિદ્યા થી શ્રી રતિ પંડિત લિખિત દિગ્દર્શિત એકાંકી “ જે થયું તે ઠીક થયું ” જ કરવામાં આવી હતી. | શ્રી બ્રહ્મચારી વાડી કોમર્સ કોલેજ અને ભગિની સંસ્થા શ્રી કે. કા. આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ શ્રી ઘવજી લેઉવાના પ્રમુખપદે ૧૫ મી ઑગસ્ટ ૧૯૬૮ ના રોજ સ્વાતંત્રદિનની, સરદાર .. ક્ષમાઈ વિદ્યાપીઠના ઉપકુલપતિ શ્રી. ઈશ્વરભાઈ જે. પટેલના પ્રમુખ પદે ૨૬ મી જાન્યુ બારી ૧૯૬૯ ના રોજ પ્રજાસત્તાક દિનની અને ગ્રુપ કમડિર કર્નલ શેખનના મુખ્ય મહેમાન : ૮ મી ફેબ્રુઆરી ૧૯૬૯ ના રોજ એન. સી. સી. વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી. બને કોલેજના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક રંજન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, તેમાં ક. મા.
SR No.522414
Book TitleBuddhiprakash 1969 08 Ank 08
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages88
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy