SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ નેમિનાથ સાથે છે. ગિરિનગર, વલભી અને શ્રીમાલ જૈન ધર્માંનાં પણ કેન્દ્રો હતાં. પાટણના સ્થાપક વનરાજના જૈન આચાર્ય શીલગુણસૂરિ સાથે ગાઢ સંબંધ હતા અને તેણે પેાતાના પાટનગરમાં પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું, જે આજ સુધી બહુમાન્ય જૈન તી છે. સ`ભવ છે કે એમાંની મુખ્ય મૂર્તિ' વનરાજના મૂત્ર વનન પંચાસરમાંથી લાવવામાં આવી હેાય. ગુજરાતના સેાલ’કી રાજાઓના કુલધર્મ શૈવ હોવા છતાં જૈનધમ પ્રત્યે પણ તેમના આત્મીય ભાવ હતા. અનેક રાજવીએ જૈન આચાર્યાંનું સબહુમાન દન કરવા જતા અને તેમની સાથે જ્ઞાનર્ચા કરતા; રાજદરબારામાં જૈન આચાર્યાંનું મહત્ત્વનું સ્થાન રહેતું; 'અને રાજકુટુંબના કેટલાક સભ્યાએ જૈન સાધુ તરીકેની દીક્ષા લીધી હાય એત્રાં પણુ ઉદાહરણા છે. ચૈત્યવાસી જૈન આચાર્યાં અને સંવેગી સાધુએ વિદ્યાની ઉચ્ચ સાધના કરતા હતા એટલુ જ નહિ, પણ સામાન્ય જનસમાજ સાથે સમરસ થયેન્ના હતા અને એ કારણે પ્રજાને જે વ જૈન ધર્માનુયાયી નહેાતેા એમના ઉપર પણ એમની રહેણીકરણી અને ઉપદેશની ઊંડી અસર થયેલી હતી. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ એ એ પરાક્રમી રાજવીઓ ઉપર પડેક્ષા આચાય હેમચંદ્રના પ્રભાવને કારણે તથા એ પછી અધી` શતાબ્દી બાદ વિદ્યાપ્રેમી અમાત્ય – સેનાપતિએ વસ્તુપાલ અને તેજપાલના જીવન અને કાર્યને પરિણામે ગુજરાતના જીવન ઉપર અહિંસાપ્રધાન જૈન વિચારસરણીની ઊ'ડી અસર થઈ, જે સદીઓ પછી પણ ચાલુ છે. જૈન આગમેમ્નની છેલ્લી સંકલનાનેા અને આગમસૂત્રોને લિપિબદ્ધ કરવાના પુરુષાર્થાં વલભીમાં થયે, તેા આગમ નાં અગિયાર અંગે પૈકી નવ અંગેા ઉપર પ્રમાણભૂત ટીકાએ રચવાનું મહાકાય` એક વિશિષ્ટ પંડિત પરિષદની સહાયથી પાટણમાં આચાર્ય અભયદેવસૂરિએ કર્યુ અને એવી જ અન્ય ટીકા પાટણમાં કે આસપાસના પ્રદેશમાં શીત્રાંકદેવ, મલયગિરિ, નેમિચન્દ્ર, મલધારી હેમચન્દ્ર, શાન્તિસૂરિ, ક્ષેમકીર્તિ વગેરેએ રચી. આગમ-વિમર્શીનું આ કાય એ પછીના સમયમાં પણ અવિરત ચાલુ રહ્યું છે અને બુદ્ધિપ્રકાશ, જુલાઈ '૬૯ ] છેક અદ્યતન યુગમાં મુનિ શ્રી પુણ્યવિજયજીએ ઉપાડેલું આગમવાચવાનું અને આગમસંશાધનનું ભગીરથ કા એ જ ઐતિહાસિક પરંપરાનું સાતત્ય છે. નાનાં મેટાં જૈન સ્થાપત્યે ગુજરાતમાં સર્વત્ર છે. એમાંનાં ઘણાં કેવળ અતિહાસિક અવશેષેા નથી કે પુરાતન કલાના અવશષ્ટ નમૂના નથી, પણુ જીવંત તીસ્થાના અને સ્વચ્છ કલાધામે છે. કવિ શ્રી. નાનાલાલના શબ્દોમાં કહીએ તે!, “ સજાવ્યા જૈને રસશણગાર, લતા ડપ સમ ધર્માંગાર.’ દેવાલય સ્થાપત્યની પ્રાચીન પરિપાટી પશ્ચિમ ભારતમાં જળવાઈ હોય તે તે નિભવત સમેત સાત ક્ષેત્રમાં ધનવ્યય કરવાના જૈનધના આદેશને કારણે. ઋતિહાસકાળમાં કેટલાક જૈન આચાર્યાંના ઉપદેશથી મેાટી સંખ્યામાં ક્ષત્રિયાએ જૈન ધા સ્વીકાર કર્યાં હતા. એમ લાગે છે કે જૈન ધર્મોની અહિંસાની ભાવતાને સુમેળ જેટલા વૈશ્યાની પ્રકૃતિ સાથે થાય છે તેટલા ખીજા સાથે થયા નથી. પ્રારભમાં કેટલીક પેઢીએ સુધી એ ક્ષત્રિયાએ વૈશ્યવૃત્તિના સ્વીકાર કરવા છતાં ક્ષાત્રવૃત્તિને ત્યાગ કર્યો ન હતા, પણ પછીથી શ્રી, જિનવિજયજીના શબ્દોમાં કહું તે।, “જૈન ધર્મની પ્રકૃતિને વાણિયા વધારે ફાવ્યા છે અને વાણિયાના વ્યવસાયને જૈન ધર્મ વધારે ફાવ્યા છે તે તે હાય પૂરતું જ કથન નથી, પણ પૂર્ણ વસ્તુસૂચક છે. '' શૈવ, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ એ શાસ્ત્રપર પરાગત અને સંગઠિત સંપ્રદાયેા ઉપરાંત અલ્લુસૂત્ર લેાકપર’પરાથી કેટલાયે લાકધર્માં સમાજમાં ચાલ્યા આવતા હતા. વ્યક્તિ, કુટુ'એ કે સમાજો સંગઠિત સંપ્રદાયાના સ્વીકાર કરે તેપણ કુલક્રમાગત લેાકધમા સામાન્યતઃ અનાદર ન કરે એમ બનતું આવ્યું છે. પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતમાં પણ તેમ જ હતું. લાકધ'માં નાગ અને યક્ષની પૂજા વ્યાપક હતી. જૂના સાહિત્યમાંથી મળતા ઉલ્લેખાને આધારે થાડાંક ઉદાહરણરૂપે જોઈ એ તેા, ભરૂચથી ઉજવિની જવાના માર્ગે નરપિટક ( નડિયાદ) નામે ગામમાં નાગગૃહ હતું. આનંદપુરમાં યક્ષની અને ૨૬૫
SR No.522413
Book TitleBuddhiprakash 1969 07 Ank 07
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy