________________
હૈયું અને હિના | સાનિ કેશવાણી દૂર મુજથી થઈ ગયાં તારાથીયે શરમાઈને ! વૃક્ષ પાછળ ચાંદ ! તું જોયા ન કર સંતાઈને. ત્યાં ભલા હું પ્રેમનું બંધન ફગાવું શી રીતે ?
જ્યાં પડી છે આ ધરા પણ સાગરે ઘેરાઈને. આમ તો હું મુક્તિને ચાહક હતો જીવનમહીં, પ્રેમના ધાગે હું ખેંચાતો રહ્યો બંધાઈને! મારું હૈયું શી રીતે સેપું તારા હાથમાં ? ના રહી લાલી હિનાની મુજથી જ્યાં સચવાઈને ! એમ ફરકી ગઈ હવાની એક આછી લહેરખી, જાણે કે ” ચાલ્યું ગયું હે બારણે ડેકાઈને !
જ્યાં મિલનની આશ જન્મી ત્યાં જ દફનાઈ ગઈ આથમી ગઈ બીજરેખા બે ઘડી દેખાઈને ચાંદનીમાં તુજ પ્રતીક્ષા ક્યાં સુધી સાગરતટે? કે સમય બેસી નથી રહેતો કદી રોકાઈને. ના મળ્યો સંગાથ તારે છે. જીવનની કેડીએ, સાથ પડછાયાએ તો દીધો અને પથરાઈને. વીજ સાથે ગર્જનાઓ થઈ જીવન-આકાશમાં, વેદના પાછી ફરી ગઈ હાસ્યની ટકરાઈને. અન્ય કોઈ સાજ “ સાકિન’! છેડવાની શી જરૂર ? સાંપડે કેકિલ તણે ટહુકાર જે વનરાઈને.
ત્રણ હાઈકુ / જયન્ત પાઠક
ત પાઠક
ચઢી વાયરે ધરા ધૂળની, બની ગુલાબી આભ !
સાગર તીરે નાળિયેરીઓ; મીઠું શ્રીફળ પાણી !
| વિદાય : ગાડી - ગઈ છોડી ને બાષ્ય
હવે આખમાં.