________________
વિયેટનામના પ્રશ્ન માફક પશ્ચિમ એશિયામાં પણ મંત્રણાઓ અને ઉકેલની દિશામાં પગલાં લેવાઈ રહ્યાં છે, ચાર મહા સત્તાઓના સહકાર અને ટેકાથી અમેરિકા અને રશિયાએ બને પક્ષેને સ્વીકાર્ય બને તેવી યોજના ઘડી કાઢી છે અને તેને કાચો મુસદો લઈને પ્રેમકે કે પહે છે. આ યોજનાની વિગતો જાણી શકાઈ નથી, પણ તેના મુખ્ય તને ઇશારા કલ્પી શકાય તેમ છે. એક વાત સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. ઇઝરાયલને માન્યતા ન મળે ત્યાં સુધી આ એશિયાની કટાક્ટી દૂર કરી શકાય તેમ નથી. આરબાને આ વાસ્તવિક હકીકત સ્વીકારવી પડશે. તે સાથે જ ઈઝરાયલે કબજે કરેલા પ્રદેશોમાંથી બધા નહિ તે મોટા ભાગનો કબજે આરબેને સંપાય તે જરૂરી છે. ગ્રેમી આ દરખાસ્ત મુખ્યત્વે નાસેર તથા જોર્ડનના હુસેન પાસે કબૂલ કરાવવા મથી રહ્યા છે; સીરિયાને ટેકે હમણાં મળે તેમ જણાતું નથી. પાછળથી તે વિચારી શકાશે. આ યોજનાને અમેરિકા તથા રશિયાને ટેકો છે, તેથી આરબે તથા ઈઝરાયલ ઉપર જોઈતા પ્રમાણમાં દબાણ લાવી શકાશે તેમ જણાય છે, તે સાથે અકાબાના અખાત તથા સુએઝની નહેરના વહાણવટાના પ્રશ્નમાં ઈજિપ્ત નમતું જોખવા તૈયાર થાય તેમ પણ જણાય છે. સંભવ છે કે બે વર્ષની મડાગાંઠ પછી આ સાલમાં મહા સત્તાઓના સંયુક્ત પ્રયાસને ચારી મળે, નાસેર ઇઝરાયલની વાસ્તવિક્તા સ્વીકારે; બીજી તરફ ઈઝરાયલ તેની સલામતીના પ્રશ્નને પૂરી અગત્ય આપશે અને તેમ થતાં એક વિકટ પ્રશ્ન ઉકેલની દિશામાં આગળ વધશે.
દેવવત પાઠક આચાય અગેનું અવસાન
મહારાષ્ટ્રના પ્રખર પત્રકાર, નાટયકાર. કેળવણીકાર તેમ જ રાજકીય નેતા શ્રી પ્રહાદ કેશવ અને કમળાની બીમારીથી જૂનની ૧૩ મી તારીખે ૭૧ વર્ષની વયે અવસાન થયું, મહારાષ્ટ્રમાં ગુજરાત માં તેમજ અન્યત્ર આચાર્ય અત્રે તરીકે તે સુપરિચિત હતા. પૂનામાં લગભગ ચાર દસકા પર્વે તેમણે એક શિક્ષક તરીકે પિતાની કારકિર્દી શરૂ કરી હતી, પરંતુ માત્ર શિક્ષણને વ્યવસાય પકડીને બેસી રહેનારા સતેથી જીવ એ નહતા. એમનું વ્યક્તિત્વ ચંચળ અને વિવિધરંગી હતું. એ પૂનામાં હતા ત્યાર
અગ્રણી મરાઠી નાટયકાર શ્રી રામ ગણેશ ગડકરીને પ્રભાવ તેમના પર પડ્યો. તેમનાં હાયકક્ષયુક્ત નાટ
કેની અસર અત્રેએ ઝીલી અને નાટયકાર તરીકેની પ્રવૃત્તિ તેમણે સરૂ કરી. વિશિષ્ટ પ્રતિભાને કારણે તેમણે મરાઠી રંગભૂમિને નવો જ વળાંક આપે અને બહુ થોડા સમયમાં એક સમર્થ નાટયકાર તરીકે મરાઠી પ્રજાએ તેમને વધાવી લીધા. સાષ્ટાંગ નમસ્કાર, લગ્નાચી બેડી, મી ઊભા આપે ઉઘાચા સંસાર, જગ કાય હણેલ, પાણિગ્રહણ અને એવાં બીજા વિપુલ પ્રમાણમાં રચાયેલાં નાટકોએ તેમની કીર્તિ ચોમેર પ્રસારી દીધી હતી. ગુજરાતી ભાષામાં તેમનાં સંખ્યાબંધ નાટકને અનુવાદ અનેક લેખકોએ કરેલ છે. ગુજરાતની પ્રજાએ એમની કૃતિઓનો આસ્વાદ સારી પેઠે માર્યો છે,
આચાર્ય અત્રેએ ફિલ્મક્ષેત્રમાં પણ સારી નામના પ્રાપ્ત કરી. એમના “ બ્રહ્મચારી’ ચિત્રનું ગઈ પેઢીના સિનેરસિકને હજુ સુખદ રમણ હશે. સાને ગુરૂજીની
શ્યામચી આઈ' કથા પરથી ચિત્ર ઉતારીને તેમણે રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. - આચાર્ય અત્રે પાસે કટાક્ષ અને વાટા હોવાને કારણે એ રાજકીથ નેતા તરીકે પણ ઝળકી ઊઠે તેમાં આશ્ચર્ય નથી. ૧૯૩૮માં એ કોંગ્રેસમાં જોડાયા અને જોતજોતામાં તે પક્ષના અગ્રણી બની ગયા. પરંતુ અવિભક્ત હિંદમાં તે માનનારા હોવાથી તેમણે ૧૯૪૮ માં દેશના ભાગલાના વિરોધમાં કોંગ્રેસ છોડી અને તે સમાજવાદી પક્ષમાં જોડાયા. ૧૯૫૬ માં દ્વિભાષી રાજય રચના અને આંદોલન વખતે આચાર્ય સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના નેતા બન્યા અને જેલવાસ પણ વેડ્યો.
આચાર્ય અત્રેએ નવયુગ, મરાઠા આદિ પત્રના તંત્રી તરીકે તેજસ્વી કામગીરી બનાવીને મરાઠી પ્રજામતને જાગ્રત કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. “નવયુગ' એમનું મરાઠી સાપ્તાહિક હતું અને “મરાઠા’ એ તેમનું દૈનિક હતું, જે સંયુક્ત મહારાષ્ટ્ર પ્રવૃત્તિનું મુખપત્ર બની ગયું હતું. વિરોધી પક્ષ તેમ જ વ્યક્તિઓ તરફ એમના નિર્દય તેમ જ કેટલીકવાર અંગત દ્વેષભર્યા કટાક્ષ આ પત્રોમાં પ્રગટ થતા હતા.
આચાર્ય અત્રેના જવાથી મરાઠી સાહિત્ય, રંગભૂમિ તેમ જ પત્રકારના ક્ષેત્રને એક યુગ પૂરો થયો છે એમ કહી શકાય, ગુજરાતને પણ એમનાં નાટકનું તેમ જ તેમનાં હાસ્યકટાક્ષનું સ્મરણ લાંબા સમય સુધી રહેશે.
- મધુસૂદન પારેખ
[ બુદ્ધિપ્રકાશ, જુન ૧૯