________________
તે પણ એક મોટી મુશ્કેલી ઊભી થાય છે, કેમકે બંધારણના સેળમાં સુધારા દ્વારા દરેક ધારાસભ્ય એવી પ્રતિજ્ઞા લેવી પડે છે કે “પોતે ભારતની સાર્વભૌમ સત્તા અને એકતાનું રક્ષણ કરશે.” હવે જે બંધારણમાં ફેરફાર કરવાને ખરડે રજૂ થાય તે સંસદસ આ સુધારા મુજબ તે ખરડા પર કેવી રીતે મતદાન કરી શકે ? આમ, એક અગત્યની બંધારણીય ગૂંચ આ પ્રશ્નમાં પડેલી દેખાય છે. - ટૂંકમાં, ભારત સરકારે ટ્રિબ્યુનલમાં પ્રશ્ન લઈ જવાની ગંભીર ભૂલ કરી છે અને એટલું ઓછું હોય તેમ તેની શરતો દ્વારા પોતાના જ છે કાપી દઈને પિતાની અણઆવડતનું વધુ પ્રદર્સન કર્યું છે. આપણું પરદેશનીતિમાં રહેલી નબળાઈઓને લાભ હવે નાનામેટા દરેક રાજ્ય હઠાવવાનું નક્કી કર્યું હોય તેમ લાગે છે, કેમકે તાજેતરમાં જ સિલોને પોતાની ઉત્તરે આવેલ કચ્છથિવુ ટાપુ પર પોતાની માલિકી જાહેર કરીને ભારતને તે પ્રમાણે વર્તવા જણાવ્યું છે, જ્યારે કાંદામાન અને નિકોબાર ટાપુઓ પર બીન રાજો માલિકી દાવાઓ કરવાની પેરવીમાં છે એવા ચિંતાજનક સમાચાર મળ્યા છે. ભારત સરકાર લમણે હાથ દઇને બેસી રહેશે તે નહીં ચાલે. તેણે તેનાં આંતરિક અને બાહ્ય વલણમાં મૂળભૂત રીતે ફેરફાર કરે પડશે અને ભારતના સાર્વભૌમત્વ અને એકતાને આંચ ન આવે તેવા તમામ પગલાં તાત્કાલિક લેવાં જોઈએ.
પ્રમુખસ્થાનેથી પોતાના વ્યાખ્યાનમાં બી, રસિકલાલ છે. પરીખે ઇતિહાસમાં કાર્યકારણભાવ-એ ઇતિહાસમીમાંસાના એક પ્રશ્નની રસિક ચર્ચા કરી. ઇતિહાસ શું છે તેનો ખ્યાલ આપતાં તેમણે કહ્યું, “ઇતિહાસ એટલે શું?– સંસ્કૃત ઇતિહાસ શબ્દનો અર્થ એતિહ્ય પ્રમાણથી નિણત થયેલો ભૂતકાળને સ્પર્શતે વિષય એવો કરી શકાય; મોટે ભાગે માનવને લગતો ભૂતકાળ અને એમાં મુખ્ય એનાં કાર્ય અથવા ધટનાઓમાં ધાટ લેતી કાર્ય પરંપરાઓ, હિસ્ટરી શબ્દનું મૂળ ગ્રીક શબ્દ હિસ્ટેરિયા છે, જેને અર્થ થાય છે inquiry અર્થાત્ અન્વેષણ. ભૂતકાળની ઘટનાઓ અંગે થતા અન્વેષણમાં હિસ્ટેરિયા મર્યાદિત થતાં આજને અર્થ–ગતકાલનાં માનવના અન્વેષણ પૂર્વક થતા નિર્ણયો અથવા એ રીતે નિર્ણય કરતી વિદ્યા, બીજે પણ એક અર્થ હિસ્ટરી શબ્દથી અભિપ્રેત થાય છે. ગતકાળની ઘટનાઓ-અસ્તિત્વને એક વિભાગ ગત થયો છે તે. આ બને અર્થો હિસ્ટરી શબ્દમાં મળી જતાં એની મીમાંસા સરળ રહેતી નથી.”
પોતાના વ્યાખ્યાનના અંતમાં ઇતિહાસ અને કર્મનો સંબંધ સમજાવતાં તેમણે કહ્યું, ‘ઇતિહાસને સમજવા માટે કર્મને સિદ્ધાન્ત વિચારવા જેવો છે. બધા પ્રશ્નોને એનાથી નિકાલ થશે એમ નથી, બીજા પ્રશ્ન એમાંથી ઊભા નહિ થાય એમ પણ નથી. છતાં ઈતિહાસમાં કર્મનો સિદ્ધાંત વિચારવા જેવો છે–ટૂંકા અર્થમાં નહિ તેમ જ ગૂઢ અર્થમાં પણ નહિ.
પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં કર્મનો સિદ્ધાન્ત સર્વસામાન્ય જેવો હતો, એ એક જાતને કાર્યકારણભાવ છે; માનવના આચરણ સાથે એનો સંબંધ છે. માન એમની વાસનાઓથી પ્રેર્યા વતે છે, આ સંબંધ પ્રકપ્રય ભાવનો છે. પરંતુ પ્રેરિત આચરણ કે કમ એનું કાર્ય ઉત્પન્ન કરે છે. માનવ કર્તાના સંબંધમાં તે ફલરૂપે છે, જેનો એને આસ્વાદ લેવાનો હોય છે; અથવા જે એને ભાગવવાનું હોય છે. આ કર્મફલન સંબંધ નિયત સંબંધ મનાય છે. કોઈપણ માનવ પોતાના કર્મના- ફલમાંથી બચી શકે નહિ અને ૨ાષ્ટ્ર પણ. આટલા પૂરતો એ નિયતિવાદ છે. પરંતુ પ્રત્યેક કર્મ વાસનાજન્યભાવથી પ્રેરાય છે, આ ભાવને બદલવાની માનવના આત્મામાં શક્તિ છે એમ મનાયું છે, વાસનાપ્રેરિત ભાવને વશ ન થતાં પોતાને ઈષ્ટ ભાવમાં તે પરિવર્તિત કરી શકે છે. આમાં માનવનું સ્વાતંત્ર્ય છે. પરંતુ બારણામાંથી તીર છૂટથી પછી જેમ એ ગતિના નિયમોને અનુસરે છે તેમ કર્મ, થયા પછી કર્મ-ફલના નિયમને અનુસરે છે. આ નિયમો
હસમુખ પંડયા
ગુજરાત ઈતિહાસ પરિષદનું ચોથું અધિવેશન : વલભવિદ્યાનગર
ગુજરાત ઇતિહાસ પરિષદનું ચોથું અધિવેશન વલભવિદ્યાનગર મુકામે પ્રો. રસિકલાલ છો. પરીખના પ્રમુખપદે રવિવાર તા. ૧૦-૩-૮ ના રોજ ભરાયું હતું. શરૂઆતમાં સ્વાગત પ્રવચન વલ્લભવિદ્યાનગર યુનિ.ના કુલપતિ શ્રી ઈશ્વરભાઈ પટેલે કર્યું હતું
ગુજરાત ઇતિહાસ પરિષદની પ્રવૃત્તિનો ખ્યાલ આપતાં આ નોંધ લખનારે પોતાના નિવેદનમાં કહ્યું હતું, “ગુજરાત ઇતિહાસ પરિષદ હજુ બાલ્યાવસ્થામાં છે. તેણે પોતાની પ્રસિદ્ધિ માટે ઘણું કરવાનું છે. પરિષદનું મુખ્ય ધ્યેય તો ગુજરાતના ઇતિહાસના સંશોધનનું અને પ્રકાશનનું છે. પ્રકાશન પ્રવૃત્તિને સહાય કરવા માટે તેમણે ગુજરાત સરકારને વિનંતી કરી હતી.
૬૮
[ષહિપ્રકાર, માર્ચ '૧૮