SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ કયા એ પ્રશ્ન છે. ઇતિહાસનો અભ્યાસ અને થે ડોક ખ્યાલ તો આપી શકે એમ મારું માનવું છે. અને એ જેવો અને જેટલો ખ્યાલ આપે તેટલો ઈતિહાસ બેધક અને માર્ગદર્શક થાય છે. ઈતિહાસમાંથી ઇતિહાસને કાર્યકારણભાવ અથવા માનવસંબંધી એ હોવાથી કર્મલભાવ સમજવા પ્રયત્ન થી જોઈએ. “ઈતિહાસ પણું અસ્તિત્વ જ ભાગ છે, ભૂત હેવા છતાં વર્તમાનમાં એ અંતર્ગત છે અને ભવિષ્યમાં એ કિયું કરે છે. એ એક અવિભાજ્ય સ્ત્રોત છે. સમગ્ર અરિતત્વને જેમ જેમ વધારે જાણીએ તેમ ઇતિહાસના અભ્યાસીને તે વધારે ગહન લાગે છે. કર્મ-ફલને ભાવ પણ એ રીતે ગહન છે. ગીતાકારનું વાક્ય ના વર્મળ તિઃ ધ્યાનમાં રાખીને પણ ઇતિહાસમાં કર્મ–ફલને સંબંધ શેધવા જેવો છે.” અધિવેશનની બીજી બેઠકમાં “ગુજરાતના ઇતિહાસમાં કર્ણ વાઘેલાના પરાજય અને દેવળદેવીની સમસ્યા” એ વિષય પર પરિસંવાદ યોજવામાં આવ્યો હતો જેમાં સર્વશ્રી ડૉ. ભોગીલાલ સાંડેસરા, ડો. હરિપ્રસાદ શાસ્ત્રી, ડૉ. સતીશચંદ્ર મિએ ભાગ લીધો હતો. ચીનુભાઈ નાયક કુગાવાતરફી કેન્દ્રીય અંદાજપત્ર : દરેક અંદાજપત્ર કરવેરાનો મેટ બેજ લઈને આવે એવો સામાન્ય શિરસ્તો કેન્દ્રના અંદાજપત્ર વિશે પડયો છે. સદ્દભાગ્યે નવા વર્ષના કેન્દ્રના અંદાજપત્રમાં પોસ્ટ “અને તાર ખાતાના દરમાં તીવ્ર વધારો સૂચવવામાં આવ્યો છે તે સિવાય કેન્દ્રનું નવું અંદાજપત્ર અદના માનવી માટે કશા મહત્ત્વના નવા કરવેરા સૂચવતું નથી. અખબારી જકાત, આયાત જકાત, આવકવેર, સંપત્તિવેર વગેરેના દરમાં જે વધારે સૂચવવામાં આવ્યો છે તેને પરિણામે ૧૯૬૮–૧૯૬૯ ના વર્ષ દરમિયાન રૂ. ૬૫-૭૩ કરોડની વધુ આવક થશે. આમ છતાં રૂ. ૨૯૮ કરાડની ખાધ રહેશે. ૧૯૬૭-૬૮ ના વર્ષ માટે રૂ. ૮૫ લાખની પુરાંત અંદાજવામાં આવી હતી તેને બદલે રૂ. ૩૦૦ કરોડની ખાધ જોવા મળી છે, અગાઉનાં વર્ષોમાં સરકારની વાસ્તવિક આવક અંદાજિત આવક કરતાં સામાન્ય રીતે વધુ આવતી. છેલ્લાં બે વર્ષથી આ વલણ ઊંધું થયું છે, સરકારને અંદાજિત આવક કરતાં ઓછી આવક થાય છે. જેથી યોજનામાં ખાધપુરવણીનું પ્રમાણુ શન્ય રાખવાને સરકાર સંકલ્પ જાહેર કર્યા છતાં અત્યાર સુધીમાં રૂ. ૬૦૦ કરોડની ખાધપુરવણીને ઉપયોગ થઈ ચૂક્યો છે અને આગામી વર્ષ દરમિયાન થનારી ખાધપુરવણીને લક્ષમાં લઈ એ તે કુલ ખાધપુરવણી લગભગ રૂ. ૯૦૦ કરોડ જેટલી ૧૯૬૯ ના પ્રારંભમાં થઈ ચુકી છે. રાજ્યની સરકારનું વલણ ઓવરડ્રાફને છૂટથી ઉપયે ગ કરવાનું રહ્યું છે. હજુ પગારવધારા માટેની કેટલીક માંગણીઓ સંતોષાવાની બાકી છે. આર્થિક પરિસ્થિતિ હજુ સ્પષ્ટપણે આશાપ્રેરક વલણ દાખવ્યું નથી. આ સંજોગોમાં વર્ષાનતે ખાધપુરવણીની રકમ મેટી થયેલી જણાય તો નવાઈ પામવાની જરૂર નથી. એ ખરું છે કે વર્તન મંદ આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં નવા કરવેરા મ ટે ખાસ અવકાશ ન હતો. કેટલોક ક્ષેત્રોમાં કરરાહતની જરૂર હતી, ખાસ કરીને મૂડી બજારને ઉત્તેજિત કરવાના છેલ્લાં ત્રણેક વર્ષથી સતત પ્રયાસો થતા આવ્યા છે, છતાં મૂડીબજાર હજુ બિસ્માર હાલતમાં જ રહ્યું છે. સાથે કંપનીઓ પણ નવી મૂડી બહાર પાડવા માટે સામાન્ય શેરનો આશ્રય લેતાં ડર છે. એ પરિસ્થિતિમાં ડિવિડ ટેકસની નાબૂદી અને સર ટેકસનો દર ૩૫ ટકાથી ઘટ ડી ૨૫ ટકા કરવાની દરખાસ્ત આવકારપાત્ર છે. તેમ છતાં આ રાહત મોટી કંપનીઓને જ લાભદાયક થશે. નવી સ્થપાયેલી અને મધ્યમ પ્રમાણમાં નફે કરતી કંપનીઓને તેનાથી કશો લાભ થશે નહિ. જે નાણાપ્રધાને મૂડીબજ રને ચેતનવંત કરવા માટે પ્રામાણિક પ્રયાસ કરવો તે તે તે માટે કોર્પોરેશન વેરામાં ૫ ટકા જેટલી રાત વધુ સારી અસર નિપજાવી શકત, કારણ કે તેને લાભ સર્વ કંપનીઓને સમાન રીતે પ્રાપ્ત થાત, સંપત્તિવેરાના દરમ છે અને આવક વેરાના ખૂબ ઉપલા દરમાં વધારો સૂચવવામાં આવ્યો છે. સરકારની સમાજવાદી નીતિના બચાવ માટે અને આશ્રય લેવામાં આવ્યું છે. વાસ્તવમાં કઈ પણ દેશમાં કરવેરાના અતિ ઊંચા દરજી સમાનતા લાવામાં સાધનરૂપ બન્યા નથી, તે માત્ર અસમાનતાને કંઈક હળવી કરી શકે, જોકે આ પરિણામ વિશે પણ શંકા સેવવામાં આવે છે. ખાસ કરીને જે સ્તરામાં આ દર વધારવામાં આવ્યો છે તેમાં કરચોરીની માત્રામાં વધારે થાય એમ બને, અને તેને પરિણામે આ કરાની ૦. વિહારિક અસરકારકતા ઘટવા પામે. સમગ્ર રીતે જોતાં આ બન્ને કર દ્વારા મહત્વની આવક સંસ્કારને થવાની નથી. આમ છતાં તેમની બચત અને મૂડી રોકાણ પરની વૈજ્ઞાનિક અસર ખરાબ હશે. બુદ્ધિપ્રકાર, માર્ચ '૧૮ ]
SR No.522397
Book TitleBuddhiprakash 1968 03 Ank 03
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1968
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy