________________
અભિનય, નાટયધમી, વૃત્તિ અને પ્રવૃત્તિ.
૬. અત્રષાનતા એટલે કાઈ વસ્તુનું પ્રધાન ન હોવું તે. આપણું ચિત્ત ગૌણુ વસ્તુએના જ્ઞાનથી સંતેષ પામતું નથી. તે હમેશાં મુખ્યની તરફ ધસે છે. આપણને કેવળ વિશેષણાથી સંતેષ થતા નથી, વિશેષ્યની આપણને હમેશાં ઝંખના રહ્યા કરે છે. એ જ રીતે વિસાવા અનુભાવે અને વ્યભિચારી ભાવા કાઈ ખીજી જ વસ્તુને પુષ્ટ કરવા મથતા હોય છે એટલે તે પાતે ગૌણુ છે, અને તેના અનુભવથી આપણને સંતેષ થતા નથી. એ તે। સ્થાયિાવના અનુભવથી જ થાય છે. કારણ, તે જ પ્રધાન છે અને તેને પુષ્ટ કરવા માટે વિભાવાદિ મથે છે. સ્થાયિભાવ શા માટે પ્રધાન અને વ્યભિચારી શા માટે ગૌણુ ? કારણ, અમુક ભાવા જ જીવનના પુષા સાથે સીધા સંકળાયેલા છે, અને તે જ પ્રધાન છે. રતિ કામ તેમ જ ધમ અને અ સાથે સંકળાયેલી છે. જોષ અ સાથે, ઉત્પાદ કામ અને બધા પ્રકારના ધર્મ સાથે,. અને રામ મેાક્ષ સાથે. એટલે આ ભાવેા પ્રધાન છે. ક્રૂ, શોષ્ઠ અને અદ્દભુત વગેરે. લેાકેામાં સામાન્યપણે જોવા મળે છે, એછા મહત્ત્વના છે, અને ઉપર ગણાવેલાને મદદ કરી પુરુષાની સાધનામાં સહાયરૂપ થાય છે. એ ભાવા જ સ્થાયિભાવ કહેવાય છે. એ બધા જ માણસેામાં કઈ નહિ તે સુપ્તરૂપે પણ હાય છે, અને પ્રસંગ માવતાં તે ઉદ્યુદ્ધ થાય છે. માત્ર તેની માત્રા વ્યક્તિભેદ ભિન્નભિન્ન હેાય છે. ગ્લાનિ વગેરે વ્યભિચારી ભાવા કંઈ કાયમી હેાતા નથી, અને તે બધી વ્યક્તિએમાં અને બધે સમયે જોવામાં આવતા નથી. અમુક અમુક કારણેાથી તે ઉત્પન્ન થાય છે, અને કારણુ જતાં નાશ પામે છે. એક દાખલાથી
આ સ્પષ્ટ થશે. આ એ વિધાનેા જુએ · આ માણસને ગ્લાનિ થઈ છે.' ‘રામમાં ઉત્સાહશક્તિ છે.’ પહેલું વિધાન સાંભળતાં જ આપણે પ્રશ્ન કરીએ છીએ કે શાથી ગ્લાનિ થઈ છે?’ એ જ બતાવે છે કે ગ્લાનિ સ્થાયી નથી અને કાઈક કારણથી જન્મે છે. પણ ખીજા વિધાનની બાબતમાં કાઈ એવા પ્રશ્ન નથી
બુદ્ધિપ્રકાસ, માર્ચ '૬૮ ]
*
કરતું કે ‘રામમાં શાથી ઉત્સાહશક્તિ છે?' કારણુ ઉત્સાહ સ્થાયી વસ્તુ છે, અને એ અમુક સમય પૂરતા અસ્તિત્વમાં આવા ભાવ નથી. સ્થાયિભાવ અને વ્યભિચારીભાવનું વર્ગીકરણ આ સિદ્ધાંત ઉપર થયેલું છે. વ્યભિચારી ભા એ માળાનાં રત્ના સમા છે. માળા છે ત્યાં સુધી તેમને સ્થાન છે, પણુ માળાનું અસ્તિત્વ તેમને અવલખીને રહેલું નથી. આમ, સ્થાયિભાવ એ ધાન છે અને વ્યભિચારી ભાવા. ગૌણ છે. એટલે જ્યારે સ્થાયિભાવને ખરાખર પરિપેાષ કરવામાં આવ્યે હાય છે ત્યારે તે કદી નજર બહાર જતા નથી અને છત્રાધાનતાનું વિઘ્ન ઉપસ્થિત થતું નથી.
ć ।
૭. સંશયયોઃ । એટલ સંશય. વિભાવા, અનુભાવા અને વ્યભિચારી હાવા કાઈ સ્થાયિભાવ સાથે નિત્ય સંબંધથી જોડાયેલા નથી. દા. ત., અશ્રુ ( અનુભાવ ) આનંદથી પણ આવે અને દુઃખથી પણ આવે, કોઈ વાર રાગથી પણ આવે. વાઘ વગેરે ( વિભાવ) ક્રેાધ પણ જન્માવે, ભય પણુ જન્માવે. શ્રમ અને ચિંતા (વ્યભિચારી ) ઉત્સાહના કે ભયના આનુષ`ગિક ભ વા હાઈ શકે. એટલે જ્યાં કોઈ નજીકના સગાનું મૃ યુ વિભાવ હોય, રુદન, અશ્રુ વગેરે અનુભાવ હાય અને ચિંતા કલાન્તિ વગેરે વ્યભિચારી ભાવા ઢાય ત્યાં કયા સ્થાયિભાવના પરિપાષ કર્યાં છે એ વિશે શકાર જાગી ન શકે. પણ જ્યાં એમ નથી હા ત્યાં શંકા જાગે છે, અને એ શંકાનું નિવારણ કરવ! માટે રસસૂત્રમાં ‘પ્રંયોગ ’ શબ્દ વાપરેલા છે. એટલે કે જ્યારે આવા વિભાવ, અનુભાવ અને વ્યભિચાર ભાવાના સયાગ હોય છે ત્યારે આપણને ખબર પડે છે કે પરિપેાષવા ધારેલા સ્થાયિભાવ શાક છે અને રસ કરુણ છે.
આ રીતે સાત વિતાને પરિહાર કરવામાં આવે છે. વળી, સહૃદય પણ પેાતાના શિક્ષણને લીધે લૌકિક હેતુ કા` અને સહકારી કર્માં ઉપરથી મનેાભાવે સમજવાને સમ હેાય છે. અને હવે એવા જ હેતુએ જે લૌકિક હેતુએ જેટલા વાસ્તવિક નથી હોતા અને વિભાવ, અનુભાવ અને
૯૧