________________
પૂભડાં વીણુતા હું અને કર્યા યુનિવર્સિટિના હાલમાં ભાષાની ઉત્ક્રાંતિ વિશે વ્યાખ્યાન આપતો હું ! ઘણી વાર એમ લાગે છે કે આ એ હું એક નથી, પણ ધણા જ જુદા જુદા છે. તેમ છતાંય જ્યારે એ અને હું માં હું પાતે સળંગ પરાવાયેલા હું એનું
ભાન થાય છે ત્યારે મને આનંદ થાય છે, ધન્યતા લાગે છે અને એક પ્રકારના સાષ થાય છે. ત્યાર પછી હું અમદાવાદની એસ. એલ. ડી. આસ કૉલેજમાં અધ માગધી ભાષાના અધ્યાપકપદે નિયુક્ત થયેલ છું, તે આજ સુધી એ જ સ્થળે રહીને મારુ' કામ કર્યા કરું છું. અને વચ્ચે વચ્ચે મળતાં સંપાદન, સશાધન અને વ્યાખ્યાન વગેરેનાં તથા લેખન વગેરેનાં કામેા પણ યથાબુદ્ધિ અને યથાશક્તિ કરતા રહું છું. આ રીતે બહારની દૃષ્ટિએ મારા જીવનમાં મને સાષ થાય તેવું બન્યું છે, છતાં મારી આધ્યાત્મિક જીવનની ધારણાઓ ઘણી ઓછી પાર પડી છે. તે માટે મારા પ્રયત્ન ચાલુ જ છે અને મારી બહારની પ્રવૃત્તિઓ તેમાં સહાયભૂત થતી રહે છે. આધ્યાત્મિક જીવનની ધારણાઓમાંય મારું ચિત્ત સ'તાષ અનુભવી શકે એવી પ્રગતિ કરવાના પંથમાં મારે હવે ઝપાટાબંધ ચાલવાનું છે એનું મને સતત ભાન છે, મારી તમામ નબળાઇએ મારા ખ્યાલમાં છે અને એ નબળાઈઓને મૂળથી ભૂ'સી નાખવાના પ્રયત્ના પશુ ચાલતા રહે છે. આ આશા વધારે પડતી નથી કે ભગવાન મહાવીર, પૂ. મહાત્મા ગાંધી અને પૂ. વિનેષ્ઠા ભાવેના આદ' સામે રાખી મારી તે તમામ નબળાઈઓને દૂર કરવાના પ્રયત્નમાં ક્રમ ફત્તેહમંદ થઈ ન શકું ?
૨૮. મારાં માતાજી તેજસ્વી હતાં, કડક હતાં. હું તેમની નવ અંગે “પૂજા કર્યાં પછી જ દેરાસરમાં ભગવાનની પૂજા કરતા. મારી પત્ની શ્રી અજવાળી પેાતાના તેજોવધ જરાય સહી શકે એવી નથી, છતાંય તેણીએ અડગ રહીને મારે નિમિત્તે જે જે આપત્તિ સહી છે, કૌટુબિક પ્રસ ંગે પેાતાની આશાઓને અસાધારણ ભાગ આપેલ છે, હું જેલ ગયા અને ત્યાર પછી ચાર પાંચ
જ્યારે વરસ
Jain Education International
મારી કહાણી : : ૧૯૧
રખડપાટમાં ગાળ્યા ત્યારે પણ ધીરજ રાખીને માર માતાજી તથા સંતાનેાની સ'ભાળ રાખવા સાથે જે અનેક અગવડાને વેઠી છે, એ વખતે પેાતાનું તેજ કાયમ રાખી, ક્રાઈની અપેક્ષા રાખ્યા વિના જે જવલંત જીવન જીવી બતાવ્યું છે, સાદાઈ, સ્વાશ્રય, સતાના પ્રતિનું વાત્સલ્ય અને આધાત પ્રત્યાધાતાને સહન કરવાનું સામર્થ્ય —એ બધું તેનામાં એક સાથે આવી મળેલ છે અને તેથી જ મારા અવ્યવહારુતા આ આશ્રમ કાંઈ શેાભા પામેલ છે.
નાનપણમાં ગરીબીમાં રહેલા અને તેથી જ ઇચ્છાએ કે અનિચ્છાએ દુઃખ સહન કરવાની ટેવ પડેલી છે. મારી પ્રાથમિક અવસ્થામાં પણ હું દુઃખી થયા નથી. અત્યારની દૃષ્ટિએ વિચારું છું ત્યારે જ તે પ્રાથમિક અવસ્થા દુઃખરૂપ જણાય છે. એમ તા અમે જ્યારે પગે ચાલતા અને તે પણ રાજ દસથી ખાર માઇલ, મુકામ પર પહેાંચ્યા પછી હાથે જ રસેાઈ પણ બનાવતા અને લગભગ બેથી ત્રણ વાગ્યે ખાવા પામવાનું અને રાજ આ રીતે લગભગ છે. આઠ મહિના ચાલેલું. રાજ આટલું આટલું ચાલીએ છતાં રસ્તામાં કર્યાંય ખાવાની જોગવાઈ નહાતી તેમ છતાં અમે ઉલ્લાસમય રહેતા. વમાનમાં તેા કેટલાયે સમયથી હું ઇચ્છાપૂર્વક સહનશક્તિ કેળવી રહ્યો છું. ધારા કે બસમાં મેઠા હાઉ તા જરા વધુ સંકાડાઈને બેસું અને બીજો કાઈ ભાઈ આવે તેા તેને મારી પાસે બેસાડી દઉ' અથવા જગ્યા ખાલી થઈ હોય અને બીજો કાઇ બેસવા જાય તેા તેને જ એસાડી ઉ' અને મને ઊભા ઊભા જ મજા પડે. આ રીતે જીવનનાં ઘણાં ક્ષેત્રમાં ઇચ્છાપૂર્વક આ વૃત્તિ કેળવવા મથું છું. હજી તેને પૂર્ણ પણે પહેોંચ્યા નથી, છતાં જેટલું પહેાંચ્યા છું તેટલાને મને સારી રીતે આનંદ અને સ ંતોષ છે.
૨૯. જયારે હું એક વાર બ્યાવરના જૈન ગુરુકુળના સચાલનભાર વંહેતા હતા ત્યારે મે ત્યાં સ્થાનકવાસી, તપાગચ્છી અને ખરતરગચ્છી એ ત્રણે પ્રકારના વિદ્યાથી ઓને ભેગા બેસાડી તેમને ત્રણ પર'પરાના પડિકમણાં એક એક જુદે જુદે દિવસે અર્થાત્ ત્રણ
For Personal & Private Use Only
www.jainelibrary.org