SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ :: અંદ્ધિપ્રકાશ જરૂર છે, કે જ્યાં આપણા ઉત્તમ અભ્યાસીઓ વિશિષ્ટ વિષયેા પર નિર્વિઘ્ન રીતે શેાધન કરી શકે, એમાં ખર્ચાયેલા પૈસેા ઊગી નીકળશે. આ દિશામાં આગળ આવતા અભ્યાસીએની સખ્યાને આંકડા એટલા મહત્ત્વના નથી. વિદેશમાં એવી અનેક સંસ્થાઓ છે કે જ્યાં અધ્યયન કરનાર કરતાં અધ્યાપન કરનારની સખ્યા વધુ હોય. યુરોપના ધણાખરા દેશમાં વૈજ્ઞાનિક અધ્યયનમાં પડેલા માણુસાને પેાતાના ખાસ અભ્યાસ માટે પસદ કરેલા દેશાની મુલાકાત લેવાની તે ત્યાં રહી અમુક સમય સુધી કામ કરવાની સગવડ મળે છે. ઉપરાંત, તેએ શેાધખાળ માટે જુદાં જુદાં મ`ડળ માલે છે. આપણી આઝાદી પછી કેટલાયે વિદેશી નિષ્ણાત એ ભારત તિબેટ તે નેપાલની મુલાકાત લીધી છે, પરંતુ એવા અભ્યાસ અર્થે આપણા પેાતાના અભ્યાસીઓને મઘ્યસ્થ કે રાજ્ય સરકારો તરફથી અથવા આપણી કાઈ યુનવિસટી તરફથી એવી કાઈ સગવડ મળી હાવાનું મારી જાણમાં નથી. આપણા અદ્ભુત ભૂતકાળને જાળવી ખીજાએ સમક્ષ ઉજ્જવળ રીતે રજૂ કરતાં ન શીખીએ, તે એની વાતા કરવાના કઈ અર્થ નથી. આજે સર્વત્ર ભારત તરફ શુભેચ્છા વરસે છે, આમાંના ધણા દેશને આપણી પાસેથી આધુનિક વિજ્ઞાન કે ઉદ્યોગ સંબંધી કઈ જાણવાનું મળે એમ નથી, પરંતુ એ સહુ આપણા ઇતિહાસ ને આપણી સંસ્કૃતિ વિશે, આપણી કલા ને આપણા સાહિત્ય વિશે જાણવા આતુર છે. અલબત્ત, આપણે અવારનવાર ઘેાડા દિવસેા માટે કે બહુ તે થાડાં અઠવાડિયાં માટે ખીજા દેશામાં સાંસ્કૃતિક મ`ડળા માકલીએ છીએ, પર`તુ એ દેશા પર એની કઈ કાયમી અસર રહેતી નથી. આપણે બ્રિટિશ કાઉન્સિલના જેવી ઇન્ડિયન કાઉન્સિલ કાઢીને એ દ્વારા આપણને આપણું જે જે ઉત્તમ લાગતું હેાય તે બીજા દેશો બતાવી શકીએ. આપની સમક્ષ એક બીજી બાબત રજુ કરવાની તક લઉ. એ છે દેશ, રાજ્યા તે જિલ્લાનાં ગેઝેટિયરાનું પુનઃસંસ્કરણુ. મને આશા હતી કે Jain Education International આઝાદી પછી થોડા જ વખતમાં આપણે આપણી પેાતાનાં ગેઝેટિયર લખવાનું હાથમાં લઈશું, પશુ હજુ સુધી બહુ ઓછું કામ થયું છે. થાડાંક રાજ્યાએ આ કામ હાથમાં લીધું જણાય છે, પરંતુ અને કેન્દ્ર તરફથી જરૂરી - સમન્વયને લાભ ભાગ્યે જ મળ્યા છે. મને લાગે છે કે આ કામ માટે કેન્દ્રમાં એક પ્રખર સલાહકાર મ’ડળ હેાવું જોઈએ, જે સરકારને એક સમન્વિત યોજના ધડવામાં મદદ કરે. અગાઉનાં ગૅઝેટિયર લખાયાં ત્યારે યેાજના મધ્યસ્થ સરકારે ઘડી હતી ને કામ એક એકધારી યોજના અનુસાર થયું હતું. જો જુદાંજુદાં રાજ્ય જુદીજુદી રીતે કામ કરાવશે, તે વાચકોને ઘણા ગૂંચવાડા થશે, આ પ્રસંગે હું પ્રાચીન સ્થળનામેાનું ગૅઝેટિયર્ તૈયાર કરવાના મહત્ત્વ વિશે આપનું ધ્યાન દોરવા માચુ છું. આપણાં સાહિત્યમાં તેમ જ આપણા ઉત્કીણુ લેખેામાં આવાં હજારા નામ આવે છે. પુરાતત્ત્વખાતાની પ્રાચીનલેખશાખાને જરૂરી માણસા આપવામાં આવે તેા એ આ કામ ઘણી સારી રીતે હાથમાં લઈ શકે. એવી રીતે આપણાં દફતરા (રેકોર્ડ'ઝ) તરફ આપનું લક્ષ્ય દોરવા ચાહું છું. ભારત સરકાર વર્ગનાં રાજ્યાનાં તે અગાઉની રેસિડન્સીનાં દફતર પેાતાને હસ્તક લઈને એને એક કેન્દ્ર સ્થાને રાખવાને બદલે એના એક હિસ્સા બાપાલ ને બીજો હિસ્સા માઉન્ટ આયુ માકલી રહી છે. આ ખેટી દિશાનું પગલુ` છે. આમ કરવાથી એ દફતરાના લાભ લેવા માગતા અભ્યાસીઓને અગવડ પડશે એટલું જ નહિ, માઉન્ટ આબુ પરના ભારે વરસાદ તે ભેજને લીધે એ દસ્તાવેજોનેય નુકસાન પહોંચશે. વ વનાં રાજ્યામાં આ દફતરાના સંગ્રહ તે સંરક્ષણની પ્રગતિ જોઈએ તેટલી ઝડપી નથી. વર્ગનાં કેટલાંક રાજ્યામાં પણ દસ્તાવેજોની કાઇ કાંઈ સભાળ રાખતું નથી. દરેક રાજ્યે પેાતાના સેક્રેટરિયેટની બહારનાં મહત્ત્વનાં દફતરાના સારસંગ્રહ તેમ જ એની સૂચી કરાવવી આવશ્યક છે. અગાઉની ઇન્ડિયા આફિસનાં દફતરાની વહેંચણીનુંયે શું થયું તે મારી જાણમાં નથી. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522251
Book TitleBuddhiprakash 1955 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy