________________
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી---
પ્રગતિના કાયદાઓ જેમ પ્રત્યેક દેશમાં દેશકાલાનુસાર ફેરફારને પામે છે, જુના કાયદાઓને બદલીને તેને કેકાણે નવા કાયદાઓ રચવા પડે છે, તે પ્રમાણે જૈન કેમની ઉન્નતિના પૂર્વે જે જે કાયદાઓ રચવામાં આવ્યા હોય તે ઠેકાણે વર્તમાન કાળને અનુસરી જૈન કેમની ઉન્નતિના ઉપાય રૂપ કાયદાઓને જૈનાચાર્યો રચી શકે છે તેને શ્રી વીરપ્રભુની આજ્ઞા જ માની વર્તમાનકાલીન જૈનાચાર્યોના પ્રગતિના ઉપાયોને આચારમાં મૂકવા જૈન કેમે કટીબદ્ધ થવું જોઈએ.
શ્રી વીર પ્રભુ હવે તેમના શાસનની પ્રગતિ માટે સિદ્ધસ્થાનમાંથી પાછા આવવાના નથી. તેમની આજ્ઞાઓને અમલમાં મૂકનાર અને જેની પ્રગતિ કરનાર વર્તમાનકાલીન જૈનાચાર્યો છે.
વર્તમાન જૈનાચાર્યો સંબંધી એટલે વિચાર કરે જોઈએ કે તેઓ વર્તમાનકાળને અનુસરી જૈન કેમની વાસ્તવિક પ્રગતિ થાય એવા કાયદાઓ ઉપાયો ફરમાવવા જોઈએ જૈનકમને પછાત પાડે એવા કાયદાઓ ન હોવા જોઇએ.
શ્રી સંઘ પ્રગતિ મહામંત્ર
( સંક્ષેપ–ભગવાન શાહ