________________
તું નિર્ભય બન
( ડાયરીનું એક પાનુ )
હું આત્મન્ ! તું મનની કલ્પના વડે પોતાની મેળે શા માટે ચારે તરફ લયનાં વાદળ ભાં કરે છે? ભયની કલ્પના કરવાથી તા ભય જ ઉન્ન થાય છે. તે! હું આત્મન્ ! અન્ય જીવોના તારે ભય રાખવો એ તને યોગ્ય વથી કારણુ——
તારા શુદ્ધ સ્વરૂપને ખીજો કાઈ નુકશાન કરી શકે તેમ નથી.
હું આત્મન્! જો તું પોતાના સ્વભાવમાં રહે તે બીજાઓથી તારું કંઈ જ ખરાખ થવાનુ નથી. તેમજ જો તુ તારા शुद्ध સ્વરૂપમાં નહિ રહે તા તારું કોઈ હિત પણ થવાનુ નથી.
હે આત્મન્ ! યશ, પ્રતિષ્ડા. કીતિ, શાતા વગેરેના લાભ— હાનીના ભયથી તને કદી પણ, કાઈ કાળેય ખરી શાંતિ મળવાની નથી.
હે આત્મન્ ! તે તું નિર્ભીય દશામાં રમણ કરે અને પોતાના સ્વભાવના આશ્રય લે તેા તારે ત્રણેય લેાકમાં કેઈથી પણ ડરવાની જરૂર નથી.
હે આત્મન્ ! બીજા કરતાં તને બાહ્ય સંજોગો સારા મળ્યા હોય એટલે તારે અભિમાની બનવું ન જોઇએ. આખા બ્રહ્માંડ તરફે નજર નાંખ અને પછી વિચાર કે તારી પાસે જે છે તે બ્રહ્માંડના હિસાબે શી વિસાતમાં છે ?
દુનિયામાં ખૂધી વસ્તુઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. કઈ વસ્તુઓના તુ સ્વામી છે કે જેના પર તારે મંબંત્વ ધારણ કરવું જોઇએ ? તેમજ તારે જડ વસ્તુઓના વિયોગથી દુઃખી બનવુ જોઇએ ?