________________
cj
બુધ્ધિપ્રભા
[ તા. ૧૦–૧–૧૯૬૫
હે આત્મન્ ! તું દીન નથી. તારામાં સત્ય સુખને ભાંડાર ભરેલે છે. તે તરફ જોઇને બહારની ધી જ વાસનાઓને ભૂલી જા.
ભ
હે આત્મન્ ! તારામાં સત્તાએ કાઈ ખાખતની ઉણપ નથી. મનની ચંચળતા છે તેટલુ જ તને દુ:ખ છે.
હે આત્મન્ ! તારે શા માટે પાકી વસ્તુમાં સુખ માનીને તેમજ તેની લાલચ રાખી તારે દીન અનવુ જોઈએ ?
હૈ આત્મન્ ! તું સદાકાળ આનંદમાં રહે. દુઃખના હેતુઓને યાદ કરીને નકામું દુઃખ ઊભું ન કર. જો તું પેાતાને દુઃખી માની લઈશ તેા તને ચારે બાજુએ દુ:ખના વાદળાં જ ઝઝુમતા જણાશે.
હે આત્મન્ ! તુ મનમાં એમ નિ ય કર કે મને કોઇ દુઃખ આપી શકે જ નહિ. જો તુ એવો નિર્ણય કરીશ તે તને દુઃખ થશેજ નહિ. તેમ થતાં આઘની બધી ઉપાધિઓનો ભય ટળી જશે અને તારા આત્મા તને આનંદરૂપ જણાશે.
હૈ આત્મન્ ! તું નિર્ભીય અની આન ંદમાં ગુલતાન મની જા. આનંદમાં સદાકાળ રહી શકાય એવા આત્મભાવને ધારણ કરવામાં સદ્દા તત્પર થા કારણ—
આત્માના આનંદ તે જ ખરો ધર્મ છે.
(૨૩-૭-૧૯૧૨, અમદાવાદ)
-શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી