________________
તા. ૧૦-૧-૧૯૬૫] જેને ડાયજેસ્ટ અમુક વર્ષ સુધી, ખાસ પ્રતિબંધથી ભણવાની કબૂલાતે લખાવી લીધેલી હોય, કોઈપણ સ્ત્રી સાથે પત્ર વ્યવહારને પ્રતિબંધ હોય, વિદ્યાર્થીઓ ઉપર દેખરેખ રાખવા કેટલાક માણસે રેકેલા હોય, જૈનધર્મ અને અન્ય ધર્મના તત્ત્વોને મુકાબલે કરવાનું શિક્ષણ આપવા માટે પરિપૂર્ણ કેળવાયેલા પાણા રાખ્યા હોય, સંસકૃત, માગધી, અંગ્રેજી, હિંદી અને ગુજરાતી વગેરે ભાષાઓનું જ્યાં ખાસ અધ્યયન કરાવાનું હોય, ટાઈમ ટેબલ ઘડવામાં આવ્યા હોય, તનમન અને ધનને આભલેગ આપે તેવા જ્યાં શિક્ષકે રહ્યાં હોય, બ્રહ્મચર્યના ગુણો બતાવવામાં આવે એવા પુસ્તકનું વાંચન થતું હોય, જ્યાં જમાનાને અનુસરી ધર્મગુરુઓ કે જે ધાર્મિક શિક્ષણ શિક્ષણ આપવા માટે સાત સાત વર્ષ સુધી બંધાયેલા હોય, તેઓને માટે જરાક દૂરના સ્થાનની સગવડ હોય, એવું ગુરુકૂળ સ્થાપવામાં આવે તો હારી જૈન વિદ્યાર્થીઓ બ્રહ્મચર્ય સાચવીને અભ્યાસ કરી બહાર પડે અને જેની જાહોજહાલીના વાવટા ફરકવા માંડે.
આ માટે દશ પંદર, આત્મભેગ આપનારા શૂરવીર જેને બહાર પડે તો જૈન ગુરુકુળ જેવી સંસ્થા ઊભી કરી શકાય, એમાં જરા માત્ર પણ શંકા નથી.
અને જેને પ્રજાની સાચી ઉન્નતિ કરવી હોય તે જૈન ગુરુકૂળ હવે સ્થાપવું જ જોઈએ.
વહોરે રેડે અને વાણિયો વરઘોડેની પેઠે વણિક તરીકે બનેલા જેનો વરઘોડા અને નાતવરામાં લાખ રૂપિયાની ધૂળધાણી કરી નાંખે છે. જ્યારે જનધર્મની ઉન્નતિ માટે–ચમડી તૂટે પણ દમડી ન છૂટે. તેવી ગતી આચરે છે.
અહં ! આ જેનેનું મન કયારે સુધરશે? આવા જેને જિન મંદિરમાં જઈ કહે છે –
હો દિનાનાથ ! શી ગતિ થાશે અમારી; બે વાતે મારું મન લલચાણું વ્હાલા ! એક કંચન દુજી નારી રે............”