________________
-શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી જમાનાની માંગ સમાજ એ પડકાર ઝીલી લે આર્યસમાજીઓએ હરદ્વારમાં ગુરુકુળ સ્થાપ્યું છે. તેઓ તેની સારી તારીફ કરે છે અને કહે છે કે –-ત્યાંના વિદ્યાર્થીઓ સર્વ બાબતમાં હોશિયાર થયા છે. તેઓ બહાર આવશે ત્યારે તેઓને જોઈ આશ્ચર્ય થશે.
પ્રિય જેનો! જે આ બાબતમાં વિચાર કરશો તો મુક્ત કઠે કહેવું પડશે કે જૈન ગુરુકૂળની અત્યંત આવશ્યક્તા છે.
સ્ત્રીઓ વગેરેના પરિચયથી દૂર રહી, પચ્ચીસ વર્ષ પર્યત ધાર્મિક તથા ઇંગ્લીશ ભાષા વગેરે વ્યાવહારિક વિદ્યાનો અભ્યાસ કર, દરાજ કસરત કરવી, ખાવાનો ખોરાક પણ પુષ્ટિકારક હોવાથી તેમજ જંગલની હવા પણ ઉત્તમ હોવાથી શરીરબળ અને જ્ઞાનબળ સારી રીતે વધે છે. માટે જ્યાં ધર્મ ક્રિયાઓ કરવા માટે એક જુદો ઉપાશ્રય હોય, પૂજા કરવા માટે એક જિનમંદિર સારી રીતે તૈયાર કરેલું હોય, ભાષણ આપવા માટે હજરે વિદ્યાર્થીઓ બેસી શકે એવો એક સભા મંડપ જુદે કરવામાં આવ્યો હોય, વિદ્યાર્થીઓને રહેવા માટે જુદી જુદી કોટડીયો હોય, ભોજનશાળાનું સ્થાન પણ જુદુ હોય, માંદા વિદ્યાર્થીઓની સારવાર માટે પણ જુદું સ્થાન હોય, ફરવા માટે હવાવાળી ખુલ્લી જગા હોય, વ્યાવહારિક અને નીતિ શિક્ષણનાં ધોરણે ચાયાં હોય અને નીતિમાન તેમજ ધર્માભિમાની શિક્ષકો ગોઠવવામાં આવેલા હોય; ધાર્મિક શિક્ષણનું જ્ઞાન આપવા માટે ઉચ્ચ ધાર્મિક કેળવણી પામેલા ગુરુઓ તથા શિક્ષકોની સગવડ કરવામાં આવી હોય, અનેક પ્રકારના વ્યાપાર શીખવવા જુદા જુદા માસ્તરે રોક્વામાં આવેલા હોય, અનેક જાતના હુન્નરે શીખવવા માટે પણ જુદા જુદા શિક્ષકે રોકેલા હોય, અનેક પ્રકારનાં પુસ્તક વાંચવા માટે એક સારી લાયબ્રેરી ખોલવામાં આવેલી હોય, ધ્યાન કરવા માટે જુદી જુદી જગ્યાએ રાખેલી હોય, વિદ્યાર્થી પાસે