________________
. ૧૧
તા. ૧૦-૧-૧૯૬૫! જેન ડાયજેસ્ટ
ચિંતામણી સમાન મનુષ્ય જન્મ ફેગટ ગુમાવે શું યોગ્ય છે ? ભાઈ! કર્મથી શાતા અશાતા ઉપન્ન થાય છે. જગતમાં કઈ મિત્ર નથી તેમજ કોઈ શત્રુ નથી. વહેલા અને વરી અજ્ઞાન બુદ્ધિએ જ જણાય છે.
ભાઈ: હજી જે માગ લેવાનો છે તે બાકી છે. યોગ્યતાને વિચાર કરો. આધનમાં પ્રયત્ન કરે. પ્રિય અને સત્ય વચન બોલે. ગંભીરતા રામાન ગુણ નથી. જે કાયામાં રહીને તમે બોલે છે તથા નામ ધાયું છે તે નામ બધું અસત્ય છે. કાયાના આ હાલ દેખાય છે તેવા સદા રહેશે નહિ. આત્માને પરભવમાં જવું પડશે. ધ વિના કેઈનું શરણ નથી.
ભાઈ ! સત્ય કહું છું. સત્ય માન. માન્ય કરતાં વારંવાર યાદ યાદ બાબ, સુખ તો આત્મામાં છે. બાહરની ઉપાધિનો શગ દૂર કર. ગુરુગ દોરીથી પક્ષના મહેલમાં ચઢવાને સમય પુનઃ પુનઃ નહિ મળે. યાદ રાખ કે સેબત તેવી અસર.
વિષયને વિના સરખા જાણ. આત્મા શરીરની અંદર છે. તેનાથી પ્રીતિ ધ. બાકી સર્વ પ્રીત અસત્ય છે. એવી જુઠી પ્રીતિ અનંતીવાર થયેલી છે એમ જાણ. જ્ઞાની વચન અસત્ય હાય નહિ.
હે મુમુક્ષુ ! તરણ તારણુ ગુરુરાજનું અવલંબન કર. મિત્ર, સ્ત્રી, શરીર, ધન ઉપર ખરી પ્રીતિ જેને છે જ નહિ તેવાઓની સાથે પ્યાર અને સત્યથી વર્તવું એટલું બસ છે.
શું કર્યું? શું કરશો ? એ વિચાર અને જાગે! ધર્મ સાધન કરો. સત્ય સંભાર ! બાહ્ય પ્યારમાં પડી સત્ય અને આલંબન ભૂત એવા દેવગને વિસરીશ નહિ. શરીર છે ત્યાંસુધી હજી હું કહું છું. પછી ભાઈ! તમને કોણ લખશે ?
ભાઈ! ખરેખર સત્ય જાણ. જીવન અમૂલ્ય છે. તેને અલેખે ગુમાવીશ નહિ.
એજ લિ. બુદ્ધિસાગર