________________
- સમાજ, યોગ ને અધ્યાત્મને સ્પર્શતા
ગુરુદેવ ના પત્રો
માણસ.
શ્રાવક વકીલ મેહનલાલ હિંમચંદભાઈ
ધ લાભ. ડુંગરપુર સુધી વિજાપુરના નવમાં આવવાનું થયું છે. પિ વદી ૭ મે કેશરીયાજી પહોંચાશે. ત્યાં દ-છ દિવસ સુધી રહેવાનું થશે. પત્ર લખે તે ત્યાં લખશે.
ભાઈસંસાર અસાર છે એ હૃશ્ય કહી આપે છે. જે કહી આપે છે તે અસામાંથી ચાર કેમ ખેંચી કાઢતા નથી ? હજી સંસારની જે જાળમાં બરાબર ફસાવાનું થયું નથી તો પણ વાનગીને સ્વાદ હજી ચાખ્યા કરે છે. તેવા સમયમાં હદય ધમાગમાં શી રીતે વળશે ?
ચંપાળતા દોડાવે છે. વરાન વશમાં નથી. શું કરવું, કયાં જવું, શું કહેવું, શા ઉપાય લેવા તે વિચાર!
બાઈ ! ખરું સુખ સંસારની જંજાળમાં નથી. ખરેખર આત્મામાં છે. હે આર્ય ! હજી સમજ્યા હો તો ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણે. સ્ત્રી ધનાદિ સર્વ સંસારની મેડિની છે. પ્રેમ સર્વ કૃત્રિમ અસત્ય છે. કોઈ કોઈનું નથી.
હે આર્ય! સત્સમાગમ વિના સંસાર સમુદ્ર તરાશે નહિ. જ્યાં જશો, બેલ, રમશો ત્યાં ઉપષિ ઉપાધિ જ દેખાવવાને છે. ઉપાધિ રહિતપણું કેવળ આત્મારામાં છે. તે મેળવવાની ચાવી પ્રાપ્ત કરો.