________________
૨૦].
બુદ્ધિપ્રભા
ત, ૧૦–૧૯૬૪ હૃદય રડે છે.
કવ્વાલી નિહાળું બહુ ગરીબને, તનુ દુઃખે રૂવે ભારી; ઘણાં અંધા ઘણા લુલા, હૃદયમાં બહુ દયા આવે. દુકાળ પીડિયા ભારી, ઘણા લોકે ભમે જ્યાં ત્યાં; રુદન કરતાં નિહાળીને, હૃદયમાં બહુ દયા આવે. ફરે કંગાળનાં ટોળાં, મને નહિ નોકરી ધંધો; ફરે છે હાય ! હા ! બેલી, હદયમાં બહુ દયા આવે. પડેલ ધૂળમાં બાળો, ગરીબેનાં રડે છે બહુ; ધણાં વેચાય છે બાળક, હદયમાં બહુ દયા આવે. નથી પહેરણ નથી બંડી, નથી જોતર નથી ટોપી: કડાકાં ભૂખનાં વેકે, હદયમાં બહુ દયા આવે. નથી આધાર વનને, નથી ધન કે નથી વિદ્યા; નથી સત્તા ગરીબોને, હૃદયમાં બહુ દયા આવે. નથી વિદ્યા નથી આશ્રય, સહે છે દુઃખને અગ્નિ: ખરેલાં અશ્રુઓ દેખી, હદયમાં બહુ દયા આવે. જણાતું દૂધ નહિ સ્વાને, મને નહિ સ્વપ્નમાં લાડુ, પડ્યા પર પાટુ પડતી, હદયમાં બહુ દયા આવે. હૃદયદ્રાવક વદે બેલે, ઘણી આજીજી કરતા; ગરીબોને નીહાળ્યાથી, હૃદયમાં બહુ દયા આવે. બને બેલી ગરીબોના, સુધારે શકિતથી તે, દયાળુ સત્ય જગમાંહી, અમારા ધર્મને સેવક. અમારી શક્તિથી બનતું, કરીશું ને કરાવીશું, ક્રિયાયોગે કરી સેવા, “બુદધ્યબ્ધિ મંગલે વરશું.
(કાવ્ય સંગ્રહ ભા. ૭. પાન નં. ૪)