________________
૭૬ ]
બુદ્ધિપ્રભા
( શિષ્યાપનિષદ્ ) गुर्वात्म तन्मयी भावेन जीवकः
[તા. ૧૦૬–૧૯૬૪
હે શિષ્ય ! તું ગુની શ્ર*ા તેમજ પ્રેમમાં ખામી પડવા ન દે! ગુરુને બધી જ વાત કહિને તારી ખામીને દૂર કર ! રામની સેવામાં જેમ હનુમાન રહ્યા હતા તેમ તું ગુરુની સેવા કર !
ગુરુના મહિમાને પ્રથમ ગા ! ગુરુની સ્તુતિ કરી પાપનો નાશ કરી શુદ્ધ બુદ્ધિને મેળવ 1 ગુના ઠપકા સહન કર ! ગુરુના આશયને જાણ ! તેમનાથી તુ કંઇ છાનું ન રાખ !
ગુરુ ગમે તેવા હાય તો પણ હે શિષ્ય ! તારા એ ધમ છે કે તું ગુરુને દેવ માની તેમની આરાધના કર ! તારા માટે ગુરુ ગમે તે અભિપ્રાય બાંધે કે તને ફરત કરે તે પણ તેમાં તુ ખુશી બન ! એમ કરીને ગુરુ તને તાવે છે અને સુવર્ણની જેમ તારી કસાટી કરે છે. એમ સમજ ! તારા નામ રૂપ અહુવૃત્તિને ત્યાગ કર ! ગુરુ તને બધે ઠેકાણે બદનામ કરે અરે બહુ દુઃખ આપે ચે એ તારા શ્રેય માટે જ કરે છે એવી શ્રદ્ધા રાખ !
આમ કરવાથી હે શિષ્ય ! તું ગુરુના મન અને પ્રવૃત્તિને અનુકૂળ કરી શકીશ અને અને અનેક જપ-તપ કરતે તુ અંતે અનતગુણ ફળને પ્રાપ્ત કરીશ !
હે શિષ્ય તારે જો ગુરુની સાથે તન્મય બનવુ હોય તા સ્વપ્નમાં પણ ગુરુના દોષ કે વાંકને દેખવાની ભૂલ કરીશ નહિ !
તારા આત્મા અને ગુરુના આત્માની વચ્ચે માયા પેાતાના પડદા નાંખે છે. તેથી હે શિષ્ય ! તું માયાને નહિ પણ ગુરૂના આત્માને દેખતાં ભૂલ ન કર ! ગુરુની હરહંમેશ પ્રેમથી પૂજા કર અને તેમનુ ધ્યાન ધર !