________________
(સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજી મ૦ ના
વિવિધ પ્રથાની સંકલિત કટાર)
જગી અને જમાનો.
ગાડરીયા પ્રવાહમાં હવે ન તણાઓ ! ! ! હવે આંખ ઉઘાડીને કરી કવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી શું કરવા લાયક છે તેને વિચાર
કરો, તમે યા અધિકાર પર છે તેને ખ્યાલ કરે. સ્વાશ્રયી – બનીને તમારું કાર્ય કરવા મંડી જાઓ. તમારે માથે ઘણો બોજો આવી પડશે છે. તમારે ઘણી ફરજો અદા કરવાની છે. આત્માના આશ્રયી બનીને તમે અખૂટ મદદ ગ્રહણ કરી જ્યાંથી કાર્ય અઘરું છે ત્યાંથી આરંભ કરે.
તમારા હાથ તે જગતના હાથ બનાવો. તમારું હૃદય તે જગત્નું હદય કરો. તમારી પાસે જે કંઈ સારું હોય તે જગતને આપો.
તમારી આંખના સામું જોનારની સામું જુઓ. તમારા હાથના સામે જેનાર પ્રતિ હાથ લંબાવો. તમારા મુખ સામું જોનારના મુખ સામું જુઓ. તમારા દીલ સામું જોનારના દીલ સામું જુઓ. દુનિયામાં સંચાર કરનાર કોઈ જીવનો નાશ કરતાં પહેલાં પ્રભુની દયાને ખ્યાલ કરે. જે છોને ઉપન્ન કરવાની તમારામાં શક્તિ નથી. તેઓને નાશ પણ તમારાથી ન થાય. એ કરુણુના હૃદયથી વિચાર કરો.
કોઈ પણ જીવને દુઃખ ન દે. કેઈ પણ જીવને પરતંત્રતાની બેડીમાં ન નાખે. ભલું કરનાર સંખ્યત્વવંતને જગાડે. સદુપદેશ સરોવર બંધાવે. દયાના મેઘ વર્ષો. સત્યને સુર્ય ઉગાડે. શાંતને ચંદ્ર ઉગાડે. સગુણોનું ઉપવન ખીલવો. તમારા શાશ્વત જીવનની પવિત્રતાને પૂછે અને તેનું ધ્યાન ધરો. તમારા શાશ્વત જીવનના આનંદમાં મસ્ત બનો. તમે માયા વિ. આકારોમાં લેભાઓ નહિ પણ માયાવિ આકારોમાં પાછળ રહેલા સત્યને દેખો. સારાંશ કે તમો વસ્તુને વસ્તુના ધર્મ પ્રમાણે સમ્યફ અવલોક કે જેથી માયાવિ આકારોનો પડદે દૂર ખસી જાય. તમો વિચાર કરવામાં જે જે ઉપયોગી વિચારે ભૂલી ગયા હોય તો દીન નહિ બનતાં હદયના ઉલ્લાસથી બીજી વખત ઉપયોગ રાખીને વિચારો કરે. દુર્વાસનાઓની પાછળ પશુની પેઠે ઘસડાતા નહિ. એક આત્માનો આશ્રય ગ્રહણ કરે. તો આત્મા છે. જે તમારા આત્માને તમે પિતે અવલંબશે તો દુર્વાસાનાએાના હદયમાં સંસ્કાર પડી શકશે નહિ.
- ત્રણ ભુવનનું બળ તમારામાં છે. એ સબળ જુસ્સો પ્રગટાવીને અશુભ ક્રોધાદિક વિચાર સાથે યુદ્ધ મચાવીને આગળ વધા: પૌલિક-સુખની આશાના હવાઈ વિમાનમાં બેઠેલી દુનિયા કયાં ધસડાઇ જશે, તેને ખ્યાલ કરો. શરીરમાં રહેલા આત્મા વિના અન્ય વસ્તુ ખરેખરી પ્રિય નથી. ખરેખરા પ્રિય એવા આત્મામાં રમશો તે આનંદનો અનુભવ લેશે. દુનિયાને હળવે હળવે ખરા સુખની દિશા તરફ દોરવા આત્મબળથી પ્રયત્ન કરે.
[ધાર્મિક ગદ્ય રાંડુ પા. ૧૦