SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] બુદ્ધિપ્રભા [ તા. ૧-૬-૧૯૬૪ જ્યાં જ્યાં નજર મારી ઠરે. જ્યાં જ્યાં વિભૂતિ આપની, ત્યાં પ્રાણ મહારા પાથરું, તવ નામ પિયૂષ પી ઘણું, આનંદથી હસતે ફરું; તુજ નામને ગાતા ફરું, શ્રવણે સુણાવું સર્વને, તુજ સગુણ પ્રસરાવવા, જે જે બને તે સૌ કર. તુજ પ્રેમથી અશ્રુ ઝરે, એ અને સાગર કરું, એ અશ્રુના સાગર વિષે, ઝીલું ઝીલાવું સર્વને; તવ તેજનાં અંબારમાં, દુનિયા સકલ જેતો રહું, કાયા અને માયા સહુ, એ તેજ જોતાં છે નહિ. મારું હૃદય સોંપ્યું તને, એ પ્રેમમાં અર્પણ સહું, જ્યાં ભેદને ખેદ જ નથી, ત્યાં ભેદ શાના માનવા; જે તું અરે ! તે હું અરે !, જે તું નહિ તે હું નહિ, જે મતિ તે હું મતિ છું, એ ઐયમાં બીજું નથી. જે જે ગુણે હારા અરે ! મારા અરે તે તે ગુણ, તારું અને મારું ખરું તે, અય છે વસ્તુતઃ જે હું અને જે તું અરે ! એ વૃત્તિનાં મધ્યમાં રહ્યું, તે શુદ્ધ તત્ત્વ ઉપાસને, મસ્ત હું રાચી રહું. ગંભીર તારા રૂપને, પાર જ બહુ નહિ ધ્યાનમાં, કથતાં ઘણું બાકી રહે, એ વાતનો સાક્ષી તુંહી; તારા વિના ગમતું નથી, મન માનતું નહિ અન્યને, સહવાય નહિ વિયોગ જે, ક્ષણ લાખ વર્ષ સમ થયો. જે દિલમાં આવે અરે ! તે લેખિની લખતી નથી, શુભ વાણું સહુ કહેતી નથી, એ દિલ જાણે દિલને તારા વિના સાક્ષી નથી, તારા વિના રહેવું નથી, તારા વિના વદવું નથી, તારા વિના જેવું નથી. ક્ષણ માત્રમાં દિલમાં સ્કુરે, એ સર્વ તારું થઈ રહ્યું, મારું અને તારું અરે ! એ ભેદ પણ ભૂલી ગયો; આધેય ને આધાર તું', જિરાજ ધ્યાને તું રહ્યો, બુદ્ધ બ્ધિ હર્ષોલ્લાસના, કલેલની ધ્વનિ કરે. (ાવ્ય સંગ્રહ ૭ પાન નં. ૧૦૬)
SR No.522155
Book TitleBuddhiprabha 1964 06 SrNo 55
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy