________________
તા. ૧૦-૬-૧૯૬૪ ]
બુદ્ધિપ્રભા
૫૨૭
જેવા સ્થળેએ પ્રત્યેક ધર્મીના સાધુઓ ભાષાજ્ઞાન, તત્ત્વજ્ઞાન આદિ અનેક પ્રકારની કેળવણી લઈ શકે એવા સાધુ પાઠશાળાઓ સ્થાપવી જોઇએ, અને તેમાંથી પાસ થઈ પસાર થનાર સાધુઓને ઉપદેશાદિ પ્રગતિકારક ઉપાયામાં પ્રવતવા માટે સહાય આપવી જોઇએ.
સાધુ મહારાજાઓ, ધર્માંદ્ધારક પ્રગતિ સાથે દેશોદ્ધારક પ્રગતિ પ્રવૃત્તિઓમાં સારી સહાય આપી શકાય છે. એમ ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં આ દેશમાં અનેક દૃષ્ટાન્તા જોઈ શકાય છે. આપણી પાસે જે કંઈ છે તે સના માટે છે. આવી આત્મભાગ, કચગીની દશા પ્રાપ્ત થયા વિના જગત કલ્યાણાર્થે સત્ય આત્મભાગ આપી શકતા નથી.
સ્વાર્પણના ગર્ભમાં સત્ય, ત્યાગ અને દાન રહેલ છે. વિશ્વકલ્યાણાર્થે સ્વાપણુત્વ સેવતાં વિશ્વમાં સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરી. શકાય છે. પ્રગતિ માર્ગીમાં પ્રવતતાં નિર્ભયતા અને સહિષ્ણુતા એ એ ગુણા ખરેખર પરમાત્મા પ્રાપ્ત કરાવનાર છે. માટે એ ગુણેનું. અવલખન કરવુ જોઈ એ.
આત્માની માનસિક શક્તિયા, વાચિક શકિતયેા અને કાયિકશકિતયેાની પ્રવૃત્તિ થાય એવા ઉપાયાનું શિક્ષણ આપવું જોઇએ. માનસિક વિચાર શકિતઓની ખીલવણીનો આધાર ઉત્તમ ગુરુઓ. ઉપર રહેલા છે.
ઉત્તમ ગુરુઓ પ્રગટયા વિના વિશ્વની પ્રગતિ થઈ શકતી નથી.. સત્ર પ્રત્યેક ઘર ખરેખર ગુરુકુળની ગરજ સારે એવી રીતની.