________________
૧૬].
બુદ્ધિપ્રભા (તા૯-૧-૧૯૬૪ સહિત તે મૂર્તિ મધુપુરીમાં (મહુડી) ગુરુશ્રીના હાથે પ્રતિષ્ઠીત થઈ. એક માટે ઘંટ પણ મંત્રિત કરી ત્યાં પ્રતિષ્ઠિત કર્યો. આજે પણ ત્યાં (મહુડીમાં) તે બિરાજીત છે.........
–સ્વ. મણીલાલ મોહનલાલ પાદરાકર. શ્રીમદ્નું સાહિત્ય સર્જન પાન નં. ૧૦૪
જંગલમાં મંગલ ગુરુ આંબા નીચે, ગુરુ મહારાજે પોષ, મહા, ફાગણ માસ સુધી વાસ કર્યો હતો. આંબા નીચે વ્યાખ્યાન આપતા હતા અને સકળ સંધ વ્યાખ્યાન સુણીને ધર્મમાં તત્પર થતો હતો. તેમના સાધુ શિષ્ય વૃદ્ધિસાગરજી, દેવેન્દ્રસાગર, કીર્તિસાગરજી, જયસાગરજી, ઋદ્ધિસાગરજી, તિલકસાગર, પં. અછતસાગરજી, મહેન્દ્રસાગરજી, હેમેન્દ્રસાગરજી વગેરે પ્રાણાયામ, નેતિ, ધોતી, નૌલિ, બસ્તિકર્મ વલી વગેરે યોગની ક્રિયાઓ કરતા હતાં. રાત્રે ભજન ગવાતાં હતાં. બપોરે જેને ધર્મ શાસ્ત્રાભ્યાસ, સામયિક, પ્રતિક્રમણ વગેરે ધર્મ પ્રવૃત્તિ કરતા હતાં. કેટલાક જૈનો ત્યાં અખાડો કરી કુસ્તી કરતા હતાં. જેનો વૃક્ષારોહણ કળા પિતાની મેળે શીખતાં હતાં. રાતે દશ વાગ્યા સુધી જેના ગુરુ પાસે બેસી જ્ઞાનગોષ્ઠી કરતાં હતાં. આંબાની નીચે ધાર્મિક પ્રકૃતિએ એ પ્રમાણે થતી હતી. તેથી જેન ગુરુકુળની ઉપયોગિતાનો ખ્યાલ સારી રીતે આવ્યો હતો. ગુરુરાજે આંબાને ઉત્તરોત્તર અવતારની ઉન્નતિને આશીર્વાદ આપ્યો છે.
વિજાપુરના ભંગી-ઢેડા વગેરે પણ ગુરુ આચાર્યશ્રીની પાસે દર્શનાર્થે આવીને ઉપદેશ સાંભળે છે.
વિજાપુર જૈન મિત્ર મંડળ મેમ્બરે.
શા. મેહનલાલ જર્સીગભાઈ શેઠ પેપરલાલ કચરાદાસ વખારીયા નાથાલાલ મગનલાલ દેશાઈ ચુનીલાલ દુલભદાસ ભારત સહકાર શિક્ષણની પીઠિકા,
પાન નં. ૨૩-૨૪