________________
તા. ૧૦-૬-૯૬૪
બુદ્ધિપ્રભા
સાક્ષાત્કાર -ગુહેવ પાદરામાં હતા–ત્યારે તેમણે ત્રણ દિવસના-પાસનવાળા ઉત્તર સાધકની શોધ કરવા માંડી હતી. તે ઉત્તર સાધક સંયમી–ચારિત્રવાન અને ત્રણ દિવસ અન્ન જળ વિના-અંગે હલાવ્યા વિના-ત્રણે દિવસ આસન મારી સાધકને સહાયભૂત થાય, આ માટે તેમણે આ સાહિત્ય સર્જનના લેખકને પસંદ કર્યો.
અંતે સાત વર્ષ સુધી આસનોની તાલીમ આપી તૈયાર કર્યો. અને પછી પિતે પાદરામાં, શાંતિનાથ ભગવાનના મોટા દેરાસરમાં, એટા ભોંયરામાં આ વદી ૧૩ ના પ્રાત:કાળે ૪ વાગે ઉત્તર સાધક સાથે બેસી ગયા.
અમાસની પાછલી રાત્ર, મંત્ર સિદ્ધિનાં ત્રણ દિવ્ય પૈકીનું એક જ દર્શન ચતાં મંત્ર સિદ્ધિ મનાય છે તે ત્રણે દિવ્ય થયા છતાં ગુરદેવ યાનરાગ્ન જ રહ્યા. (પાછળથી જણાયેલું કે તેમનો સંક૯૫ ઘંટાકર્ણ વીરનાં સાક્ષાત દર્શનને હતે.) એવામાં વેદિકામાંથી એક પ્રચંડ મહાપુરુષ ધનુષ્ય ને બાણ સહિત ધીમે ધીમે ઊંચે આવવા લાગ્યો. કાનમાં કંડલ, માથે મુકુટ, હાથમાં ધનુષ્ય બાણ, કચ્છ સહિત પ્રગટ થયેલ આ પુરુષ તે સાક્ષાત ઘંટાકર્ણ વીર હતાં.
શ્રીએ ધરાઇને તે મૂર્તિ જોઈ લીધી. એકાદ પળ જેટલા સમયમાં તે વાદળ વિખરાય તેમ તે મૂર્તિ વિખરાઈ અદશ્ય બની, અને ગુરુદેવ ઉપાશ્રયમાં ગયાં.
હું પણ સર્વ આટોપી ઉપાશ્રયે પહોંચે ત્યાં ગુરુશ્રીએ ખડી કે ચાક માંગે. મેં આણું આપ્યાં. પોતે મેટા ઉપાશ્રયની, દિવાલ પર ઘંટાકર્ણ વીરની–તે હતા તેવડી મૂર્તિ આલેખી અને મારા પૂ. પિતાશ્રીને લાવી, મૂલચંદ મિસ્ત્રીને બોલાવવા તાર કરવા કહ્યું,
મિસ્ત્રી આવ્યા અને તેમણે મૂર્તિ તૈયાર કરી અને અનેક ચમત્કાર