________________
તા. ૧૦-૬-૧૯૬૪ ] બુદ્ધિપ્રભા
અધ્યાત્મનું કલ્પવૃક્ષ મહારાં ગુરુદેવ ! એમને માટે શું લખું ? અવકતવ્ય તે વક્તવ્યમાં કેમ લવાય ? વીશ વેવીશ વરસના અખંડ પરીચય! વિસર્યા કેમ વિસરાય ?
આત્માનું ભાન તે એમણે કરાવ્યું, “ક્યાં લગે આત્મતત્ત્વ ચિ નહિ ત્યાં લગે સાધના સર્વ જુઠી”—એ સુત્રનો સાક્ષાત્કાર એમણે જ કરાવ્યાં.
૧૫૮ ના માગસર સુદ દસમના રોજ પાદરામાં જ મને એ ભવ્ય યોગીરાજનાં પ્રથમ દર્શન થયાં, તે જ સમય મહારા સાચા જીવનની ઉષાનો ! ક્રિયાઓમાં જ મુક્તિ માની બેઠેલાઓને સાચાં આત્મજ્ઞાન-ભેદજ્ઞાન-જડચેતનનાં " ભાન અને ઊંડા ગૂઢ તત્ત્વજ્ઞાનનાં દાન એમણે જ કર્યા.
હું તો એ જીવ્યા ત્યાં સુધી એમની પાછળ પડેલો....હું તે એમના છાયામાં દોડી જતો, ને તૃપ્તદિલને એ કલ્પવૃક્ષ પાસે અપૂર્વ શાંતિ મળતી.
સ્વર વકીલ મોહનલાલ હીમચંદ (પાદરા)
સ્મારક ગ્રંથ પાન નં. ૧૨.
અંગૂઠડે આંખ ખૂલે...
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજીનું બ્રહ્મચર્ય ઘણું જ ઉત્કૃષ્ટ હતું અને તેમાં પ્રભાવે તેઓને પ્રભાવ જેમ જૈનો પર પડતો નેમ અન્ય દર્શનીઓ ઉપર પણ પડે. આ કારણથી કેટલાક વૈષ્ણ, શિવમાર્ગીઓ, સ્વામી નારાયણ ધર્મનાં • અનુયાયીઓ અને મુસલમાને પણ તેમના તરફ ભક્તિભાવ ધરાવતા હતા. - એક વખત એવું બન્યું કે માણસાના રહીશ અને હાલ કાલબાદેવી, મોરારજી મોકળદાસ ચાલમાં ૩૮ નંબરની રૂમમાં રહેતાં વીસાનાગર વૈષ્ણવ જ્ઞાતિના ઝવેરીને ધન્ધ કરનાર ગૃહસ્થ શેઠ મથુરદાસ છગનલાલ ઝવેરીની આંખ મેટ્રીકને અભ્યાસ કરતાં બંધ થઈ ગઈ અને તેઓ અંધ થઈ ગયાં.
તેઓ પિતાની આખે ઉપાલ શતાં હતાં અને મુંબઇનાં તેમજ