________________
૨૬૪
બુદ્ધિપ્રભા. મુખે, નોકરી, ચાકરી, ગુલામી અને રંધવારી વિગેરેની ઉપમાને પાત્ર થઈ. કુદરતના નિયમાનુસાર સમયનું પરિવર્તન થતાં જેમ સાયંકાળે અરત થયેલા સૂર્યને પ્રભાતમાં પ્રકાશવું પડે છે તેમ અધમપણને પામેલી સ્ત્રીઓને પુનરોદ્ધાર થવાનું પરોઢીઉ જણાવવા લાગ્યું. હિંદુસ્તાનના અનેક બંડારાને વશ કરી નામદાર બ્રિટીશ સરકારની શહેનશાહે શાંતિ પ્રસરાવી. લઢી વઢીને નબળાં પડી ગએલાંઓએ પૂનઃ પિતાની સાચી પ્રગતિ શોધવા માંડી. કેટલાએક પર ગજુ પુરૂષને સ્ત્રીઓનું પશુવત્ જીવન જે દયા આવી. જેથી સ્ત્રીઓને સાચે ઉદ્ધાર કરવા કેળવણી આપવા પ્રાથમિકશાળાઓ સ્થાપવામાં આવી. અજ્ઞાન સ્ત્રીઓએ પિતાની બાલિકાઓને આ કેળવણી આયવા સામે વાંધા લેવા માંડયા. તેઓ કહેવા લાગી કે અમે કયાં ભણેલાં છીએ છતાં હમે હમારા સંસારનું ગાડું આજ સુધી ચલાવતાં આવ્યાં છીએ. હમારે ક્યાં નોકરી કરવી છે કે કમાવા જવું છે કે ભણવું પડે? જે જરૂર હતી તે આગળથી જેમ છોકરાઓને કેળવવામાં આવે છે તે પ્રમાણે હમને કેમ ભણાવત નહીં ? આ સવાલના જવાબમાં સ્ત્રી કેળવણુ કેમ બંધ થઈ તેનું કારણ આપણે ઉપર જોઈ ગયા છીએ. હવે તે પહેલાં સ્ત્રીઓને કેળવણી અપાતી હતી કે કેમ ? તે તરફ દષ્ટિ કરીએ.
યુગલા ધર્મનું નિવારણ કરી મનુષ્યની સાચી ફરજો સમજાવનાર આદિ તિર્થંકર શ્રીરૂષભદેવ સ્વામીએ પિતાની પુત્રીઓ બ્રાક્ષિ અને સુંદરીને સ્ત્રીઓને ચોગ્ય એવી ચાસઠ કળા શીખવી હતી. શ્રી શ્રીપાલ ચરિત્રમાં મયણાસુંદરી અને સુરસુંદરીને ભણાવવવા તેમના પિતાએ અધ્યાપકને પી હતી જેમની પરીક્ષા આખી રાજસભા વચ્ચે લેવામાં આવી હતી એ પ્રસિદ્ધ છે. લીલાવતીનું ગણિત ગણતશાસ્ત્રના અભ્યાસીઓથી અજ્ઞાન નહીં જ હશે. મંડન મિશ્ર અને શંકરાચાર્ય વચ્ચે વાદવિવાદ થયે હતું ત્યારે મંડન મિશ્રની સ્ત્રી સરરવતીને તટસ્થ પણે ન્યાય આપવા માટે નીમી હતી. વળી તેમાં પિતાને પતિ હારી જવાથી ખુદ સરસ્વતીએ પિતે શ્રીશંકરાચાર્ય સાથે વિવાદ કરી તેમને પરાજ્ય કર્યો હતો. આ હકીકત એક સ્ત્રીની મહાન વિદ્વતાની કેટલી બધી શાક્ષી પુરે છે? ઈન્દુલેખા, નાગમ્મા, ગુહતિની, માલસા, મારૂલા, સુભદ્રા અને પ્રભુદેવી આવી સ્ત્રીઓ મહાન વિદ્વાન હતી, તેમણે બનાવેલાં સાંસ્કૃત કવિતે, અને કલે કે સ્વસ્થ મહાશય રણુજીતરામભાઈએ રાવત ૧૯૭૦ના આશ્વિનના “સંત” માસિકમાં પ્રગટ કરેલા છે. તે જ પ્રમાણે ફારસી અને ઉર્દુ ભાષામાં કવિતા લખનાર ચંદા, હિજાબ, શર્મ, ગુલ્લા બેગમ, મહમદ શ્રેગમ, શાહ જહાન બેગમ, શીરીન; તેમજ ભાષા સાહિત્યને વધારનાર તરીકે, નાન બેગમ, ગુલબદન બેગામ, જહાનુઆરા બેગમ, રજીઆ, શાહજહાન વગેરે નામો. એજ સિકમાં સંવત ૧૯૬૭ના એજ માસના અંકમાં પ્રગટ થયાં છે. ગરૂ