________________
બુદ્ધિપ્રભા.
કે કોઈ વસ્તુ બુદ્ધિને વિકાર પણ હોઈ શકે અને એનું ઉપાદાન કહ્યું પણ હેઈ શકે. જે આકાશ અને કાલ રેય પદાર્થો હોય તો એ જ્ઞાનનું રૂપ કેવી રીતે થઈ શકે ? જે કાલની દ્વારા મનની કલ્પનાઓ થતી હોય તે આકાશ અને કાલનું બંધન એમાં ન આવે. પરંતુ આમ નથી થઈ શકતું. આકાશ અને કાલ વિના મન દ્વારા કોઈ કપના હાઇજ નથી રાકતી. એટલે એટલું તે સિદ્ધ નજ થયું કે આકાર અને કાલ એવી વસ્તુઓ છે કે જેનું કદાપિ જ્ઞાન નથી થઈ શકતું. આકાશ અને કાલ મનની બહારની વસ્તુઓ છે એ સર્વ મનુષ્યોને સિદ્ધ વિશ્વાસ છે. પરંતુ એમ કઈ નથી સિદ્ધ કરી શકતું કે હાર કેવી રીતે છે. જે એને મન કલ્પિત માનીએ તે પણ નથી સિદ્ધ થઈ શકતું. આ કેવલ મિથ્યા કલ્પના છે આથી આકાશ અને કાલ અય વસ્તુઓ છે–અર્થાત એવી વસ્તુઓ છે કે જેનું અષ્ટ જ્ઞાન થવું અશકય છે.
પ્રકૃતિ ( matter ) ચેતનને દૂર રાખતાં સંસારમાં જેટલી જ વસ્તુઓ છે એ સર્વ પ્રકૃતિની અંતર્ગત છે પૃથ્વી, વૃક્ષ, પર્વત નદી આદિ સર્વ પ્રકૃતિની બની હોય છે તેના કકડા અવશ્ય થઈ શકે છે. હવે પ્રશ્ન એટલો કે આ કકડા અનન્ત હોઈ શકે કે નહીં. બેમાંથી એક વાત તે અવશ્ય
સેજ. જો એમ કહીએ કે એના અનન્ત ભાગ હોઈ શકે છે તે એ કલ્પના બુદ્ધિ વિચારથી દૂર રહે છે. પ્રકૃતિના બરાબર ભાગ કરતા જાઓ અને એ પ્રમાણે એમ માને કે એના અનત ભાગ થાય છે તો એ કલ્પના સાંકેતિક થશે. એની સ્થાત જ્ઞાનમાં નહીં થાય. જો એમ કહીએ કે પ્રકૃતિને અનન્ત ભાવ નથી થઈ શકતા તે એટલું સિદ્ધ થશે કે કેવલ એવા કકડા થઈ શકે છે કે જેના બીજા કકડા થવા અસંભવિત છે. આ પણ કલ્પનામાં નથી આવી શકતું. નાનામાં ન્હાના કકડા કેમ ન થાય ? એની પણ ઉપર નીચે ધરાતલ અને ભુજ અવશ્ય હશે જ. કારણ કે આ લક્ષણે સિવાય કોઇ કકડા નથી થઈ શકતા. જે આ લક્ષણ આ બહાનામાં ન્હાના કકામાં પણ ગાવામાં આવે તો એમ ન કહી શકાય કે એના બીજા કટકા ન થઈ શકે. આથી એમ માનવું પડે કે પ્રકૃતિના અનન્ત નાર થઈ શકે છે. પરંતુ એના પહેલાંથી પણ આપણે જોવા આવ્યાં છીએ કે પ્રકૃતિના અનંત ભાગ નથી થઈ શકત. આ બે બાબતોમાંથી એક જ માન્ય હોઈ શકે,
બીજો પ્રશ્ન એ છે કે જે રૂપ આપણે જોઈએ છીએ તે પ્રકૃતિનું કયું રૂ૫ છે? શું પ્રકૃતિ એ એક વદ અને દત પદાર્થ છે કે જેવો દેખા દે છે ? જે ઘટ્ટ અને દઢ હોય તે દબાવવાથી કદાપી ન દબાય, પરંતુ યથાર્થ એવું નથી. એ દબાઇ શકે છે. આ કારણથી પ્રતિ જેવી જાય છે તેવી ઘટ અને ૯ ચીજ નથી.
ન્યૂટન ( Newtne )ને એવો સિદ્ધાંત છે કે પ્રકૃતિ દઇ પરમાએ (Atoms) ની બની છે. પણ આ પરમાણુ પિતે પિતામાં મળેલાં નથી કિન્તુ એક બીજાથી અલગ છે. એ કેવલ આકર્ષણ ( httraction ) અને પ્રતિસારણ ( Repulsiox ) શક્તિ દ્વારા પરસ્પર કામ કરે છે. આ શક્તિઓ પાસે હોવાના નિયમથી બળવાન અને બલહીન થાય છે. જેવો બીજા મતેમાં દોષ દુષ્ટ થાય છે. તેવો જ આ મતમાં થાય છે. પ્રશ્ન તે એ છે કે પરમાણુ એ શું ચીજ છે; પ્રકૃતિ પ્રમાણે એને પણ વિચાર થઈ શકે છે. બેકનિક ( Bosonik ) નામના એક વિજ્ઞાન વેત્તાનું મત છે કે જેને પ્રકૃતિ કહે છે તે શક્તિ ( Force) નાં બિન્દુઓ ( Points ) ની બની છે. અને આ બિન્દુઓ વિસ્તાર