SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ હટ સ્પેન્સરની અય-મીમાંસા. ૩૬૫ ( Extention ) વિનાનાં છે. આ વિચારમાં એટલો દેપ છે કે શક્તિનાં એવાં બિન્દુઓની કલ્પના પણ નથી થઈ રાકરી કે જે લંબાઈ હોય. રસાયનશાસ્ત્ર કહે છે કે પરમાણુ એકજ વજનનાં હેાય છે. લાં કેવીન ( Kelvin ) નામના તત્વ વેત્તાનું મત છે કે જેને પ્રકૃતિ કહે છે તે કેવલ પરમાણુઓનાં ચક્ર છે ( httic ferties ). સારાંશ એ કે જે પ્રમાણે આકાશ અને કાલનું પાન હોવું અસંભવ તેજ પ્રમાણે પ્રકૃતિના રૂપ આદિનું વર્ણન સાથે સંબંધ ધરાવતાં જેટલાં મત છે એ સર્વેમાં કંઈ પણ દેવ છે. આથી પ્રકૃતિ પણ અય છે. ગતિ ( Motion ). જ્યારે કોઈ વસ્તુને આપણે ઠોકર મારીને ચલાવીએ છીએ ત્યારે એ ચાલે છે અને જે તરફ ચલાવવી હોય છે તે તરફ ચાલી જાય છે. એને ચાલવામાં અને એ નિવિષ્ટ દિશા તરફ ચાલવામાં-એ બને બાબમાં કઇ સંદેહ નથી. એ ચાલવું એ વસ્તુનુજ નથી એ ચાલવું નિર્વિષ્ટ દિશા તરફનું છે. દાખલા તરીકે – એમ ધારે છે કે મધ્યરેખા પર એક જરાજ પશ્ચિમ તરફ મોં રાખી લંગર નાંખી ઉલું છે. જહાજનો કાપ્તાન જહાજના મિ તરફથી પાછળની તપર ફરે છે. હવે કહે કે કપ્તાન કઈ તરફ ચાલે છે. ઉત્તર એમ બળશે કે પૂર્વ તરફ જહાજનું લંગર ઉચકવામાં આવ્યું અને પશ્ચિમ તરફ જહાજ ચાલવા માંડયું અને જેટલી ઝડપથી કતાન જહાજ પર ચાલે છે તેટલી જ ઝડપથી જહાજ ચાલે છે. હવે કહે કે તાન કઈતરફ ચાલે છે. આપણાથી એમ ન કહી શકાય કે એ પૂર્વ તરફ ચાલે છે, કારણકે જે વેગથી કપ્તાન જહાજ પર ચાલે છે તેજ વેગથી કંતાનને જહાજ પશ્ચિમ તરફ લઈ જાય છે. એમ પણ આપણાથી ન કહી શકાય કે એ પશ્ચિમ તરફ ચાલે છે. જહાજની હાર જેટલી વસ્તુઓ છે એની દ્રષ્ટિએ તે કપ્તાન ઉભેજ રહે લાગે છે. પણ જેઓ જહાજ ઉપર છે તેઓને એ ચાલત લાગે છે. હવે કહો કે કતાન સ્થિર છે કે ચાલે છે. પૃથ્વી પિતાની પુરીની ચારે તરફ ફરે છે. પૃથ્વીની આ ગતિને ધ્યાનમાં લઈએ તે કપ્તાન કલાકને બજાર માદલને દરે પૂર્વ તરફ જાય છે. પૃથ્વી પિતાની કક્ષા ( ()rit ) પર પણું ૬૮૦૦૦ માઈલ દર કલાકે ચાલે છે. આ ગતિને ધ્યાનમાં લઇએ તે કkતાન ૬૩૦૦૦ માઇલ દર કલાકે પૂર્વ તરફ જાય છે. આ વાત મધ્યાહ-કાલની બાનમાં લીધી છે. એથી પણ ખરી ગતિ કે દિશા માલુમ ન પડી; જે પૃથ્વીની ગતિ સાથે સૂર્ય-મંડલ (Solar System )ની એ ગતિ પણ ધ્યાનમાં લઈએ કે જેથી એ હરકયુલીઝ નામક નક્ષત્ર તરફ જાય છે તે માલુમ પડે છે કે કપ્તાન નથી પૂર્વ તરફ જ કે પશ્ચિમ તરફ, પરંતુ કાન્તિ– લ ( livic )ના ધરાતલ તરફ ઝૂકી રહેલી રેખામાં ચાલે છે. જે તારા-મંડલની સ્થિતિ માલૂમ હોય અને એની ગતિનું પણ જ્ઞાન હોય તે પૂર્વદક્ષિણ ગતિમાં કંઇક વધારે અંતર પડે. આ સ્થિતિમાં કોઈ ચીજની ગતિ અને એ ગતિની દિશા જે આપણે સમજીએ છીએ તે બરાબર નથી. જે ગતિ પ્રત્યક્ષ દેખાય છે તે દેખાવમાં તે બરોબર જણાય છે અને ખરી પણ મનાય છે પરંતુ યથાર્થ રીતે એ વાત ખોટી છે. અસલી ગતિને આપણે ખ્યાલ નથી કરી શકતા કે ભજી પણ નથી શકતા. એથી અતિરે જ્યાં સુધી કોઈ સ્થાનને લક્ષ્યમાં રાખીને ગતિનો વિચાર નથી કરવામાં આવે ત્યાં સુધી ગતિનું ચિંતન નથી થઈ શકતું.
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy