SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પરેપકાર ૩૩ ટે સ્વાર્થ બુદ્ધિ માલુમ પડે છે. સ્વાર્થ વૃદ્ધિ મનુષ્યને દુ:ખ, ભય, ચિંતા, મોજશોક વગેરે આપણે છે, તેમના મનને સંકેચે છે. સ્વાથી મનુષ્ય હમેશાં થોડા જ સદગુણ અને જ્ઞાન ધારણ કરે છે. આપ જાણે છે કે ભય અને ચિંતા એ મનુષ્યને મોટામાં મોટું દુખ છે; કારણ કે ભય અને ચિંતા કોઈ પણ પ્રકારે ઉજતિને ન થવા દેતાં પડતીને વશ કરે છે તેમજ શરીરનું સઘળું સત્વ શોધી લે છે, અને આ ભય અને ચિંતાને પ્રકટાવનાર માત્ર સ્વાર્થ બુદ્ધિ છે, સ્વાર્થી મનુષ્ય હમેશાં આ હાનીકારક વસ્તુઓને વશ હોય છે અને તેને વશ લેવાથી કોઈ પ્રકારની ઉન્નતિ નહીં કરતાં આત્માની અદભુત શક્તિને અંધારપછેડે એ રાત્રી દે છે. સ્વાર્થી મનુષ્ય કદી પણ મિત્રોના સહવાસમાં રહેવાને માટે સતવાન થતા નથી સ્વાથી માણસ હમેશાં અપછી વશ થાય છે. વળી પોતે સ્વાર્થી હોવાથી પોતાના આખા કુટુંબને સ્વાર્થી બનાવે છે તેમજ પિતાના કુમળી વયના બાળકોને પણ તેવાજ સરકારે પડવાથી ભવિષ્યમાં તેઓ કોઇ પણ પ્રકારનું શ્રેય કરી શકતા નથી. સ્વાર્થ મનુષ્યોના ગુણેને પ્રકાશમાં આવવા દેતો નથી અને ઉલટા પડદારૂપે આડે ઉમે રહેતે સઘળા ગુણને ઢાંકી દે છે. સ્વાર્થ સાધવાને માટે વખતે વખત સત્ય બોલવું પડે છે, પરનિંદા કરવી પડે છે અને છેવટે કુસંગ પણ કરે પડે છે સ્વાર્થ કદી પણ મનુષ્યને સુખ આપતું નથી કારણકે દુઃખ વિના સ્વાર્થ સાધી શકતો નથી. તીવાળો માણસ હમેશાં દુર્ગને સેવે છે. વળી આજે જનસમાજની અંદર દેષ લડાઇએ કુસંપ, વગેરે કરે દષ્ટિગોચર થાય છે તે ફક્ત સ્વાર્થ બુદ્ધિને લીધેજ બન્યા કરે છે. અને આપણું દેશની પડતીનું કારણ પણ સ્વાર્થ બુદ્ધિ જ છે. મનુષ્યનું મન સ્વાર્થમાં નિર્બળ થઈ જાય છે અને પોતે અંધશ્રધાળુ બને છે. સ્વાર્થી મનુષ્યનું કોઈ પણ હીત ઈચ્છતું નથી. સ્વાર્થ બુદ્ધિમાં લીન થયેલા માણસે ધામક કાર્યોમાં મન પરાવતા નથી અને મરણ સમયે તેમનું મન સ્વાર્થની અંદર લેલુહેવાથી નરક ગતિને આદરમાન આપે છે. સ્વાથી માણસ બીજાના પરોપકારને ઘણું પ્રસગે પામી શકતો નથી. વળી આપણે ઉપર કઝી ગયા છીએ કે વૃક્ષ, પુખે વગેરે પિતાના એકજ ગુણથી જન સમાજથી માન પામે છે તે આવો અનેક ગુણોને ધારણું કરનાર, ચિંતામણિ રત્નને હરતમાં ધારણ કરનાર મનુષ્ય માન કેમ ન પામે પણ તેમાં સ્વાર્થ બુદ્ધિ વિજ્ઞારક છે. વળી વાથી મનુષ્યને તંગીઓ બહુ હોય છે. બંધુએ, પણ માણસ આવી સ્વાર્થ બુદ્ધિની લોલુણામાં લપાઇ જાય છે, વળી જેમ વાંદરે મને જોઈ સમુદ્રમાં ફેંકી દે છે તેવી રીતે આ મળેલું રત્ન મનુષ્ય દેહનુ કેદમાં પણ પ્રકારે સાર્થક કર્યા સિવાય ફેંકી દે છે અને આ ચાર ગતિઓથી ચોરાશી લાખ જીવાત્માઓની માહે ભટકયા કરે છે. અરે નીચ સ્વાર્થ! તારા સમાન એક પણ વસ્તુ મનુષ્યને પાયમાલ કરનાર નથી ! અહા આ ઠેકાણે આપણે મહાન પરદુઃખ ભંજન રાજા વિક્રમનું સ્મરણ થઈ આવે છે કે જેઓએ પોતાના રાજ્યને, ધન અને પાણ એમ સર્વને ભેગ પોપકાર અર્થે આપો છે અને હાલ તેઓનું નામ અમર છે અને દરેક ઠેકાણે તેમના નામનાં કીર્તન ગવાય છે બંધુઓ વિચાર કરો કે તેઓને રિદ્ધિ સિદ્ધિને પાર નહિ હોવા છતાં શા માટે તેમણે તનથી અન્ય જિનેને માટે અસહ્ય દુખે વેઠયાં હશે, ફક્ત પિતાના મનુષ્યદેહને સફળ કરવાને માટે. ધન્ય છે તેવા નર રસ્તા કે તેઓએ પિતાની માતાના કુખે જન્મ ધરીને મનુષ્ય અવતારને સફળ ટીપે છે. અને વિચાર કરે કે કયા સ્વાર્થી માણસનું નામ અમર છે. વળી તેવા નર રને નું નામ સાંભળવાથી મન આનંદમય થાય છે અને સ્વાર્થી માણસનું નામ સાંભળવાથી અપશુકન થાય છે.
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy