SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રબા. કોઈ પ્રકારે ઉચ્ચ ગતિએ જતા નથી. કેટલાક બંધુઓ, ગાડી, ઘેટા, લાડી, વાડી, વગેરેમાં હજારો રૂપીઆ પાણીની માફક ખરચી નાંખે છે પણ બીજી બાજુએ પોતાના ભાઇઓ આજીવિકાને માટે તરફડીઓ મારતાં જોવામાં આવે છે તે પણ તેમની દયાજનક સ્થિતિ તરફ ધ્યાન નહી આપતાં આંખ મીચી ચાલ્યા જાય છે. બંધુઓ બહુ લક્ષ્મી મેળવી તેને સદુયોગ ન કરવામાં આવે તે ભોંયરામાં દાટેલા ધનની માફક તે કાંકરી સમાન છે. વળી આપણુ જાણે છે કે, લક્ષ્મી ચંચળ છે, પાણીના પરપોટા સમાન છે, તેમજ એકજ ઠેકાણે વાસો કરી રહી નથી તે રહેવાની પણ નથી તે આવી ક્ષણભંગુર વસ્તુને ખરે ઉપયોગ પારમાર્થિક કાર્યોમાં કર તેજ સમયાનુંસાર ઉત્તમ છે. આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારે પરોપકાર કરવાથી પિતાના આત્માની, ધમતી અને દેશની ઉન્નતિ કરી શકે છે. અને મનુષ્ય જન્મને સફળ કરે છે અને તેનું ફળ આ લેકમાં અને પરલોકમાં ચાખે છે. એટલે આનંદ ગુલાબના પુષ્પને જણને મળે છે, જેટલી શાનિત જળ પીવાથી મળે છે, તેટલેજ આનંદ પરોપકારીનું મુખારવીદ જેવાથી અને તેટલી જ શાન્તિ પરોપકારીની વાણી સાંભળવાથી મળે છે. પરંપકારી માણસ સહનશીલતા અને ન મ્રતાના મીઠાં ફળ ચાખે છે અને મોક્ષની નીસરણીના પ્રથમ પગથી ઉપર પગ મુકવાને માટે શક્તિવાન થાય છે. પરોપકારી માણસ જનસમાજને પ્રિય હોવાથી જે કામ સાધ્ય કરવા ઇરછે છે તે કામ સાધી શકે છે. પરોપકારી માણસ, જનસમાજના મુખ આકાશમાંથી પરમાનંદ અને પરમ સુખ પ્રાપ્ત થવાને માટે આશીર્વાદના વરસાદથી ભીંજાઈ જાય છે. પરોપકાર વિનાનું જીવન સુર્ય વિનાના દીવસ જેવું છે. જેમ ચંદ્ર તારાઓનું ભૂષણ છે, રાજા પૃથ્વીનું ભૂષણ છે તેમ પરોપકાર એ માણસનું સર્વોતમ ભૂપ છે; અને પરોપકાર રૂપી ભૂષણથી કોનાં મન હરી લઇ પિતાના જેવાં અનુકુળ એટલે પોપકારી બનાવે છે. પરોપકારી માભુ હમેશાં સ્વાર્થવૃત્તિથી અને પશુતાથી વિમુખ હોય છે. વળી બંધુઓ જે તમે કુદરત ઉપર ધ્યાન આપશો તો માલુમ પડશે કે સે અન્ય જનોને માટે અત્યંત સ્વાદવાળાં ફળો અને અદભુત શીતલતા આપે છે, વનસ્પતી અન્ય જનને રોગ નિવારણ કરે છે, ગુલાબનું પુષ્પ જનસમાજને, આનંદ આપે છે, કમળની મળતા અન્ય જનને શાંતિ આપે છે તેમજ પશુઓ, પર્વત, જલ, અગ્નિ, ચંદ્ર, સુર્ય વગેરેઓએ મનુષ્ય દેહ ઉપર કેવી અદ્દભુત પરોપકાર વૃત્તિ ધારણ કરી છે. બંધુએ, આવી જ્યારે જડ વસ્તુઓ આપણા ઉપર મહત ઉપકાર કરી રહી છે ત્યારે આપણા જેવા ચિંતામણિ રતનને હસ્તમાં ધરનાર મનુષ્યોએ તે અવશ્ય કરીને પરોપકાર વૃતિ ધારણ કરવી જોઈએ. પરોપકારી માણસ હમેશાં પ્રેમ અને ઉન્નતિને પામે છે. દાખલા તરીકે વૃક્ષો, પુણે, પશુઓ વગેરેમાં જે પાકાર વૃત્તિ ન હેત તે તેઓ કદી પણ જનસમાજને પ્રેમ મેળવત નહિ અને તેમનો ઉદય થાત નહિ. જે વૃક્ષોએ મીષ્ટ ફળો અને શીતલતા મનુષ્યોને ન આપી હેત, પુષ્પોએ સુંદર સુગંધ ન આપી હોત તે તેઓને ઉગાડવાને માટે આજે કોણ પરિશ્રમ લેત અને તેઓને સડી જતાં તેમજ સુકાઈ જતાં પાણી રેડવાને માટે કોણ હાથ લંબાવત તેવીજ રીત મનુષ્ય જ્યારે પિતાની શક્તીના પ્રમાણમાં યથાર્થ રીતે પરોપકાર વૃત્તિ ધારણ કરે છે ત્યારેજ ઉચ્ચ પ્રેમ અને ઉન્નતિને પામી શકે છે. દુનીઆની અંદર દરેક સર્જત જ યથાર્થ રીતે પરોપકારવૃત્તિને ધારણ કરી રહ્યા છે પણ અસંતોષની વાત એ છે કે આપણું જનસમાજની અંદર પાપકાર મુદ્ધિને ઠેકાણે
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy