SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પરોપકાર. ૩િ૩૫૭ परोपकार. પરોપકાર એટલે અન્ય જનોનું તન મન અને ધનથી બલુ કરવું તેને પપકાર કહે છે. પરોપકારનો મહિમા અપાર છે. જનસમાજની અંદર તે કીર્તિનો ફેલાવો કરે છે. પરોપકારી માણસ પોતાના કુળને દીપાવે છે, તેમજ પિતાની પામેલી કી વડે પિતાના આખા કુટુંબને દીપાવે છે પરોપકાર કરવો એ દરેક માણસની ફરજ છે. જેમ રજની ચંદ્રથી બે છે, સરોવર કમળથી શોભે છે, બગીચી સુવાસથી શેલે છે. તેમ માણસ પણ પરોપકારથી શોભે છે. પરોપકારી માણસ લોકપ્રિયતાનાં મીઠાં ફળ ચાખે છે, પિતાના અંતઃકરણને વિશાળ કરે છે તેમજ દરેક પ્રકારની ઉન્નતિ કરી શકે છે. પરોપકારથી શત્રએ પણ મિત્ર થઈ જાય છે, દુમાણને અહંકાર ચંદ્રથી થતી નિસ્તેજ તારાઓની માફક અદ્રશ્ય થઈ જાય છે. પરોપકાર ત્રણ પ્રકારે એટલે તનથી, મનથી અને ધનથી થાય છે. દરેક માણસ આ ત્રણમાંથી ગમે તે પ્રાપ્ત થયેલી વસ્તુથી પોપકોર કરી શકે છે. ભગુખ્ય તનથી પણું પરોપકાર કરી શકે છેશારીરિક બળવાળા ભાણાએ ધર્મની ઉન્નતિનાં તેમજ દેશની ઉન્નતિનાં કાર્યોમાં આગળ પડતે ભાગ લે જોઇએ. પોતાના બળને દુરઉપયોગ નહિ કરતાં પિતાનાં ધર્મમાંથી પડતા પ્રાણીઓને સ્થિરિકાર બનવું, તેમજ પિતાને પ્રાપ્ત થએલા બળને એવી રીતે ઉપયોગ કરવો કે જેથી કરીને બીજા પણ શારીરિક બળ મેળવવાને માટે શક્તિવાન થાય. દાખલા તરીકે જેણે મી. રામમુવી, સે એ પિતાનું શારીરિક બળ વધાસ્વાને માટે કેવા ફતેહમંદ થયા છે તેથી જ તેઓ પિતાના પક્ષમાં બીજાને અનુકળ બનાવવા પ્રયત્ન કરે છે. તેવીજ રીતે આપણે પણ શારીરિક બળ વધારવાને માટે તેમજ બીજાઓને પણ તેના બોક્તા બનાવવાને માટે પ્રયત્ન કરી જોઈએ. નો મનુષ્ય મનથી પણ પરોપકાર કરી શકે છે. દુનિઆની અંદર આજ ખરા રત્ન છે, તે પિતાની માનસિક શક્તિ વડે હજારે પ્રકારથી પરોપકાર કરી શકે છે, પિતાના માનસિક બળથી પુસ્તકો વગેરે જન સમાજમાં જ્ઞાનનો ફેલાવો કરવા માટે રચવાં જોઇએ. લેખ દ્વારા પિતાના ઉચ્ચ વિચારે જણાવી મનુષ્યને સુધારવા પ્રયત્ન કરવો જોઇએ. વળી પિતાના વકૃત્વથી બોધ આપી દરેક મનુષ્યને ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પિતાના વકૃત્વથી હજારો માણસને અજ્ઞાન તિમિમાંથી દુર કરી ધારામાં લાવવા જોઈએ. માનસિક શક્તિથી પોતે જરા પ્રકારના હુન્નરની શોધ કાઢી અન્ય જ હીત કરવું જોઈએ. માનસિક શક્તિથી અધિક શું છે ? દાખલા તરીકે સુરેન્દ્રનાથ બૅનરજી કે જે ઓએ પોતાની માનસિક શક્તિઓ એવા પ્રકારમાં ખીલાવેલી છે કે જેના વકૃત્વથી હજારો માણસે ઉશ્કેરાઈ પિતાના પમ ખેંચાઈ આવે છે અને પિને જે કામ સાવ કરવા માગે છે. તે કામ સાધિ શકે છે. માનસિક શક્તિઓને જેમ જેમ ખીલવે છે તેમ તેમ વધારે પ્રકાશમાન થાય છે. ત્રીજા પ્રકારે એટલે ધનથી પણ પરોપકાર થઈ શકે છે. કોઈ ગરીબ માણસને લુગડાં, વગેરે આપવાથી પરોપકાર થાય છે. તેમજ બોગ, પાઠશાળાઓ વગેરે સ્થાપવાથી પણ થાય છે. આ પ્રમાણે ધનને બે કરવાથી તેને સદુગ થઈ શકે છે. જે માણસ ધનને અન્ય જજોના હિતાર્થે નહી વાપરતાં ફક્ત પોતાના કુટુંબને જ જોતા બનાવે છે તેઓ
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy