SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ કયાં છે ? सुख क्यां छे ? ઉપજાતી.. વિલાસ વસ્તુ મહિ છે રહેલું ! કે પલી ગીતે, વિપિને વસેલું ? પ્રાસાદમાં નારી ગીતિ શું એ છે? ક્યાં સુખ છે એ મુજને કહેને ? ગિરિ તળે કે નદીના પ્રવાહે ? કે રત્નવાળા રૂડલા સુમેરે ? નવિન ફૂટયાં તરૂ પલ્લવે રે, ! ક્યાં સુખ છે એ મુજને કહેને ? તરૂ, લતા કે ફૂલ પત્રમાં છે? નદી, તટે મંદિર માળમાં છે ? શું વારિધિના તેલમાં લખ્યું છે ? કયાં સુખ છે એ મુજને કહેને ? ઘડી દુખે તે મનને ગમે ને, ઘડી સુખને મન ચાય પ્રેમે; પુષ્પો ખીલી ને પછી પ્લાન પામે, કયાં સુખ છે એ મુજને કહેને? કેવાં રૂપાળાં તરૂપણે શોભે! પીળાં થઇ તે ધરણી પડે છે; જો રૂપી અશ્રુ કહે જ ને ! નથી સખા સુખ અહીં અમોને ? માાં નદીને અથડાય કાંઠે, જેના પ્રહારે નદી ગાન ગાજે; તે શબ્દ ધીમે પડી શું કહે છે? નથી સખા સુખ અહીં અમોને ? કોકિલકંઠી નિત્ય ગાય ગાન, પ્રીતિ બતાવે બમરી પ્રમાણ; કરે છે કે શકના સમા સી. શું સુખ તેમાં મુજને કહેને ? વીયા રૂપાળી રમણીની સાથે, રમે નર અમૃત પાન આશે; કરે પ્રીતિથી પ્રણય ક્રિયાઓ, શું સુખના આ સઘળા વિલાસે ? અનુ . બાથમાં દુઃખને જાણ, આત્મામાં સુખ જાણુને; વાસના વિશ્વની મિથ્યા મૂકીને આમ શેને. રા, મગનલાલ ભાઈશંકર શાસ્ત્રી,
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy